સોનામાં ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે ફરી નીચલા સ્તરેથી સારી ખરીદદારી જોવા મળી, જ્યાં COMEX પર ભાવ આશરે 2 ટકાથી વધુ વધીને 4794 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 41 હજારને પાર કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં સોના કરતા વધુ તેજી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો સાડા 4 ટકાના ઉછાળા સાથે 82 ડૉલરને પાર પહોંચી, તો વૈશ્વિક બજારમાં આશરે 7 ટકાની તેજી સાથે 2 લાખ 52 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો.
ડૉલર સામે રૂપિયાની મજબૂત શરૂઆત, 1 રૂપિયા 10 પૈસાની તેજી સાથે રૂપિયો 91.50 પ્રતિ ડૉલરની સામે 90.40 રૂપિયા પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જે બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ભારત-US વચ્ચે ટ્રેડ ડીલ થતા વિદેશી રોકાણકારો ભારત તરફ પાછા આકર્ષિત થશે, જેથી ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી રહી છે. હવે બજારની નજર RBIના વલણ પર બનેલી છે.
સોનામાં ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે ફરી નીચલા સ્તરેથી સારી ખરીદદારી જોવા મળી, જ્યાં COMEX પર ભાવ આશરે 2 ટકાથી વધુ વધીને 4794 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 41 હજારને પાર કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં સોના કરતા વધુ તેજી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો સાડા 4 ટકાના ઉછાળા સાથે 82 ડૉલરને પાર પહોંચી, તો વૈશ્વિક બજારમાં આશરે 7 ટકાની તેજી સાથે 2 લાખ 52 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો.
ભારત-US ટ્રેડ ડીલ
ટ્રમ્પે કહ્યું અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડ્યા. ભારતર પર ટેરિફ 25% થી ઘટાડી 18% કર્યો. ટ્રમ્પની PM નરેન્દ્ર મોદી સાથે થઇ મહત્વની વાતચિત. PM મોદી સારા મિત્ર અને મજબૂત નેતા છે. ટ્રેડ અને રશિયા-યૂક્રેન યુદ્ધ પર ચર્ચા છે. US અને વેનેઝુએલાથી વધારે તેલ ખરીદશે ભારત. યૂક્રેન યુદ્ધ પુરૂ કરવા માટે મળશે મદદ. ટ્રેડ માટે ભારત અને USની સહમતિ છે. ભારત પણ અમેરિકી સામાન પર 0 ટેરિફ કરશે. 'Buy American' પર ભારતનું મોટુ કમિટમેન્ટ છે. ભારત USથી 500 બિલિયન ડૉલરથી વધુનો સામાન ખરીદશે. ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત થશે.
US સાથેની ટ્રેડ ડીલ થવાથી બેઝ મેટલ્સના સેન્ટિમેન્ટ સુધર્યા, સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં અડધા ટકા કરતા વધુની ખરીદદારી જોવા મળી, ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીની પણ અસર જોવા મળી છે.
ક્રૂડ ઓઈલમાં વેચવાલી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ આશરે અડધા ટકાથી વધુના દબાણ સાથે 66 ડૉલરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં પા ટકાથી વધુના દબાણથી 62 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો હતો.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
બ્રેન્ટની કિંમતો ઘટાડા સાથે 66 ડૉલરની પાસે પહોંચી. OPEC માર્ચ સુધી તેલનું ઉત્પાદન યથાવત રાખશે. એપ્રિલ-ડિસેમ્બર 2025થી OPECએ ઉત્પાદન ક્વોટામાં 2.9 mbpdનો વધારો કર્યો. ભારત રશિયા પાસેથી તેલની ખરીદી નહીં કરે. ભારત હવે US અને વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડની ખરીદી કરશે.
ભારત: ઓઈલની ખરીદી
નવેમ્બરમાં રશિયાની તેલ આયાત ઘટીને 2 વર્ષના તળિયે પહોંચી હતી. ભારતની આયાતમાં OPECનો હિસ્સો 11 મહિનાના ઉચ્ચતમ સ્તરે છે.
શું ભારતનું ઓઈલ બિલ વધશે?
રશિયામાં તેલ પ્રતિ બેરલ 5-10 ડોલર સસ્તું થયું. ભારત હવે વિશ્વ ભાવે ક્રૂડ ખરીદશે, માલભાડું ઊંચું છે. રશિયાથી તેલ ન ખરીદવા પર ભારતમાં ઇંધણના આયાત બિલમાં વધારો સંભવ છે. ભારતના ઇંધણના આયાત બિલમાં 9 અબજ ડોલરનો વધારો થઈ શકે છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1 ટકાથી વધુની વેચવાલી સાથે 291ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.