શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં ખરીદદારી જોવા મળી, જ્યાં સૌથી સારી તેજી કોપરમાં રહી હતી, પણ વૈશ્વિક બજારમાં કોપરની તેજી આગળ વધતા કિંમતો 10 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા મજબૂત થઈ 86.44 પ્રતિ ડૉલરની સામે 86.41 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ફેડ તરફથી વ્યાજ દર સ્થિર રહેતા ડૉલરમાં ફરી દબાણ બન્યું જેની પોઝિટીવ અસર રૂપિયા પર દેખાઈ રહી છે.
શું અમેરિકામાં મોંઘવારી આવશે?
ફેડે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. અમેરિકામાં વ્યાજ દર 4.25-4.50% પર યથાવત રહેશે. 2025 માં વધુ બે રેટ કટની અપેક્ષા છે.
શું કહ્યું જેરોમ પોવેલે?
અમેરિકામાં મોંઘવારી વધવાનો ભય રહેશે. મોંઘવારીનો દર 2% સુધી લાવવા માટે પ્રતિબદ્ધ છે. જો મોંઘવારી ઘટશે નહીં તો દર પણ ઘટશે નહીં. અર્થતંત્ર ધીમી ગતિએ વિકાસ પામી શકે છે. બેરોજગારી દર વધીને 4.4% થવાની ધારણા છે. ઇકોનોમી ગ્રોથનો અંદાજ 0.4% ઘટાડીને 1.7% કરાયો. 2025 માટે GDP વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 1.7% કરાયો. આર્થિક પ્રવૃત્તિઓ અંગે અનિશ્ચિતતા વધી. ટેરિફની અસર સમય જતાં દેખાશે.
શું અમેરિકામાં મંદી આવશે?
GDP અંગે ફેડ અધિકારીઓમાં અનિશ્ચિતતા છે. 19 માંથી 17 સભ્યો GDP અંગે અનિશ્ચિત છે.
ફેડના નિર્ણય બાદ સોનામાં ઉછાળો યથાવત્ છે, જ્યાં COMEX પર કિંમતો 3050 ડૉલરના રેકોર્ડ સ્તરની પાસે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં પણ મજબૂતી જોવા મળી, ઉલ્લેખનિય છે કે ગઈકાલે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 3064 ડૉલરના સ્તર સુધી પણ પહોંચતી દેખાઈ હતી.
સોનું નવા શિખર પર પહોંચ્યું
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં સતત વધારો થયો. કિંમતો $3064 ની વિક્રમી ઊંચી સપાટીએ છે. અમેરિકામાં દર વધારાથી કિંમતોને ટેકો મળ્યો. જિયો-પોલિટીક્લ તણાવને કારણે પણ ભાવમાં વધારો થયો. ઇઝરાયલ ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલા યથાવત્ રહેશે. 2025માં અત્યાર સુધીમાં કિંમતોમાં 16%નો વધારો થયો.
ચાંદીમાં પણ પોઝિટીવ ટ્રેન્ડ યથાવત્ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરની ઉપર સ્થિર રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં એક લાખની ઉપર કામકાજ જોવા મળ્યું, જ્યાં આશરે અડધા ટકાની મજબૂતી જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં ખરીદદારી જોવા મળી, જ્યાં સૌથી સારી તેજી કોપરમાં રહી હતી, પણ વૈશ્વિક બજારમાં કોપરની તેજી આગળ વધતા કિંમતો 10 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી છે. અહીં LME અને શંઘાઈ પર ઇન્વેન્ટરી ઘટવા સામે માગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
કિંમતો વધીને 10 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. ઓછી સપ્લાઈની ચિંતાએ કિંમતોને સપોર્ટ મળ્યો. LME અને શંઘાઈ પર ઇન્વેન્ટરી ઘટવાથી ભાવ વધ્યા. કન્ઝ્યુમર સ્પેન્ડિંગને બૂસ્ટ આપવા ચાઈનાનો સ્પેશલ પ્લાન છે. US કોપર ઇમ્પોર્ટ પર ટેરિફ લગાવી શકે છે.
ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી રિકવરી આવતા બ્રેન્ટના ભાવ 71 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 67 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં USની ઇન્વેન્ટરી 1.7 મિલિયન બેરલથી ઘટી હોવાથી 2 વર્ષના નીચલા સ્તરે ઇન્વન્ટરી લેવલ્સ આવતા દેખાયા છે. તે સાથે જ ફેડ તરફથી વ્યાજ દર સ્થિર રાખવાના નિર્ણયની અસર પણ કિંમતોને સપોર્ટ કરી રહી છે.
ગઈકાલના ઘટાડા બાદ કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી મળી. US ક્રૂડ ઇન્વેન્ટરી 1.7 મિનિયન bblથી ઘટી. US ક્રૂડનો ઇમ્પોર્ટ ઘટીને 2 વર્ષના નીચલા સ્તરે છે. ઇઝરાયલે ગાઝામાં ફરી ગ્રાઉન્ડ ઓપરેશન્સ શરૂ કર્યા. ફેડએ વ્યાજ દર 4.25-4.50%ની રેન્જમાં સ્થિર રાખ્યા.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો ઘટીને 361ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી. USમાં કિંમતોમાં ઉછાળો નોંધાયો. કિંમતો આશરે 5 ટકા વધીને 1 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. ગેસ ઇન્વેન્ટરી સિઝનલ નોરમલ કરતાં 11% ઓછી છે.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, શુગરમાં કારોબાર વૈશ્વિક બજારમાં ભાવ 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા. ડૉલર ઇન્ડેક્સમાં નરમાશ અને ઓછા ગ્લોબલ શુગર ઉત્પાદનથી સપોર્ટ મળ્યો. ફેબ્રુઆરીમાં બ્રાઝિલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 5.5% ઘટ્યું. ISMAએ ભારતના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને 2.4 મિલિયન ટન કર્યો. ISO એ 2024-25 માટે વૈશ્વિક ઉત્પાદન અંદાજ ઘટાડ્યો. વૈશ્વિક ઉત્પાદન અંદાજ 179.1 મિલિયન ટનથી ઘટાડી 175.5 મિલિયન ટન કર્યો.