કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, બેઝ મેટલ્સમાં વેચવાલી સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, બેઝ મેટલ્સમાં વેચવાલી સાથે કારોબાર

ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ 105 ડૉલરની પાસે પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ દબાણ રહ્યું, અહીં સાઉદી અરબ તરફથી જલ્દી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનની કેપેસિટી 50 ટકા શરૂ કરવાના રિપોર્ટ બાદ બજારમાં સપ્લાઈ સામાન્ય થવાની આશાએ કિંમતોમાં વેચવાલી જોવા મળી રહી છે.

અપડેટેડ 11:50:07 AM Sep 17, 2026 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 279ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા નબળો થઈ 95.96 પ્રતિ ડૉલરની સામે 95.99 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, 27 જુલાઈ બાદ પહેલીવાર ડૉલરનો ભાવ 96ને પાર પહોંચ્યો, ઉલ્લેખનિય છે કે US ફેડ દ્વારા વ્યાજ દર વધતા ડૉલર ઇન્ડેક્સમાં 100 ડૉલરને પારના સ્તર જોવા મળ્યા હતા.

USમાં વધ્યા વ્યાજ દર

US ફેડએ વ્યાજ દર 0.25 ટકા વધાર્યા. USમાં વ્યાજ દરની રેન્જ 3.75%-4% પહોંચી. જુલાઈ 2023 બાદ પહેલીવાર દર વધ્યા. તમામ 12 સદસ્યો દર વધારવાના પક્ષમાં છે. આ વર્ષે વધુ એક વધારાના સંકેતો છે.


ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ 105 ડૉલરની પાસે પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ દબાણ રહ્યું, અહીં સાઉદી અરબ તરફથી જલ્દી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનની કેપેસિટી 50 ટકા શરૂ કરવાના રિપોર્ટ બાદ બજારમાં સપ્લાઈ સામાન્ય થવાની આશાએ કિંમતોમાં વેચવાલી જોવા મળી રહી છે.

સપ્લાઈની ચિંતા ઓછી થતા કિંમતોમાં ઉપલા સ્તરેથી વેચવાલી. સાઉદી ઈસ્ટ-વ્સેટ પાઈપલાઈન ફરી શરૂ કરશે. સાઉદી અરેબિયા US લશ્કરની મદદથી હોર્મુઝ થઈને વધુ ક્રૂડનું પરિવહન કરશે. ગત સપ્તાહે US ક્રૂડ ઈન્વેન્ટરીમાં 0.64 મિલિયન બેરલનો ઘટાડો થયો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 279ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતીના કારણે અને US ફેડ દ્વારા વ્યાજ દર વધતા સોનામાં દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં ભાવ અડધા ટકાથી વધુ ઘટીને 1 લાખ 51 હજારની પાસે પહોંચ્યા, જ્યારે COMEX પર 4300 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો હતો.

સોનાને પગલે ચાંદીમાં પણ વેચવાલી આવતા સ્થાનિક બજારમાં ચાંદી અડધા ટકાથી વધુ ઘટીને 2 લાખ 32 હજારની પાસે પહોંચી, જોકે વૈશ્વિક બજારમાં ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. અહીં, બેઝ મેટલ્સમાં આવેલી વેચવાલીના કારણે પણ દબાણ જોવા મળ્યું હતું.

US ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારાના કારણે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતી રહી, જેના કારણે વૈશ્વિક બજારમાં કોપર અને નિકલમાં નરમાશ યથાવત્ રહી, આ સાથે જ અમેરિકાના હાઉસમાં રશિયાનું ઓઈલ ખરીદનાર દેશો સાથે જોડાએલ બિલ પાસ થયું, એટલે હવે ટ્રમ્પને 100 ટકા ટેરિફ લગાવવાનો અધિકાર મળશે, જેથી ભારત અને ચીન પર 100 ટકા ટેરિફ લાગવાનો ડર બની રહ્યો છે, જેની અસર પણ મેટલ્સની કિંમતો પર જોવા મળી હતી.

આજે સોફ્ટ કૉમોડિટી પર ફોકસ, રૉ-શુગરના ભાવ ઘટી 18 સેન્ટ પ્રતિ ગાંસડીની નીચે, 16 મહિનાના નીચલા સ્તર બન્યા, ક્રૂડ ઓઈલની કિંમતો ઘટતા અને ફિઝીકલ માગ નબળી પડતા કિંમતો ઘટી.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 17, 2026 11:50 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.