કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરેથી મામુલી વેચવાલી, ક્રૂડ ઓઈલમાં દબાણ, બ્રેન્ટ $60ની પાસે | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરેથી મામુલી વેચવાલી, ક્રૂડ ઓઈલમાં દબાણ, બ્રેન્ટ $60ની પાસે

ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરેથી મામુલી વેચવાલી જોવા મળી, જોકે વૈશ્વિક બજારમાં ભાવ 80 ડૉલરની પાસે સ્થિર રહ્યા, તો સ્થાનિક બજારમાં 2 લાખ 58 હજારને પાર કારોબાર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 12:21:14 PM Jan 07, 2026 પર
Story continues below Advertisement
સોનામાં કારોબારની વાત કરીએ તો ભૌગોલિક તણાવ વધતા કિંમતો રેકોર્ડ સ્તરની પાસે પહોંચી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈ 90.17 પ્રતિ ડૉલરની સામે 90.18 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનામાં ભૌગોલિક તણાવ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો હતો, COMEX પર ભાવ ઉપલા સ્તરેથી ઘટ્યા, તેમ છતા 4475 ડૉલરની ઉપર સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 1 લાખ 38 હજારને પાર કારોબાર જોવા મળ્યો, જેમાં પણ ઉપલા સ્તરેથી મામુલી વેચવાલી દેખાઈ હતી.

સોનામાં કારોબારની વાત કરીએ તો ભૌગોલિક તણાવ વધતા કિંમતો રેકોર્ડ સ્તરની પાસે પહોંચી. US ફેડના અધિકારીઓમાં ફેરફારની સંભાવનાએ કિંમતો વધી. ફંડ્સ અને સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદદારીનો સપોર્ટ મળ્યો. 26 ડિસેમ્બર 2025એ કિંમતો $4,549/ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચી હતી.


ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરેથી મામુલી વેચવાલી જોવા મળી, જોકે વૈશ્વિક બજારમાં ભાવ 80 ડૉલરની પાસે સ્થિર રહ્યા, તો સ્થાનિક બજારમાં 2 લાખ 58 હજારને પાર કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં $83.62/ઔંસના રેકોર્ડ સ્તર બન્યા. વર્ષ 2020-2024 દરમિયાન કિંમતો $20-30/ઔંસ હતી. 2025માં 80 ડૉલરને પાર કારોબાર નોંધાયો. 2026માં કિંમતો 83 ડૉલરની ઉપર પહોંચતી દેખાઈ.

સિલ્વર હોલ્ડિંગમાં વધારો

સપ્લાઈ અને ડિમાન્ડ વચ્ચે અસંતુલન છે. ખાણકામમાં વર્ષોથી ઓછું રોકાણ છે. ઇન્વેન્ટરી ઘણા દાયકાના નીચલા સ્તરે છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડમાં વધારો થયો છે. મજબૂત ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કરી.

ચાંદીનો ઇન્ડસ્ટ્રીયલ વપરાશ

ફોટોવોલ્ટેઇક સેલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ તરફથી માગ છે. 2sq ft (square feet)ના સોલાર પેનલમાં 20 ગ્રામ ચાંદીનો ઉપયોગ થાય છે. સ્માર્ટફોનમાં 0.3 ગ્રામ ચાંદી હોય છે. ટીવી, ડેસ્કટોપ, લેપટોપમાં 1-2 ગ્રામ ચાંદી હોય છે. EV બેટરીમાં 25-50 ગ્રામ ચાંદી હોય છે. ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી વાર્ષિક 220 ટન ચાંદીનો ઉપયોગ કરે છે.

ચાંદી પર BofA

બીઓએફએ એ ચાંદી પર વૈશ્વિક બજારમાં ભાવ વધીને $135/ઔંસ સુધી પણ પહોંચી શકે છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સિવાય તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી, જ્યાં સૌથી સારી તેજી નિકલમાં રહી હતી..જોકે COMEX અને LME પર કોપરમાં રેકોર્ડ સ્તરે કારોબાર જોવા મળ્યો, તો નિકલના ભાવ 15 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા, અહીં ઇન્ડોનેશિયામાં ખાણ ઉત્પાદન પર પ્રતિબંધોના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો, જ્યારે એલ્યુમિનિયમમાં આશરે 3 વર્ષના ઉપલા સ્તરે કરોબાર જોવા મળ્યો હતો.

બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો COMEX પર કોપરની કિંમતો $6/lbને પાર છે. LME પર કોપરના ભાવ $13,225/t પર પહોંચ્યા. કોપર પર US ટેરિફ લગાવી શકે તેવા ડરથી કિંમતોને સપોર્ટ મળ્યો છે. નિકલની કિંમતો 15 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. નિકલના ભાવ $18,000/tને પાર પહોંચ્યા. ઇન્ડોનેશિયામાં ખાણ ઉત્પાદન પર પ્રતિબંધોથી નિકલમાં તેજી જોવા મળી. છેલ્લા 1 સપ્તાહમાં નિકલના ભાવ આશરે 10% વધ્યા. છેલ્લા 1 મહિનામાં નિકલના ભાવ 24% વધ્યા. એલ્યુમિનિયમની કિંમતો 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચી. એલ્યુમિનિયમાં $3,100/tને પાર કારોબાર નોંધાયો.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 07, 2026 12:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.