શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત થઈ 86.80 પ્રતિ ડૉલરની સામે 86.76 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત થઈ 86.80 પ્રતિ ડૉલરની સામે 86.76 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સેન્ટ્રલ બેન્ક પર ફોક્સ
USમાં દર વધારાની બજારને ઓછી આશા છે. US ફેડ આવતીકાલે વ્યાજ દરો અંગે નિર્ણય લેશે. બેન્ક ઓફ જાપાન પણ આવતીકાલે દરો અંગે નિર્ણય લેશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ ગુરુવારે વ્યાજ દરો અંગે નિર્ણય લેશે.
સોનાની ગઈકાલની તેજી આગળ વધતા comex પર ભાવ 3000 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 88,375ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો. ગ્લોબલ અનિશ્ચિતતા વધતા સેફ હેવન બાઈંગનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે.
સોનામાં તેજી યથાવત્
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો રેકોર્ડ સ્તરની નજીક પહોંચી. ETFમાં 4 વર્ષ સુધી વેચાણ કર્યા પછી, 2025માં ખરીદીમાં વધારો થયો. ગોલ્ડમેન સૅક્સે કહ્યું કિંમતો $3100ને પાર કરી શકે છે. મેક્વાયરીએ સોનાનો લક્ષ્યાંક $3,000થી વધારીને $3,500 કર્યો.
સોનામાં તેજીનું કારણ
ગ્લોબલ અનિશ્ચિતતાઓથી સેફ હેવન માંગ વધી. હૂતી વિદ્રોહીઓ પર USના નિવેદનથી આવી તેજી. હૂતી વિદ્રોહીઓ પર હુમલા યથાવત્ રાખીશું. રેડ સીમાં જહાજ પર હુમલો બંધ થવા સુધી કરીશું હુમલા. બજારને ટેરિફ વૉર વધુ ગંભીર થવાની આશંકા છે. ETFમાં રોકાણ, સેન્ટ્રલ બેન્કોની ખરીદદારી યથાવત્ રહેશે.
ચાંદીમાં પણ પોઝિટીવ ટ્રેન્ડ યથાવત્ છે, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ ઓલમોસ્ટ 34 ડૉલરની પાસે પહોંચતા જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં એક સપ્તાહમાં કિંમતો આશરે 5 ટકાથી વધુ વધતી દેખાઈ છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં મામુલી વેચવાલી જોવા મળી હતી, જોકે વૈશ્વિક બજારમાં કોપરનો ભાવ વધીને 10 મહિનાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચતો દેખાયો છે, એ સાથે જ એલ્યુમિનિયમમાં પણ 9 મહિનાના ઉપલા સ્તરે કારોબાર જોવા મળ્યો છે.. ચાઈના તરફથી વધુ રાહત પેકેજની આશાએ કોપરની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો.
બેઝ મેટલ્સમાં વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં તાંબાના ભાવમાં સતત વધારો થયો. ભાવ 10 મહિનાના ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચ્યા. તાંબાના ભાવ $4.96/પાઉન્ડને પાર પહોંચ્યા. એલ્યુમિનિયમના ભાવ 9 મહિનાના ઉચ્ચતમ સ્તરની નજીક છે. એલ્યુમિનિયમના ભાવ $2700ની નજીક પહોંચ્યા.
કોપરમાં કારોબાર
USમાં કિંમતો આશરે 9 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી. LME પર કિંમતો 5 મહિનાના ઉપલા સ્તરની પાસે રહી. ચાઈના તરફથી વધુ રાહત પેકેજ મળવાની આશાએ કિંમતોને સપોર્ટ મળ્યો. ચીનએ ગ્રામીણ અને શહેરી આવક વધારવા માટે યોજના શરૂ કરી.
એલ્યુમિનિયમમાં કારોબાર
2025માં હાલ સુધી કિંમતો આશરે 5.5% વધી. મોટાભાગના પ્રોડ્યુસર્સ તરફથી ઓછી સપ્લાઈનો સપોર્ટ મળ્યો. કર છૂટ સમાપ્ત થતા ચીનમાં એલ્યુમિનિયમ નિકાસ ઓછી થઈ. ફેબ્રુઆરીમાં ટ્રમ્પએ એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લગાવ્યા.
ચાઈના તરફથી સારા આર્થિક આંકડાની આશાએ ક્રૂડની માગ વધે તેવા અનુમાન બન્યા, જેથી કિંમતોને સપોર્ટ મળતા બ્રેન્ટમાં 71 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, તો NYMEX ક્રૂડમાં 67 ડૉલરની ઉપર કામકાજ થઈ રહ્યું છે. આ સાથે જ મિડલ ઇસ્ટમાં જીયો-પોલિટીક્લ તણાવ ફરી વધ્યો હોવાથી ક્રૂડને સપોર્ટ મળી રહ્યો છે.
શું છે ક્રૂડની સ્થિતી ?
ચીનના વપરાશમાં વધારો, અર્થતંત્રમાં સુધારો કરવા પર ભાર છે. ચીન વિશ્વમાં ક્રૂડનો સૌથી મોટો ઈમ્પોર્ટ દેશ છે. મિડલ ઇસ્ટમાં જીયો-પોલિટીક્લ તણાવ ફરી વધ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે હૂતી વિદ્રોહીયો પર હુમલા ચાલુ રાખીશું.
શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાની વેચવાલી આવતા ભાવ 349ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા હતા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.