શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 14 પૈસા નબળો થઈ 95.11 પ્રતિ ડૉલરની સામે 95.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ક્રૂડ ઓઈલ અને બૉન્ડ યીલ્ડમાં ઉછાળાની અસર કરન્સી બજાર પર જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 14 પૈસા નબળો થઈ 95.11 પ્રતિ ડૉલરની સામે 95.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ક્રૂડ ઓઈલ અને બૉન્ડ યીલ્ડમાં ઉછાળાની અસર કરન્સી બજાર પર જોવા મળી રહી છે.
બોન્ડ બજારની સ્થિતિ
US ટ્રેઝરી આજે લાંબી તારીખના ડેટ ખરીદશે. $6 બિલિયનના લોન્ગર ડેટેડ ડેટ ખરીદશે. ગયા મહિને કરેલી $2 બિલિયનની જાહેરાતની સામે 3 ગણા છે. બેસેન્ટે બાયબેકની ઝડપ બણી કરવાની વાત કરી હતી.
બોન્ડ યીલ્ડમાં તેજી
US 10 વર્ષની યીલ્ડ 4.85% પર પહોંચી. નવેમ્બર 2023 બાદ સૌથી ઉપલા સ્તરે યીલ્ડ છે. US 30 વર્ષની યીલ્ડ ફરી 5.3% પર પહોંચી.
ક્રૂડ ઓઈલની કિંમતો વઘતા બ્રેન્ટના ભાવ 100 ડૉલરને પાર પહોંચતા જોવા મળ્યા, તો NYMEX ક્રૂડમાં 96 ડૉલરની પાસે કિંમતો જોવા મળી હતી..અહીં બ્રેન્ટની કિંમતો મે 2026 બાદથી સૌથી ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ, ઉલ્લેખનિય છે કે US-ઈરાન વચ્ચે સતત વધતા તણાવના કારણે સપ્લાય ઘટવાની આશંકાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકા જેટલી વેચવાલી સાથે ભાવ 266ના સ્તરની પાસે પહોંચતા દેખાયા હતા.
સ્થાનિક બજારમાં સોનામાં રેન્જબાઉન્ડ કારોબાર રહેતા ભાવ 1 લાખ 53 હજારની પાસે રહ્યા, જ્યારે COMEX પર કિંમતો વધીને ફરી 4400 ડૉલરને પાર પહોંચતી દેખાઈ, ઉલ્લેખનિય છે કે, અમેરિકા 6 અબજ ડોલર સુધીનું લાંબા ગાળાનું દેવું પાછું ખરીદવાની યોજના ધરાવે છે, જેથી વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોમાં સારી ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો.
સ્થાનિક બજારમાં સોનાને પગલે ચાંદીમાં પણ વેચવાલી રહી, જ્યાં કિંમતો 2 લાખ 42 હજારની પાસે આવી, જોકે વૈશ્વિક બજારમાં સામાન્ય ખરીદદારી સાથે 67 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો હતો.
બેઝ મેટલ્સમાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, તો વૈશ્વિક બજારમાં પણ કોપરની કિંમતોમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, એક તરફ US દ્વારા ટેરિફને લઈ અનિશ્ચિતતા, બીજી તરફ ગ્લોબલ સપ્લાઈ ઘટવાનો ડર અને આ બધાની વચ્ચે ચાઈનામાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધવાની આશાએ કોપરની કિંમતોમાં વોલેટાઈલ કારોબાર જોયો, જોકે ઝિંકમાં LME પર કિંમતો હજૂપણ રેકોર્ડ સ્તરે જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટી પર ફોકસ, ગઈકાલના ઉછાળા બાદ આજે ઘઉંની કિંમતો ઉપલા સ્તરેથી ઘટી, પણ શુગરની મિઠાશ યથાવત્, શુગરના ભાવ આશરે 1 ટકા જેટલા વધ્યા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.