શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો કોઈ ફેરફાર વગર 90.20 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો કોઈ ફેરફાર વગર 90.20 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
નવા વર્ષમાં પણ સોનાની તેજી આગળ વધતા comex પર ભાવ 4407 ડૉલરને પાર પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં આશરે 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતો વધીને 1 લાખ 37 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં ભૌગોલિક તણાવ, US વ્યાજ દરમાં કાપ, સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદીનો સપોર્ટ મળી રહ્યો છે.
2026ની શરૂઆત સોના માટે સારી
વૈશ્વિક બજારમાં ભાવ 4350 ડૉલરને પાર પહોંચતા દેખાયા. આજે COMEX પર 4400 ડૉલરે પાર કારોબાર છે. 2025માં કિંમતો 65% જેટલી વધી. ભૌગોલિક તણાવ, US વ્યાજ દરમાં કાપ, સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદીનો સપોર્ટ છે.
ચાંદીમાં સોના કરતા વધારે તેજી આવતા સ્થાનિક બજારમાં આશરે અઢી ટકાથી વધુની તેજી સાથે 2 લાખ 43 હજારને પાર કારોબાર નોંધાયો, તો વૈશ્વિક બજારમાં સાડા 3 ટકાથી વધુની ખરીદદારી સાથે 75 ડૉલરને પાર કિંમતો પહોંચતી દેખાઈ હતી. અહીં ઓછી ઇન્વેન્ટરી સામે વધતી ઇન્ડસ્ટ્રીયલ અને રોકાણની માગનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.
ચાંદી માટે 2026ની શરૂઆત સારી
2025માં કિંમતો 150 ટકા જેટલી વધી. USએ ચાંદીને ક્રિટીકલ મિનરલ્સ લિસ્ટમાં મુક્યું. ઓછી ઇન્વેન્ટરી વધતી ઇન્ડસ્ટ્રીયલ અને રોકાણની માગનો સપોર્ટ છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં ઝિંક સહિત તમામ મેટલ્સમાં સારી તેજી જોવા મળી, જ્યાં નિકલ અને કોપરમાં આશરે 1 ટકાથી વધુની તેજી રહી, તો બાકી મેટલ્સમાં પણ અડધા ટકાથી વધુની ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે 2025માં કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચતી દેખાઈ હતી.
વેનેઝુએલા પર હુમલાના સમાચાર બાદ ક્રૂડ ઓઈલમાં વેચવાલી સાથે બ્રેન્ટના ભાવ 60 ડૉલરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં પણ પા ટકાથી વધુની વેચવાલી જોવા મળી, અહીં વેનેઝુએલા પર US દ્વારા લગાવામાં આવેલ પ્રતિબંધો હટી શકે તેવી આશંકાએ કિંમતો પર દબાણ બન્યું, જ્યાં હવે US કંપનીઓ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ફરી શરૂ કરવામાં મદદ કરતી જોવા મળશે. ઉલ્લેખનિય છે કે 2025માં ક્રૂડમાં 5 વર્ષમાં સૌથી મોટો વાર્ષિક ઘટાડો નોંધાયો છે.
ક્રૂડ માટે 2026 સારૂ?
ફ્યૂચર્સમાં પોઝિટીવ શરૂઆત થઈ. 2025માં ક્રૂડમાં 5 વર્ષમાં સૌથી મોટો વાર્ષિક ઘટાડો નોંધાયો. તેલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2 ટકાથી વધુ ઘટીને 313ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
એગ્રી કૉમોડિટી તરફથી મિશ્ર સંકેતો, મસાલા પેકમાં ધાણામાં મામુલી ખરીદી, પણ ગુવાર પેકમાં વેચવાલી, એરંડા અને કપાસિયા ખોળમાં પણ દબાણ જોવા મળ્યુ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.