કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉતાર-ચઢાવ, બેઝ મેટલ્સ તરફથી નબળા સંકેતો | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉતાર-ચઢાવ, બેઝ મેટલ્સ તરફથી નબળા સંકેતો

ગઈકાલે કિંમતો આશરે 1 ટકા વધી હતી. મૂડીઝ દ્વારા USનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થતા કિંમતોને સપોર્ટ મળ્યો. આજે ફરી ઉપલા સ્તરેથી નોંધાયું મામુલી દબાણ. બેન્ક ઑફ ઇગ્લેંન્ડએ બેન્ચ માર્ક રેટ ઘટાડ્યા. ચાઈનાએ લેન્ડિંગ રેટમાં કાપ કર્યો.

અપડેટેડ 11:52:00 AM May 20, 2025 પર
Story continues below Advertisement
ક્રૂડ ઓઈલમાં સ્થિરતા સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 65 ડૉલરની પાસે સ્થિર રહ્યા

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 9 પૈસા મજબૂત થઈ 85.40 પ્રતિ ડૉલરની સામે 85.49 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનામાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર રહ્યો, શરૂઆતી કારોબારમાં વૈશ્વિક બજારમાં કિંમતો 3210 ડૉલરના સ્તરની પાસે રહી, તો સ્થાનિક બજારમાં દબાણ સાથે 92,900ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે મૂડિઝ દ્વારા USનું રેટિંગ ડાઉનગ્રેડ થવાથી સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો હતો, જોકે આજે ફરી ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી રહી છે.

ગઈકાલે કિંમતો આશરે 1 ટકા વધી હતી. મૂડીઝ દ્વારા USનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થતા કિંમતોને સપોર્ટ મળ્યો. આજે ફરી ઉપલા સ્તરેથી નોંધાયું મામુલી દબાણ. બેન્ક ઑફ ઇગ્લેંન્ડએ બેન્ચ માર્ક રેટ ઘટાડ્યા. ચાઈનાએ લેન્ડિંગ રેટમાં કાપ કર્યો.


ચાંદીમાં પણ નાની રેન્જમાં કારોબાર રહ્યો, જ્યાં ગઈકાલે વૈશઅવિક બજારમાં ભાવ આશરે 1 ટકા જેટલા વધ્યા હતા, જોકે ત્યાર બાદ ઉપલા સ્તરેથી દબાણ પણ આવ્યું, તો સ્થાનિક બજારમાં 95,085ના સ્તરની પાસે કામકાજ જોવા મળ્યું હતું, અહીં સોલાર પાવર પ્રોજેક્ટ તરફથી માગ વધવાની અસર ચાંદીની કિંમતો પર દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી નરમાશના સંકેતો મળ્યા, જ્યાં ઝિંક સિવાય તમામ મેટલ્સમાં વેચવાલી હતી, તો વૈશ્વિક બજારમાં પણ એલ્યુમિનિયમ અને કોપરની કિંમતો પર દબાણ બન્યું, ચાઈનામાં એલ્યુમિનિયમના વધુ ઉત્પાદન સામે માગમાં ઘટાડાથી કિંમતો ઘટી હતી, તો વધુ US સપ્લાઈના કારણે કોપરમાં પણ વેચવાલી જોવા મળી હતી.

એલ્યુમિનિયમની કિંમતો ઉપલા સ્તરેથી આશરે 1 ટકા ઘટી. ચાઈનામાં ઉત્પાદન વધતા કિંમતો પર અસર રહેશે. USની સપ્લાઈમાં વધારો થવાથી કોપરની કિંમતો ઘટી.

ક્રૂડ ઓઈલમાં સ્થિરતા સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 65 ડૉલરની પાસે સ્થિર રહ્યા, તો NYMEXમાં પણ રિકવરી જોવા મળી, US-ઇરાન વચ્ચે ન્યૂક્લિયરને લઈ વાતચીત અટકતા અને USનું આર્થિક આઉટલૂક નબળું રહેતા ક્રૂડમાં મજબૂતી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

કિંમતોમાં સ્થિરતા જોવા મળી. US-ઈરાન વચ્ચે વાતચીત અટકતા ફરી સપ્લાઈને લઈ ચિંતા. અમેરિકાએ ઈરાનના યુરેનિયમ સંવર્ધનને સંપૂર્ણપણે રોકવાની માંગ કરી છે. મૂડીઝએ USનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ કર્યું.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 268ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

આવતીકાલથી અઠવાડિયા સુધી ફરી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 25 મે સુધી આખા ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ સુધી ધોધમારથી છૂટા છવાયા, મધ્યમ વરસાદ પડશે. આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે તો 21મીએ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ખતરનાક વરસાદ પડી શકે.

જીરાનું ઉત્પાદન ઘટશે?

2024-25માં ભારતમાં જીરાનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. વાવણી ક્ષેત્રમાં ઘટાડો અને ખરાબ હવામાનની અસર રહી શકે છે. આ વર્ષે જીરાનું ઉત્પાદન 65 થી 90 લાખ બેગ સંભવ છે. 2023-24માં જીરાનું ઉત્પાદન 1.15 કરોડ બેગ હતું.

મસાલાની નિકાસ

ભારત દર વર્ષે 15 લાખ ટન મસાલાની નિકાસ કરે છે. દર વર્ષે સરેરાશ $4.5 અરબના મસાલાની નિકાસ કરે છે. $20 અરબના મસાલા બજારમાં 25% ભાગેદારી છે. કુલ મસાલા નિકાસમાંથી માત્ર 48% વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સ છે. ભારતમાં તૈયાર 85% મસાલાનો દેશમાં જ વપરાશ છે. વિયેતનામ, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને ચીનમાં નિકાસકાર છે.

સ્પાઈસ બોર્ડ ઑફ ઇન્ડિયાનું અનુમાન

2030 સુધી મસાલાની નિકાસ $10 અરબ સુધી સંભવ છે. વેલ્યુ એડેડ ભાગેદારીને 70% સુધી વધારવાની આશા છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 20, 2025 11:52 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.