ગઈકાલે સોનામાં આવેલા ઘટાડા બાદ આજે રિકવરી આવતી જોવા મળી છે. આજે US મંથલી જોબ ઓપનિંગના આંકડા આવવાના છે તે પહેલા સોનામાં થોડી સ્થિરતા છે.
ગઈકાલે સોનામાં આવેલા ઘટાડા બાદ આજે રિકવરી આવતી જોવા મળી છે. આજે US મંથલી જોબ ઓપનિંગના આંકડા આવવાના છે તે પહેલા સોનામાં થોડી સ્થિરતા છે.
સોનામાં કારોબાર
ગઈકાલના ઘટાડા બાદ સોનામાં રિકવરી છે. ડોલર ઈન્ડેક્સમાં ઉછાળાથી ગઈકાલે સોનામાં ઘટાડો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે BRICSના દેશો પર ટેરિફની વાત કરી. USએ ચીન, મેક્સિકો અને કેનેડા પર ટેરિફ વધાર્યું.
ચાંદીમાં પણ રિકવરી છે. ચાંદીમાં ભાવ કોમેક્સ પર 31 ડોલરની નજીક છે. તો MCX પર 91 હજારને પાર નીકળ્યા છે.
આજે બેઝ મેટલ્સમાં દબાણ છે. ગઈકાલના ઉછાળા બાદ આજે LME અને MCX બન્ને પર કોપરમાં દબાણ જોવા મળ્યું છે. તો ઝિંકના ભાવ 3100ને પાર નીકળ્યા બાદ ફરી એમાં દબાણ આવતું જોવા મળ્યું છે. તો સાથે જ લેડ અને એલ્યુમિનિયમમાં દબાણ છે.. ડોલર ઈન્ડેક્સમાં આવેલા દબાણથી LME ખાસ દબાણ સર્જાયું હતું.
કોપરમાં કારોબાર
ગઈકાલના ઉછાળા બાદ આજે કોપરમાં ફરી દબાણ છે. ગઈકાલે 2 સપ્તાહના નીચલા સ્તરેથી રિકવરી આવી હતી. ડોલર ઈન્ડેક્સની તેજીને કારણે રિકવરી ટૂંકી રહી. ડિસેમ્બરમાં મહત્ત્વની 2 બેઠકમાં ચીન વધુ સ્ટિમ્યુલસ આપી શકે છે. વર્ષ દર વર્ષના આધાર પર Codelcoનું 2024માં ઉત્પાદન 0.5% વધી 1.331 mt છે.
ઝિંકમાં કારોબાર
ઝિંકના ભાવ $3100/ટનની નીચે આવ્યા. 2024માં 16% અને ગયા સપ્તાહે 5% નો વધારો આવ્યો. મજબૂત ડોલર ઈન્ડેક્સની અસર દેખાઈ. ઉત્પાદન ઓછું થવાથી અને વિક્ષેપો વધવાથી ભાવને ટેકો છે.
ગઈકાલે ક્રૂડમાં ઘટાડા આવ્યા બાદ આજે થોડી તેજી સાથેનો કારોબાર છે.. બ્રેન્ટ જોકે આજે 72 ડોલરની નીચે છે. તો WTIમાં પણ પોઝિટિવીટી છે. જોકે મોટે ભાગના ટ્રેડર્સનું 2025માં ક્રૂડ સરપ્લસમાં રહે એવું અનુમાન છે જેના કારણે મર્યાદિત રેન્જમાં કારોબાર રહી શકે છે.
ક્રૂડમાં કારોબાર
ડિસેમ્બર મહિનાની નરમાશ સાથે શરૂઆત થઈ. WTI અને બ્રેન્ટ ગયા સપ્તાહે 3% ઘટ્યા હતા. 2025માં ક્રૂડનું સરપ્લસ રહેવાનું મોટેભાગના ટ્રેડર્સનું અનુમાન છે. ચીનની ફેક્ટરી એક્ટિવિટી 5 મહિનામાં સૌથી ઝડપી વધી. ઈઝરાયેલા-લેબેનોન સિઝફાયર લાંબુ નહીં ટકે. OPEC અને સાથી દેશોની 5 ડિસેમ્બરે બેઠક છે.
નેચરલ ગેસમાં આજે વેચવાલી છે.
છેલ્લાં એક અઠવાડિયામાં ગુજરાતમાં ઠંડીનું જોર વધતા શિયાળું પાકની વાવણીએ જોર પકડ્યું છે. 2 ડિસેમ્બરે કૃષિ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ 21.44 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે અને એમાં જીરાની વાવણી દોઢ ગણી થઈ છે.
ઠંડીનું જોર વધતા ગુજરાતમાં રવિ પાકની વાવણીમાં વધારો થયો. ગયા સપ્તાહના 11.62 લાખ હેક્ટર સામે આ સપ્તાહે 21.44 લાખ હેક્ટરમાં વાવણી થઈ. ઘઉં, રાયડા, ચણાની વાવણીમાં વધારો થયો.
જીરાની વાવણીમાં નોંધપાત્ર વધારો થયો. ગયા સપ્તાહે 57,915 હેક્ટરમાં વાવણી હતી. આ સપ્તાહે 2,11,121હેક્ટરમાં વાવણી થઈ. સૌરાષ્ટ્રમાં જીરાની વાવણીમાં વધારો થયો. સૌરાષ્ટ્રમાં 1.34 લાખ હેક્ટરમાં જીરાની વાવણી. દ્વારકા, ગીર સોમનાથ પંઠકમાં જીરાની વાવણી વધી. માત્ર દેવભૂમી દ્વારાકામાં 79,200 હેક્ટરમાં વાવણી થઈ. ગયા સપ્તાહે 6000 હેક્ટરમાં વાવણી હતી. ગયા વર્ષની સરખાણીએ હજુ પણ વાવણી ઓછી થઈ. ગયા વર્ષે 3.76 લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી. છેલ્લાં 3 વર્ષથી સરેરાશ 3.81 લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.