શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો નેગેટીવ સંકેતો સાથે 290ના સ્તરની પાસે પહોંચી હતી.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈ 85.64 પ્રતિ ડૉલરની સામે 85.65 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ 100ના સ્તરની નીચે આવતા પણ રૂપિયાને સપોર્ટ નથી મળી રહ્યો.
ગઈકાલની નરમાશ બાદ સોનામાં ફરી રિકવરી આવતા COMEX પર ભાવ 3300 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં ફરી કિંમતોએ 95000ના સ્તર વટાવ્યા છે, ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલી અને રશિયા-યુક્રેન વચ્ચેના તણાવથી ફરી સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે.
સોનાને પગલે ચાંદીમાં પણ નીચલા સ્તરેથી ખરીદદારી આવતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 97,500ને પાર કામકાજ જોવા મળ્યું હતું. બુલિયન અને ઇન્ડસ્ટ્રીયલ વપરાશમાં વધુ માગના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી થોડા પોઝિટીવ સંકેતો મળ્યા, જ્યાં લેડ સિવાય તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી હતી, સૌથી વધારે ખરીદદારી કોપરમાં જોવા મળી, તો વૈશ્વિક બજારમાં પણ કોપરની કિંમતો સતત છેલ્લા 4 સપ્તાહના ઘટાડા બાદ વધતી દેખાઈ હતી.
ક્રૂડ ઓઈલમાં આજે તેજીનો ઉભરો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 1 ટકાથી વધુ વધીને 66 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 62 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો, સ્થાનિક બજારમાં પણ 1 ટકાથી વધુની મજબૂતી રહી.. અહીં ઈઝરાયલ-ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે તેવા સમાચાર અને USમાં ક્રૂડની ઇન્વેન્ટરી વધતા કિંમતોને સપોર્ટ મળ્યો છે.
સ્થાનિક બજારમાં કિંમતો આશરે 1 ટકા વધી. બ્રેન્ટના ભાવ 66 ડૉલરને પાર પહોંચ્યા. ઈઝરાયલની ઈરાનના પરમાણુ સુવિધાઓ પર હુમલાની તૈયારી છે. OPECમાં ઈરાન ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. US ક્રૂડ સ્ટોકમાં 2.5 મિલિયન બેરલનો વધારો છે. મે મહિનામાં અત્યાર સુધીમાં કઝાકિસ્તાનનું ઉત્પાદન 2% વધ્યું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો નેગેટીવ સંકેતો સાથે 290ના સ્તરની પાસે પહોંચી હતી.
સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિએ લોકોની ચિંતા વધારી છે. ભર ઉનાળામાં રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરી છે.
થંડરસ્ટ્રોમની આગાહીને પગલે આજે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તો 22થી 24 મે સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 તારીખથી લોપ્રેશર ચક્રવાતમાં પલટાઈ શકે છે જેને કારણે કેટલાંક વિસ્તારમાં વરસાદી માહોલ જામશે. 24 થી 28 મે આસપાસ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
જીરાનું ઉત્પાદન ઘટશે?
2024-25માં ભારતમાં જીરાનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. વાવણી ક્ષેત્રમાં ઘટાડો અને ખરાબ હવામાનની અસર રહી શકે છે. આ વર્ષે જીરાનું ઉત્પાદન 65 થી 90 લાખ બેગ સંભવ છે. 2023-24માં જીરાનું ઉત્પાદન 1.15 કરોડ બેગ હતું.
મસાલાની નિકાસ
ભારત દર વર્ષે 15 લાખ ટન મસાલાની નિકાસ કરે છે. દર વર્ષે સરેરાશ $4.5 અરબના મસાલાની નિકાસ કરે છે. $20 અરબના મસાલા બજારમાં 25% ભાગેદારી છે. કુલ મસાલા નિકાસમાંથી માત્ર 48% વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સ છે. ભારતમાં તૈયાર 85% મસાલાનો દેશમાં જ વપરાશ છે. વિયેતનામ, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને ચીનમાં નિકાસકાર છે.
સ્પાઈસ બોર્ડ ઑફ ઇન્ડિયાનું અનુમાન
2030 સુધી મસાલાની નિકાસ $10 અરબ સુધી સંભવ છે. વેલ્યુ એડેડ ભાગેદારીને 70% સુધી વધારવાની આશા છે.