ઉલ્લેખનિય છે કે, ટેરિફ લાગવાની આશંકાએ માર્ચ મહિનામાં COMEX કોપરમાં રેકોર્ડ ઉંચાઈએ ભાવ પહોંચતા દેખાયા
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 50 પૈસા નબળો થઈ 85.24 પ્રતિ ડૉલરની સામે 85.74 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં વૈશ્વિક અને સ્થાનિક બન્ને ઇક્વિટી બજારમાં વેચવાલીના કારણે રૂપિયામાં નરમાશ જોવા મળી.
ટેરિફ વૉરની ચિંતાએ ડિમાન્ડ ઘટવાના ડરથી અને મંદીની આશંકાએ ક્રૂડમાં દબાણ દેખાઈ રહ્યું છે, જ્યાં બ્રેન્ટના ભાવ 2 ટકાથી વધુ ઘટીને 64 ડૉલરની નીચે પહોંચ્યા, તો nymex ક્રૂડમાં 60 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, અહીં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં 2 ટકાથી વધુની વેચવાલી જોવા મળી હતી. આ સાથે જ ઉલ્લેખનિય છે કે છેલ્લા 4 દિવસમાં ક્રૂડની કિંમતોમાં 16%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસના ભાવ 2 ટકાથી વધુ ઘટીને 323ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.
સોનામાં ઘટાડા બાદ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં 3000 ડૉલરના સ્તરની ઉપર કારોબાર યથાવત્ છે, જ્યારે સ્થાનિક બજારમાં સોનાની કિંમતો 300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી જોવા મળી, જ્યાં MCX પર ભાવ 88,000ના સ્તરની ઉપર જોવા મળ્યા હતા.
ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં અહીં 30 ડૉલરના સ્તર જળવાતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં આશરે 1600 રૂપિયા પ્રતિ કિલો ચાંદીના ભાવ વધતા અહીં MCX પર 88,400ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીના કારણે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો, જોકે વૈશ્વિક બજારમાં US-ચાઈના ટ્રેડ વૉરની ચિંતાએ કોપરની કિંમતોમાં વેચવાલી જોવા મળી, ઉલ્લેખનિય છે કે, ટેરિફ લાગવાની આશંકાએ માર્ચ મહિનામાં COMEX કોપરમાં રેકોર્ડ ઉંચાઈએ ભાવ પહોંચતા દેખાયા હતા.
US-ચાઈના વચ્ચે ટ્રેડ વૉરના કારણે કોપરમાં દબાણ છે. ચીન 10 એપ્રિલથી US આયાત પર 34% ટેરિફ લગાવશે. ટેરિફના ડરથી માર્ચમાં COMEX કોપરમાં રેકોર્ડ સ્તર જોવા મળ્યા હતા. નિકલમાં સાડા 4 વર્ષના નીચલા સ્તરની પાસે કારોબાર છે.
ક્રૂડ પર ટેરિફ વોરનું સંકટ?
બ્રેન્ટ 4 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યો. એપ્રિલ 2021 પછી બ્રેન્ટ $64ની નીચે છે. બ્રેન્ટનો ભાવ ઘટીને $63.03 થયો. WTI પણ $61ની નીચે ટ્રેડ છે. છેલ્લા 4 દિવસમાં કિંમતોમાં 16% થી વધુનો ઘટાડો થયો.