કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નફાવસુલીનું દબાણ, ક્રૂડમાં ઘટાડો, બ્રેન્ટ $80ની નીચે | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નફાવસુલીનું દબાણ, ક્રૂડમાં ઘટાડો, બ્રેન્ટ $80ની નીચે

સોના સાથે ચાંદીમાં પણ દબાણ જોવા મળ્યું, અહીં વૈશ્વિક બજારમાં ભાવ અડધા ટકા તૂટી 24 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 75,726 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર નોંધાઈ રહ્યો છે.

અપડેટેડ 01:22:47 PM Jul 17, 2023 પર
Story continues below Advertisement
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે એક ટકાની મજબૂતી આવતા કિંમતો 210ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.

ગત સપ્તાહની સારી તેજી બાદ આજે ફરી સોનાની કિંમતોમાં નફાવસુલીનું દબાણ જોવા મળ્યું, અહીં comex પર કિંમતો 1952 ડૉલરની પાસે પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. બજારની નજર હવે 26 જુલાઈએ થનાર US ફેડની બેઠક પર છે.

સોના સાથે ચાંદીમાં પણ દબાણ જોવા મળ્યું, અહીં વૈશ્વિક બજારમાં ભાવ અડધા ટકા તૂટી 24 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 75,726 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર નોંધાઈ રહ્યો છે.

ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓના કારણે કોપરની કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો, ડેટા મુજબ બીજા ત્રિમાસિકમાં ચાઈનામાં આર્થિક ગતિવિધીઓ નબળી પડતા મેટલ્સની માગ ઘટવાની આશંકા દેખાઈ જેના કારણે કિંમતો પર અસર જોવા મળી છે, સ્થાનિક બજારમાં પણ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે.


ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો, ગત સપ્તાહે બ્રેન્ટની કિંમતો 81 ડૉલરની ઉપર પહોંચી હતી, જે આજે અડધા ટકાથી વધુના દબાણ સાથે 80 ડૉલરની નીચે જોવા મળી, સાથે જ NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુનું દબાણ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે વિરોધને કારણે ગુરુવારે ઉત્પાદન અટકાવવામાં આવ્યા બાદ લિબિયામાં બે ઓઇલફિલ્ડ્સે શનિવારે ફરીથી ઉત્પાદન શરૂ કર્યું હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ઓગસ્ટ મહિનાથી રશિયા ઓઈલ ઉત્પાદન 500,000 bpdથી ઘટાડશે તેવા સમાચારોએ દબાણ વધાર્યું છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે એક ટકાની મજબૂતી આવતા કિંમતો 210ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં તેજી વધતા આશરે સાડા 3 ટકાની મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો, તો મસાલા પેકમાં આ સપ્તાહે પણ એક્શન રહેતા જીરામાં એક ટકા, તો હળદર અને ધાણામાં 3 ટકાથી વધુની મજબૂતી જોવા મળી રહી છે. આ સાથે જ કપાસિયા ખોળમાં પણ અડધા ટકાની રિકવરી રહી, તો એરંડામાં 1 ટકાથી વધુની મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. સાથેજ ઇસબગુલમાં પણ સારી તેજી છે, જ્યારે મગફળીમાં આશરે સાડા 3 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 17, 2023 1:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.