શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા નબળો થઈને 90.19 પ્રતિ ડૉલરની સામે 90.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા નબળો થઈને 90.19 પ્રતિ ડૉલરની સામે 90.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનાની મજબૂતી આગળ વધતા COMEX પર ભાવ 4620 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 42 હજારને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં USના મોંઘવારીનાં આંકડા 2021 બાદથી સૌથી નીચલા સ્તરે પહોંચવાથી ફેડ દ્વારા વ્યાજ દર કાપની સંભાવના વધતા કિંમતોમાં તેજી જોવા મળી હતી.
પ્રિશિયસ મેટલ્સમાં કારોબાર
સોનામાં 4625 ડૉલરની પાસે કારોબાર નોંધાયો. USના મોંઘવારીના નબળા આંકડાથી વ્યાજ દર કાપની સંભાવના વધી. ફેડ ચેર પોવેલ સામે DoJ એ ક્રિમિનલ તપાસ શરૂ કરી. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફની જાહેરાત કરી. વૈશ્વિક બજારમાં ચાંદી 89 ડૉલરને પાર પહોંચી.
ચાંદીમાં પણ નવા રેકોર્ડ સ્તરે કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 3 ટકાથી વધુ વધીને 89 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ આશરે 3 ટકાની તેજી સાથે 2 લાખ 83 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં ખરીદદારી જોવા મળી, જ્યાં સૌથી સારી તેજી નિકલમાં રહી, તો અન્ય મેટલ્સમાં પણ અડધા ટકાથી વધુની તેજી જોવા મળી હતી.
બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કોપર ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે છે. US રિફાઈન્ડ મેટલ પર નવા ટેરિફ લગાવે તેવા ડરથી કોપરની કિંમતો વધી. LME પર એલ્યુમિનિયમમાં 3 વર્ષના ઉપલા સ્તરે કારોબાર પહોંચ્યો. મોટા ઉત્પાદકો તરફથી ઓછી સપ્લાઈની ચિંતાએ એલ્યુમિનિયમને સપોર્ટ મળ્યો.
ઇરાન પર ટ્રમ્પના વિવાદિત નિવેદન બાદ ક્રૂડ ઓઈલમાં ઉછાળો આવતા ભાવ 12 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતા દેખાયા, જ્યાં બ્રેન્ટમાં 65 ડૉલરને પાર કિંમતો પહોંચી, તો સ્થાનિક બજારમાં 60 ડૉલરને પાર કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ વધીને 306ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
ખાદ્ય તેલના ઇમ્પોર્ટમાં છેલ્લા 2 મહિનામાં ઘટાડો નોંધાયો છે, વધુ ક્રશિંગ, સ્થાનિક ઉપલબ્ધતાના અને કિંમતોમાં ઉછાળાના કારણે ઇમ્પોર્ટ પર અસર જોવા મળી છે.
B V મહેતાનું કહેવુ છે કે છેલ્લા 2 મહિનામાં ઇમ્પોર્ટમાં ઘટાડો થયો છે. વધુ ક્રશિંગ અને સ્થાનિક ઉપલબ્ધતાના કારણે ઇમ્પોર્ટ પર અસર છે. પામ ઓઈલના ઇમોર્ટમાં પણ ઘટાડો નોંધાયો છે. ઠંડીમાં સોયા અથવા સનફ્લાવર ઓઈલનો ઉપયોગ વધુ હોય છે. નોર્થ ભારતમાં ઠંડીના કારણે પામ ઓઈલ જામી જતા ઇમ્પોર્ટ ઓછો છે. ખાદ્યતેલની કિંમતોમાં ઉછાળાના કારણે પણ ડિમાન્ડ ઘટી. ગત વર્ષ કરતા ખાદ્ય તેલના સ્ટોકમાં પણ ઘટાડો નોંધાયો છે. હવે રવિના પાકની આવક પર ખાદ્યતેલનો ઇમ્પોર્ટ આધારીત છે. આ વર્ષે 160 લાખ ટનની આસપાસ ઇમ્પોર્ટ રહેવાની ધારણા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.