કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક વધી, ક્રૂડ ઓઈલમાં વેચવાલી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક વધી, ક્રૂડ ઓઈલમાં વેચવાલી

ક્રૂડ ઓઈલમાં ઘટાડો આવતા ભાવ 2 સપ્તાહનાનીચલા સ્તરની પાસે પહોંચ્યા, જ્યાં બ્રેન્ટમાં 61 ડૉલરની પાસે કિંમતો પહોંચી, તો NYMEX ક્રૂડમાં 57 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

અપડેટેડ 01:47:47 PM Dec 15, 2025 પર
Story continues below Advertisement
સોનામાં કારોબારની વાત કરીએ તો રાતોરાત કિંમતો વધીને 4300 ડૉલરને પાર પહોંચી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા નબળો થઈ 90.42 પ્રતિ ડૉલરની સામે 90.55 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં 90.73ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનાની ચમક વધતા comex પર ભાવ 4300 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 1 લાખ 34 હજારને પાર કારોબાર નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબરમાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 4381 ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચી હતી.

સોનામાં કારોબારની વાત કરીએ તો રાતોરાત કિંમતો વધીને 4300 ડૉલરને પાર પહોંચી. ઓક્ટોબરમાં 4381 ડૉલરના રેકોર્ડ સ્તરે કારોબાર જોવા મળ્યો હતો. ભારતમાં કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરની નજીક છે.


ચાંદીની કિંમતોમાં પણ ઉછાળા સાથે વૈશ્વિક બજારમાં ભાવ 62 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 95 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો... ઉલ્લેખનિય છે કે શુક્રવારના દિવસે ચાંદીમાં 2 લાખના સ્તર પણ જોવા મળ્યા હતા..ત્યાર બાદ ઉપલા સ્તરેથી મામુલી નફાવસુલી જોવા મળી રહી છે.

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો શુક્રવારે સ્થાનિક બજારમાં ભાવ 2 લાખને પાર પહોંચ્યા હતા. ઉપલા સ્તરેથી મામુલી નફાવસુલી જોવા મળી. 2025માં હાલ સુધી કિંમતો 120% વધી. ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપ, ETF ઇનફ્લોના કારણે સપોર્ટ મળ્યો.

સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં ખરીદદારી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં કોપરના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા, તે સાથે જ 2025માં હાલ સુધી કોપરની કિંમતો આશરે 36% વધતી દેખાઈ, તો ઓછી ગ્લોબલ સપ્લાઈ સામે ડિમાન્ડ સુધરતા એલ્યુમિનિયમની કિંમતોમાં પણ ખરીદદારી જોવા મળી રહી છે.

કોપરમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને નવા ઉપલા સ્તરે પહોંચી. $11,800/tના રેકોર્ડ સ્તરની પાસે નોંધાયો કારોબાર. 2025માં હાલ સુધી કિંમતો આશરે 36% વધી.

ક્રૂડ ઓઈલમાં ઘટાડો આવતા ભાવ 2 સપ્તાહનાનીચલા સ્તરની પાસે પહોંચ્યા, જ્યાં બ્રેન્ટમાં 61 ડૉલરની પાસે કિંમતો પહોંચી, તો NYMEX ક્રૂડમાં 57 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો હતો..અહીં હાલના ઓવરસપ્લાઈની ચિંતા આવતા વર્ષે પણ યથાવત્ રહેવાની આશંકાએ કિંમતો પર દબાણ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે OPEC+ અને અમેરિકા તરફથી ઓઈલનું આઉટપુટ વધી રહ્યું છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકાથી વધુ વધીને 381ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 15, 2025 1:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.