કમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $67ને પાર, સોના-ચાંદીની ચમક વધી | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $67ને પાર, સોના-ચાંદીની ચમક વધી

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી, જ્યાં લેડ સિવાય તમામ મેટલ્સમાં અડધા ટકાથી વધુની તેજી રહી, તો વૈશ્વિક બજારમાં કોપરમાં પણ 2 દિવસના ઘટાડા બાદ રિકવરી જોવા મળી, અહીં ચીનના ઉત્પાદકો નીચા સ્તરે ખરીદદારો તરીકે બજારમાં પાછા ફર્યા હોવાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

અપડેટેડ 12:07:13 PM Feb 04, 2026 પર
Story continues below Advertisement
સોનામાં કારોબારની વાત કરીએ તો 2008 બાદથી સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાયો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા નબળો થઈ 90.27 પ્રતિ ડૉલરની સામે 90.43 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં ઘણી સારી રિકવરી જોવા મળી હતી, હવે બજારની નજર શુક્રવારે જાહેર થનાર RBIની પૉલિસી પર બનેલી છે.

સોનામાં ખરીદદારી આગળ વધતા વૈશ્વિક બજારમાં કિંમતો 5000 ડૉલરને પાર પહોંચી, જોકે સ્થાનિક બજારમાં મામુલી નરમાશ સાથે 1 લાખ 50 ગજારની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2008 બાદથી સોનાની કિંમતોમાં સૌથી મોટો એક દિવસીય ઉછાળો COMEX ગોલ્ડમાં જોવા મળ્યો હતો, અહીં US અને ઇરાન વચ્ચે તણાવ વધવાના કારણે સોનામાં મજબૂતી દેખાઈ રહી છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો 2008 બાદથી સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાયો. COMEX પર ભાવ આશરે 6 ટકા વધી 5050 ડૉલરને પાર પહોંચ્યા હતા. US અને ઇરાન વચ્ચે તણાવ વધવાના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો.


ચાંદીની ચમક યથાવત્ રહેતા અહીં વૈશ્વિક બજારમાં 2 ટકાથી વધુની ખરીદદારી સાથે 87 ડૉલરને પાર કારોબાર નોંધાયો, જ્યારે સ્થાનિક બજારમાં આશરે 5 ટકા કિંમતો વધીને 2 લાખ 81 હજારને પાર કામકાજ નોંધાયું હતું.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી, જ્યાં લેડ સિવાય તમામ મેટલ્સમાં અડધા ટકાથી વધુની તેજી રહી, તો વૈશ્વિક બજારમાં કોપરમાં પણ 2 દિવસના ઘટાડા બાદ રિકવરી જોવા મળી, અહીં ચીનના ઉત્પાદકો નીચા સ્તરે ખરીદદારો તરીકે બજારમાં પાછા ફર્યા હોવાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

કોપરમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં 2 દિવસના ઘટાડા બાદ કિંમતોમાં ખરીદદારી કરી. ચીનના ઉત્પાદકો નીચા સ્તરે ખરીદદારી તરીકે પાછા ફર્યા. ચાઈનામાં રજા પહેલા રી-સ્ટોક કરવાના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો.

ગઈકાલના ઘટાડા બાદ ક્રૂડ ઓઈલમાં ફરી રિકવરી જોવા મળી, જ્યાં સ્થાનિક બજારમાં આશરે 1 ટકાથી વધુની તેજી સાથે 5787ના સ્તરની પાસે કામકાજ રહ્યું, તો બ્રેન્ટના ભાવ 67 ડૉલરને પાર પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ આશરે 1 ટકાની તેજી જોવા મળી રહી છે. અહીં US અને ઇરાન વચ્ચે ફરી તણાવ વધવાના કારણે કિંમતોમાં તેજી વધતી જોવા મળી હતી.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો અમેરિકાએ ઈરાની ડ્રોન તોડી પાડતાં ભાવમાં વધારો થયો. સપ્તાહે US ક્રૂડ ઇન્વેન્ટરીમાં 11.1 મિલિયન બેરલનો ઘટાડો થયો હતો. OPEC+ એ માર્ચ અથવા એપ્રિલથી તેલની માંગમાં વધારો થશે. OPEC+ 1 માર્ચે વધુ ઉત્પાદન યોજના અંગે નિર્ણય લેશે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો નાની રેન્જમાં રહી 301 ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 04, 2026 12:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.