સોનાની ચાલ પર સોનામાં આજે પણ ઘટાડા સાથેનો કારોબાર યથાવત્ છે. શુક્રવારે 3%ના ઘટાડા બાદ આજે પણ સ્થાનિક બજારમાં સોનામાં 1.5%ના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.
સોનાની ચાલ પર સોનામાં આજે પણ ઘટાડા સાથેનો કારોબાર યથાવત્ છે. શુક્રવારે 3%ના ઘટાડા બાદ આજે પણ સ્થાનિક બજારમાં સોનામાં 1.5%ના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો સોનામાં શુક્રવારે 3%નો ઘટાડો આવ્યો. સોનાએ $4500ના સ્તર તોડ્યા. ઓગસ્ટ મહિનામાં સોનામાં 10%નો આવ્યો ઘટાડો. જેક્સન હોલમાં કેવિન વૉર્શની કમેન્ટ્રી હૉકિશ રહી. સ્પેટમ્બરમાં બજારને 57% ફેડ દ્વારા વ્યાજદર વધારાની આશા છે.
હવે ચાંદીના કારોબાર પર નજર કરી લઈએ તો ચાંદીમાં પણ ઘટાડા સાથે $67ની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિક બજારમાં ચાંદીમાં લગભગ એક ટકાના ઘટાડા સાથે 2 લાખ 34 હજારની નજીક કારોબાર જોવા મળી રહ્યો છે.
કોપરમાં કારોબાર કરીએ તો રિફાઈન્ડ કોપર પર હજુ સુધી USએ ટેરિફ અંગે નિર્ણય નથી લીધો. ચીનના કારખાનાઓમાં નફો જૂનના 15.1% સામે જુલાઈમાં 11.2% છે.
ક્રૂડમાં ઉછાળો બ્રેન્ટમાં $90 ને પાર કારોબાર થઈ રહ્યો છે. લારાક ટાપુ પર USએ ઈરાનના 2 રોકેટ લોન્ચર નષ્ટ કર્યા. US એ શિપિંગ લેન્સ પર માઈન્સ નાખવા માટે વપરાતા હતા લોન્ચર. ઈરાને જોર્ડનમાં USના બે એરબેઝ પર હુમલો કરી જવાબ આપ્યો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 6-8 mbpd ક્રૂડનું આવાગમન થઈ રહ્યું છે. US વેનેઝુએલાની પ્રાઈવેટ કંપનીઓ સાથે ભાગીદારી કરશે. US પોતાના SPR ભરવા માટે માટે ભાગીદારી કરશે.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, આજે ગુવાર પેકમાં આવી તેજી. ગુવાર ગમ અને ગુવાર સીડ 2 ટકાથી વધુ વધ્યા. તો મસાલા પેકમાં પણ આજે ખરીદી. કપાસિયા ખોળમાં વેચવાલી યથાવત્ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.