કોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $66ને પાર, સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $66ને પાર, સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર

રબરમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને 5 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. ક્રૂડ ઓઈલની કિંમતોમાં રિકવરીથી મળ્યો સપોર્ટ. અમેરિકા-ચીન વેપાર ચર્ચા અંગે આશાવાદ રહીશ. એપ્રિલમાં ચીનમાં સિન્થેટીક રબરનો ઇમ્પોર્ટ 10% ઘટ્યો. ફેબ્રુઆરી-મે મહિનામાં રબરના ઉત્પાદનમાં ઘટાડો છે.

અપડેટેડ 12:31:50 PM May 14, 2025 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકા ઘટીને 307ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈ 85.33 પ્રતિ ડૉલરની સામે 85.06 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનાની ચમક ઓછી થતા COMEX પર ભાવ 3232 ડૉલરની પણ નીચે આપ્યા, તો સ્થાનિક બજારમાં આશરે પા ટકાથી વધુની વેચવાલી સાથે 93,330ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ટ્રેડ તણાવ ઓછો થતા સેફ હેવન ડિમાન્ડમાં ઘટાડો આવતા સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી.

ટ્રેડ તણાવ ઓછો થતા કિંમતો પર દબાણ રહેશે. US-ચાઈનાએ 90 દિવસ માટે ટેરિફ ઘટાડ્યા. USમાં એપ્રિલમાં મોંઘવારી દર ઘટીને 2.3% પર આવ્યો. ફેબ્રુઆરી 2021 બાદ USમાં મોંઘવારી દર સૌથી વધારે ઘટ્યો. એપ્રિલમાં ગોલ્ડ ETFમાં 115 ટનનો રેકોર્ડ ઇનફ્લો આવ્યો. ગોલ્ડ ETF હોલ્ડિંગ 3 વર્ષમાં સૌથી વધુ છે.


ચાંદીમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, ગઈકાલની 2 ટકાની તેજી બાદ આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કિંમતો આશરે અડધા ટકા ઘટીને 96,175ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ, તો વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરની નીચે સ્થિર રહેતા જોવા મળ્યા.

સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમમાં આશરે અડધા ટકાની પોઝિટીવિટી રહી, પણ કોપર અને ઝિંકમાં નાની રેન્જમાં કામકાજ થઈ રહ્યું હતું. જોકે વૈશ્વિક બજારમાં કોપરની કિંમતોમાં આશરે 1 ટકાથી વધુની તેજી જોવા મળી હતી.

ક્રૂડ ઓઈલમાં તેજી આવતા કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, જ્યાં બ્રેન્ટના ભાવ 66 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 63 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.. અહીં ઈરાન સામે નવી પ્રતિબંધોની ધમકીઓના કારણે કિંમતો ફરી વધતી દેખાઈ, તે સાથે જ ગ્લોબલ ટ્રેડ ફ્લોનું આઉટલૂક સુધરતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી. કિંમતોમાં સતત ચોથા દિવસે મજબૂતી. ઈરાન સામે નવી પ્રતિબંધોની ધમકીઓથી કિંમતોને સપોર્ટ મળ્યો. ગ્લોબલ ટ્રેડ ફ્લોના આઉટલૂકમાં સુધારાથી સપોર્ટ છે. સાઉદી અરેબિયા તરફથી ઉત્પાદન વધારવા માટે દબાણ રહેશે. રશિયા અને વેનેઝુએલા પર અમેરિકાના પગલાંથી કિંમતોને સપોર્ટ મળશે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકા ઘટીને 307ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શુગર પર ફોકસ પર છે. કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. બ્રાઝિલમાં ઉત્પાદન ઘટવાનો અંદાજ રહેશે. USDA 2025-26માં USમાં ઉત્પાદન ઘટવાનો અંદાજ છે.

રબરમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને 5 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. ક્રૂડ ઓઈલની કિંમતોમાં રિકવરીથી મળ્યો સપોર્ટ. અમેરિકા-ચીન વેપાર ચર્ચા અંગે આશાવાદ રહીશ. એપ્રિલમાં ચીનમાં સિન્થેટીક રબરનો ઇમ્પોર્ટ 10% ઘટ્યો. ફેબ્રુઆરી-મે મહિનામાં રબરના ઉત્પાદનમાં ઘટાડો છે.

સોયાબીનમાં કારોબાર

ફેબ્રુઆરીના ઉચ્ચ સ્તરે વાયદા છે. US-ચાઈના યુદ્ધવિરામને સમર્થનથી સપોર્ટ છે. ચીને સોયાબીનની ખરીદી અમેરિકાથી બ્રાઝિલ ખસેડી છે. USDA રિપોર્ટ પર જણાવ્યુ કે વૈશ્વિક અને US સપ્લાય અંદાજ કરતાં ઓછો છે.

કૉટનમાં કારોબાર

વાયદામાં આશરે 3 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર રહેશે. વેપાર સંઘર્ષને કારણે કિંમતો 5 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. US-ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો રહેશે. અમેરિકા કાચા કપાસનો મુખ્ય નિકાસકાર અને કપાસ આધારિત માલનો આયાતકાર છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 14, 2025 12:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.