ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી. USએ ઈરાન પર તાત્કાલિક અસરથી 25% ટેરિફ લગાવ્યા.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા નબળો થઈને 90.15 પ્રતિ ડૉલરની સામે 90.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે ડોલર ઇન્ડેક્સમાં 3 અઠવાડિયામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હોવા છતા રૂપિયાને સપોર્ટ નથી મળી રહ્યો.
સોનામાં તેજી આગળ વધતા COMEX પર ભાવ 4595 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 42 હજારને પાર કારોબાર જોવા મળ્યો છે.
ચાંદીની તેજી આગળ વધતા વૈશ્વિક બજારમાં અડધા ટકાથી વધુની ખરીદદારી સાથે 85 ડૉલરને પાર કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં 2 લાખ 71 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો..ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી અને સેફ હેવન ડિમાન્ડ વધતા કિંમતોને મળ્યો સપોર્ટ.
શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમમાં મામુલી નરમાશ રહી, પણ ઝિંક અને નિકલમાં સૌથી સારી ખરીદદારી જોવા મળી હતી, જોકે વૈશ્વિક બજારમાં કોપર ફ્યૂચર્સમાં તેજી આગળ વધતી દેખાઈ, અહીં US દ્વારા ટેરિફ લગાવવાની આશંકાએ કોપરને સપોર્ટ મળી રહ્યો છે.
કોપરમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ વધ્યા. US દ્વારા ટેરિફ વઘવાની આશંકાએ કિંમતોને સપોર્ટ મળ્યો. મુખ્ય દક્ષિણ અમેરિકન ઉત્પાદકો તરફથી ઉત્પાદનમાં વિક્ષેપની ચિંતા છે.
ક્રૂડ ઓઈલમાં તેજી આવતા કિંમતો આશરે 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી, જ્યાં બ્રેન્ટના ભાવ 64 ડૉલરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં પા ટકાથી વધુની તેજી સાથે 60 ડૉલરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં USએ ઈરાનના વેપાર ભાગીદારો પર તાત્કાલિક અસરથી 25% ટેરિફ લગાવ્યા હોવાથી કિંમતોમાં ખરીદદારી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી. USએ ઈરાન પર તાત્કાલિક અસરથી 25% ટેરિફ લગાવ્યા. ટ્રમ્પે ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 301ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો કૉટનમાં કારોબારની વાત કરીએ તો USDA નું કહેવુ છે કે US કૉટન ઉક્પાદન 2 ટકાથી ઘટ્યું. ભારત, આર્જેન્ટિના, તુર્કીમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું. ગ્લોબલ એન્ડિંગ સ્ટોકમાં 1.5 મિલિયન ગાંસડીનો ઘટાડો થયો. USDAએ 2025-26 માટેનો રિપોર્ટ જાહેર કર્યો.