કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઘટાડો આગળ વધ્યો, વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં રિકવરી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઘટાડો આગળ વધ્યો, વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં રિકવરી

સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઘટીને 1 સપ્તાહના ઉપલા સ્તરની પાસે છે. ક્રૂડની કિંમતોમાં ઘટાડાથી કિંમતોને સપોર્ટ મળ્યો. 2026માં વ્યાજદરમાં વધુ એક વધારાની 60% શક્યતા છે. બેન્ક ઓફ જાપાને વ્યાજદરો વધારીને 31 વર્ષના ઉપલા સ્તરે રહ્યા. US રાષ્ટ્રપતિ આ સપ્તાહે UN જનરલ એસેમ્બલીમાં ગલ્ફ નેતાઓને મળશે.

અપડેટેડ 12:33:38 PM Sep 21, 2026 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સવા એક ટકા જેટલી ઘટીને 276ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈ 95.87 પ્રતિ ડૉલરની સામે 95.81 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડ ઓઈલમાં આવેલી વેચવાલીના કારણે રૂપિયાને સપોર્ટ મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં વેચવાલી આગળ વધતા બ્રેન્ટના ભાવ 2 ટકાથી વધુ ઘટીને 102 ડૉલરની પણ નીચે પહોંચ્યા, જ્યારે NYMEX ક્રૂડમાં અઢી ટકા જેટલો ઘટાડો નોંધાયો, અહીં સાઉદીની બંધ ઈસ્ટ પાઈપલાઈન શરૂ થવાની આશાએ કિંમતોમાં દબાણ વધતું જોવા મળ્યું હતું.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં ઘટાડો આગળ વધ્યો. બ્રેન્ટના ભાવ 102 ડૉલરની નીચે, 1.3 ટકા ઘટી. પશ્મિ એશિયા તણાવ ઓછો થવાની આશાએ કિંમતો પર અસર રહી. ગયા સપ્તાહે સાઉદી અરેબિયાએ હોર્મુઝથી 2.8 mbpd ઓઈલ બહાર થયું. ઓગસ્ટમાં ચીનની રિફાઈન્ડ ઈંધણની નિકાસમાં વાર્ષિક ધોરણે 12.7%નો વધારો થયો.


શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સવા એક ટકા જેટલી ઘટીને 276ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે સોનાની કિંમતો ઘટી, જ્યાં ભાવ પા ટકા જેટલા ઘટીને 1 લાખ 53 હજારની પાસે પહોંચ્યા, જ્યારે COMEX પર 4300 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો હતો.

સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઘટીને 1 સપ્તાહના ઉપલા સ્તરની પાસે છે. ક્રૂડની કિંમતોમાં ઘટાડાથી કિંમતોને સપોર્ટ મળ્યો. 2026માં વ્યાજદરમાં વધુ એક વધારાની 60% શક્યતા છે. બેન્ક ઓફ જાપાને વ્યાજદરો વધારીને 31 વર્ષના ઉપલા સ્તરે રહ્યા. US રાષ્ટ્રપતિ આ સપ્તાહે UN જનરલ એસેમ્બલીમાં ગલ્ફ નેતાઓને મળશે.

સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ રહેતા સ્થાનિક બજારમાં ભાવ 2 લાખ 40 હજારની પાસે આવ્યા, જ્યારે વૈશ્વિક બજારમાં 66 ડૉલરની ઉપર કિંમતો જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જોકે વૈશ્વિક બજારમાં કોપરમાં ચાઈના તરફથી મજબૂત માગનો સપોર્ટ રહેતા કિંમતો વધી, તો LME પર લેડમાં પણ સારી ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો.

એગ્રી કૉમોડિટીમાં ગુવાર પેક પર ફોકસ, ગુવાર ગમમાં નોંધાઈ 5 ટકા જેટલી તેજી, જીરામાં પણ મજબૂતી, જ્યારે ધાણામાં અડધા ટકાથી વધુનો ઘટાડો....ફિઝિકલ અને સ્પોટ માગ સુધરતા ગુવારગમને સપોર્ટ મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 21, 2026 12:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.