કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નવા રેકોર્ડ સ્તરે કારોબાર, નબળા ડૉલરથી મેટલ્સમાં ખરીદદારી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નવા રેકોર્ડ સ્તરે કારોબાર, નબળા ડૉલરથી મેટલ્સમાં ખરીદદારી

ચાંદીમાં તોફાની તેજી આગળ વધતા અહીં સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં આશરે 3 ટકાથી વધુની ખરીદદારી સાથે નવા રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો, જ્યાં વૈશ્વિક બજારમાં 92 ડૉલરને પાર કિંમતો પહોંચી, તો સ્થાનિક બજારમાં પહેલીવાર 3 લાખ પ્રતિ કિલો કિંમતો પહોંચતી દેખાઈ હતી.

અપડેટેડ 11:58:54 AM Jan 19, 2026 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 9 ટકાની તેજી આવતા કિંમતો 305ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 17 પૈસા મજબૂત થઈ 90.87 પ્રતિ ડૉલરની સામે 90.70 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ફેડ ચેરમેનને લઈ અનિશ્ચિતતાએ સોનામાં ફરી રેકોર્ડ સ્તર બન્યા, જ્યાં COMEX પર ભાવ 4660 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 44 હજારને પાર આશરે દોઢ ટકા જેટલી તેજી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે 1લી ફેબ્રુઆરીથી ટ્રમ્પ યુરોપિયન દેશો પર 10 ટકા ટેરિફ લગાવશે તેવી જાહેરાત બાદ ભૌગોલિક તણાવ વધ્યો હોવાથી સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ પણ મળી રહ્યો છે.

ચાંદીમાં તોફાની તેજી આગળ વધતા અહીં સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં આશરે 3 ટકાથી વધુની ખરીદદારી સાથે નવા રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો, જ્યાં વૈશ્વિક બજારમાં 92 ડૉલરને પાર કિંમતો પહોંચી, તો સ્થાનિક બજારમાં પહેલીવાર 3 લાખ પ્રતિ કિલો કિંમતો પહોંચતી દેખાઈ હતી.


ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીનો સપોર્ટ મળતા બેઝ મેટલ્સની ચમક વધી, શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નિકલ સહિત તમામ મેટલ્સમાં તેજી રહી, જ્યાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સના ભાવ આશરે અડધા ટકાથી વધુ વધ્યા હતા.

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ક્રૂડ ઓઈલમાં સ્થિર કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 64 ડૉલરની પાસે રહ્યા, તો NYMEX ક્રૂડમાં 59 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ટ્રમ્પે યુરોપિયન અમુક દેશો પર 1લી ફેબ્રુઆરીથી 10 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપતા ઇરાનની સપ્લાઈને લઈ ચિંતા વધવાના કારણે કિંમતો પર અસર જોવા મળી.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો ગ્રીનલેન્ડ પર ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ક્રૂડની કિંમતો સ્થિર છે. બ્રેન્ટમાં 64 ડૉલરની પાસે કારોબાર કરી રહ્યા છે. NYMEX ક્રૂડમાં પણ મામુલી ખરીદદારી જોવા મળી. યુરોપિયન અમુક દેશો પર 1લી ફેબ્રુઆરીથી ટ્રમ્પ 10% ટેરિફ લગાવી શકે છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 9 ટકાની તેજી આવતા કિંમતો 305ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

એગ્રી કૉમોડિટી પર ફોકસ, ગુવાર પેકમાં સૌથી સારી ખરીદદારી, ગુવાર સીડ આશરે 3 ટકા ઉપર, તો મસાલા પેકમાં પણ તેજી, પણ એરંડામાં દબાણ જોવા મળી રહ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2026 11:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.