શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા મજબૂત થઈ 88.28 પ્રતિ ડૉલરની સામે 88.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાજ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા મજબૂત થઈ 88.28 પ્રતિ ડૉલરની સામે 88.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાજ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે કારોબાર સ્થિર રહ્યો, જ્યાં COMEX પર ભાવ 3640 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 9 હજાર 300ની ઉપર કિંમતો પહોંચી જોવા મળી હતી. અહીં 17 સપ્ટેમ્બરે ફેડ દ્વારા 25 bpsના કાપની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, હવે બજારની નજર USના રિટેલ સેલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા પર છે.
સોનામાં કારોબારની કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે સ્થિર છે. ગત સપ્તાહે COMEX પર 3650 ડૉલરના સ્તર જોયા હતા. US ફેડની બેઠક પહેલા નફાવસુલી જોવા મળી. USના રિટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા પર નજર રહેશે. US-ચાઈના વચ્ચેની વાતચીત પર પણ બજારની નજર રહેશે.
ચાંદીમાં વધારે તેજી આવતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 42 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 28 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં સપ્લાઈની ચિંતા સામે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
ચાંદીમાં કારોબારની કિંમતો વધીને 14 વર્ષના ઉપલા સ્તરે પહોંચી. સપ્ટેમ્બરમાં USમાં 25 bpsના ઘટાડાની આશા. ઓગસ્ટમાં US કન્ઝ્યુમ પ્રાઈસ ઇન્ડેક્સ 0.4% વધ્યો. 2021 બાદથી US જોબલેસ ક્લેઇમ સૌથી વધારે છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. વાર્ષિક ઉત્પાદનના આશરે 50% જેટલી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ મળી. ઉત્પાદનમાં ઘટાડો અને ઇન્વેન્ટરીમાં દબાણથી અસર છે. ગોલ્ડ-સિલ્વર રેશિયો ફેવરેબલ લાગી રહ્યો છે. સેન્ટ્લ બેન્ક તરફથી ચાંદીની ખરીદી વધી. 2011માં ઓલ ટાઈમ હાઈ 49.50 ડૉલર પ્રતિ ઔંસના જોયા. હાલ વૈશ્વિક બજારમાં ભાવ 42.20 પ્રતિ ઔંસની પાસે છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં ખરીદદારી જોવા મળી, જ્યાં સૌથી વધુ મજબૂતી ઝિંકમાં દેખાઈ હતી. અહીં પણ ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીના કારણે બેઝ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં પણ પોઝિટીવ કારોબાર રહ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 67 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 63 ડૉલરની ઉપર કારોબાર થતો દેખાયો હતો, અહીં ગત સપ્તાહે કિંમતોમાં આશરે 2.3%ની તેજી જોવા મળી હતી..રશિયા-યુક્રેન વચ્ચે તણાવની સ્થિતી વધતા કિંમતોમાં ઉછાળો નોંધાયો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાથી વધુની તેજી સાથે 262ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, એગ્રી કૉમોડિમાં શુગર પર ફોકસ રહેશે. કિંમતો ઉપલા સ્તરેથી તૂટી છે. મેક્સિકોથી તથા US એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો, તો બીજી તરફ સોયાબીન ફ્યૂચર્સમાં 9 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર કરી રહ્યા છે, USમાં ઉત્પાદન ઘટવાની આશંકાએ કિંમતોમાં તેજી.
શુગરમાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. 2025-26માં US શુગર સપ્લાઈમાં ઘટાડાની આશંકા છે. મેક્સિકોથી USમાં નિકાસ 184,000 ટન ઘટવાનો અંદાજ છે.
સોયાબીનમાં કારોબારની વાત કરીએ તો ફ્યૂચર્સમાં ભાવ વધીને 9 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યા. અમેરિકામાં 2025-26માં પાક ઓછો થવાની ધારણા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.