શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 93.91 પ્રતિ ડૉલરની સામે 93.81 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 93.91 પ્રતિ ડૉલરની સામે 93.81 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં સોનામાં મજબૂત આવતા કિંમતો 1200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 1 લાખ 43 હજારના સ્તરે પાર પહોંચતી દેખાઈ, જ્યારે COMEX પર દોઢ ટકા જેટલી તેજી સાથે 4100 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે USના નોન ફાર્મ પેરોલના આંકડા અનુમાન કરતા મજબૂત આવ્યા હોવાથી અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાશથી સોનાની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
સોનાને પગલે ચાંદીમાં પણ ખરીદદારી આવતા સ્થાનિક બજારમાં ભાવ 3000 રૂપિયા પ્રતિ કિલો વધી, દોઢ ટકાથી વધુ વધીને 1 લાખ 88 હજારને પાર પહોંચ્યા, જ્યારે વૈશ્વિક બજારમાં અઢી ટકા જેટલી તેજી સાથે 53 ડૉલરને પાર કારોબાર નોંધાયો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સની ચમક વધી, એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર નોંધાયો, અહીં USના મોંઘવારીના આંકડા પહેલા વૈશ્વિક બજારમાં પણ બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.
ક્રૂડ ઓઈલમાં દબાણ યથાવત્ રહેતા બ્રેન્ટના ભાવ ઘટીને 98 ડૉલરની પાસે આવ્યા, તો NYMEX ક્રૂડમાં 91 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, અહીં ગત સપ્તાહે કિંમતો આશરે 13 ટકા જેટલી તૂટી હતી. ઈરાન પર વધુ હુમલાઓને મંજૂરી આપવાની શક્યતા ઘણી ઓછી હોવાના ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડમાં દબાણ જોવા મળી રહ્યું છે.
બ્રેન્ટમાં દબાણ યથાવત્, ભાવ $98/bblની પાસે છે. ગત સપ્તાહે કિંમતો આશરે 13 ટકા તૂટતી જોવા મળી. એપ્રિલ 2020 પછીનું સૌથી મોટું સાપ્તાહિક નુકસાન જોયું. ટ્રમ્પે કહ્યું ઈરાન પર વધુ હુમલાઓ નહીં થાય. ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઈલમાં દબાણ છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સામાન્ય ઘટાડા સાથે 284ના સ્તરની પાસે જોવા મળી હતી.
સોફ્ટ કૉમોડિટી પર ફોકસ, ચોખાના ભાવ અઢી વર્ષના ઉપલા સ્તરે, એશિયાના મુખ્ય નિકાસકાર દેશોમાં પુરવઠાની તંગી અને ભારતમાં ઉત્પાદન ઘટતા કિંમતો પર અસર, તો પામ ઓઈલમાં 2 વર્ષમાં સાપ્તાહિક ધોરણે નોંધાયો સૌથી મોટો ઘટાડો થયો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.