કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તોફાની તેજી, ક્રૂડમાં 4 મહિનાના ઉપલા સ્તરે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તોફાની તેજી, ક્રૂડમાં 4 મહિનાના ઉપલા સ્તરે કારોબાર

સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, અહીં સ્થાનિક બજારમાં કિંમતો આશરે 7 ટકાથી વધુ વધીને 1 લાખ 77 હજેરને પાર પહોંચી, તો COMEX પર રેકોર્ડ 5600 ડૉલર સુધીના સ્તર પણ બન્યા હતા, US ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપ ન થતા અને આગળ પણ કોઈ કાપના સંકેતો ન મળતા અહીં સેફ હેવન ડિમાન્ડ વધવાના કારણે સપોર્ટ મળી રહ્યો છે.

અપડેટેડ 01:58:10 PM Jan 29, 2026 પર
Story continues below Advertisement
બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો કોપરની કિંમતો આશરે 2 ટકા વધી. વૈશ્વિક બજારમાં કોપરમાં ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે કારોબાર થયો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 21 પૈસા નબળો થઈને 91.78 પ્રતિ ડૉલરની સામે 91.99 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે મોટા પાયે કેપિટલ આઉફ્લો, US ટ્રેડ ડીલને લઈ અનિશ્ચિતતા, US ફેડ તરફથી સ્થિર વ્યાજ દર અને ભૌગોલિક તણાવ વધવાના કારણે રૂપિયા પર દબાણ બની રહ્યું છે.

કરન્સી બજારમાં કારોબારની વાત કરીએ તો ડૉલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે ખૂલ્યો. ડૉલર સામે રૂપિયો 21 પૈસા નબળો થઈને ખૂલ્યો. મોટા પાયે કેપિટલ આઉટ ફ્લોના કારણે રૂપિયા પર દબાણ રહ્યા. US ફેડ દ્વારા વ્યાજ દર સ્થિર રહેતા ડૉલરને સપોર્ટ મળ્યો.

સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, અહીં સ્થાનિક બજારમાં કિંમતો આશરે 7 ટકાથી વધુ વધીને 1 લાખ 77 હજેરને પાર પહોંચી, તો COMEX પર રેકોર્ડ 5600 ડૉલર સુધીના સ્તર પણ બન્યા હતા, US ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપ ન થતા અને આગળ પણ કોઈ કાપના સંકેતો ન મળતા અહીં સેફ હેવન ડિમાન્ડ વધવાના કારણે સપોર્ટ મળી રહ્યો છે.


પ્રિશિયસ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો COMEX પર સોનાએ 5600 ડૉલરના સ્તર બનાવ્યા. સ્થાનિક બજારમાં સોનામાં 7 ટકાથી વધુની તેજી જોઈ. MCX પર સોનાનો ભાવ 1 લાખ 77 હજારને પાર પહોંચ્યો. વૈશ્વિક બજારમાં ચાંદીએ 119 ડૉલરના નવા રેકોર્ડ બનાવ્યા. જાન્યુઆરીમાં હાલ સુધી ચાંદીની કિંમતો 60 ટકા જેટલી વધી. MCX પર પહેલીવાર ચાંદીની કિંમતો 4 લાખને પાર પહોંચી. MCX પર ચાંદીમાં સાડા 4 ટકાથી વધુની ખરીદદારી જોવા મળી.

સોના-ચાંદીમાં તેજીના કારણો

ભૌગોલિક તણાવ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદદારી વધી રહી છે. ડી-ડોલરાઇઝેશનના કારણે માગ વધી રહી છે. ફેડ તરફથી વ્યાજ દર સ્થિર રહ્યા.

ચાંદીમાં પણ ખરીદદારી આગળ વધતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 117 ડૉલરની ઉપર સ્થિર છે, અહીં 119 ડૉલર સુધીના સ્તર પણ જોવા મળ્યા હતા, તો સ્થાનિક બજારમાં પહેલીવાર 4 લાખને પાર કિંમતો પહોંચતી જોવા મળી હતી. સેફ હેવન ખરીદદારીના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

એક તરફ પ્રિશિયસ મેટલ્સ જ્યાં ડર અને ચિંતામાં વધી રહ્યા છે, ત્યાં બીજી તરફ બેઝ મેટલ્સમાં યુટીલિટીના કારણે તેજી બની રહી છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં સારી તેજી જોવા મળી, જ્યાં નિકલમાં આશરે 2 ટકાનો વધારો નોંધાયો, તો કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકમાં પણ સારી ખરીદદારી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે AI અને ગ્રીન એનર્જી તરફ જે વૈશ્વિક પરિવર્તન જોઈ રહ્યા છે, તેને જોતા અહીં ડિમાન્ડ વધી રહી છે.

બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો કોપરની કિંમતો આશરે 2 ટકા વધી. વૈશ્વિક બજારમાં કોપરમાં ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે કારોબાર થયો. એપ્રિલ 2022 બાદથી એલ્યુમિનિયમની કિંમતો સૌથી વધારે વધી. ઝિંકના ભાવ વધીને આશરે 3 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચ્યા.

ક્રૂડ ઓઈલમાં પણ ખરીદદારી આગળ વધતા બ્રેન્ટના ભાવ 4 મહિનાના ઉપલા સ્તરે એક ટકાથી વધુના ઉછાળા સાથે 69 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં પણ 64 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો. અહીં પણ USમાં બર્ફીલા તોફાનના કારણે અને પુરવઠો વધારવાની અગાઉની યોજનાઓ હોવા છતાં, મુખ્ય OPEC+ સભ્યોએ 4 જાન્યુઆરીએ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી ઉત્પાદન સ્થિર રાખવાનો નિર્ણય લીધો, જેની અસર કિંમતો પર દેખાઈ રહી છે.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો બ્રેન્ટના ભાવ વધીને 4 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા. બ્રેન્ટમાં 69 ડૉલરને પાર કારોબાર થઈ રહ્યો છે. NYMEX ક્રૂડમાં પણ 64 ડૉલરને પાર કારોબાર થઈ રહ્યો છે. USમાં બર્ફીલા તોફાનથી ઉત્પાદન પર અસર થઈ. અમેરિકામાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન દરરોજ લગભગ 20 લાખ બેરલ ઘટ્યું. OPEC+ સભ્યોએ ઉત્પાદન સ્થિર રાખવાનો નિર્ણય લીધો. અનુમાન કરતા સારી વૈશ્વિક માગના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2 ટકાથી વધુ વધીને 352ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી. નેચરલ ગેસમાં કારોબારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં કિંમતો આશરે 2 ટકા વધી. USમાં બર્ફીલા તોફાનના કારણે માગ વધી.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 29, 2026 1:58 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.