કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં દબાણ સાથેનો કારોબાર, ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $97ને પાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં દબાણ સાથેનો કારોબાર, ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $97ને પાર

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ ઘટીને 277ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

અપડેટેડ 01:08:04 PM Sep 07, 2026 પર
Story continues below Advertisement
બ્રેન્ટના ભાવ 97 ડૉલરને પાર પહોંચ્યા. ગત સપ્તાહે કિંમતો આશરે 9 ટકા જેટલી વધી હતી. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 94.49 પ્રતિ ડૉલરની સામે 94.39 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં ખરીદદારી આગળ વધતા બ્રેન્ટના ભાવ 97 ડૉલરને પાર પહોંચ્યા, અહીં ગત સપ્તાહે કિંમતોમાં આશરે 9 ટકા જેટલી તેજી નોંધાઈ હતી, US અને ઈરાન વચ્ચે તણાવ વધતા ફરી લાંબાગાળા માટે સપ્લાઈની ચિંતાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. આ સાથે જ અમેરિકામાં ડિસ્ટિલેટનો સ્ટોક 5-વર્ષની સરેરાશ કરતાં 14% ઓછો રહેવાથી પણ કિંમતોમાં મજબૂતી દેખાઈ રહી છે.

ક્રૂડ ઓઈલમાં કારોબાર


બ્રેન્ટના ભાવ 97 ડૉલરને પાર પહોંચ્યા. ગત સપ્તાહે કિંમતો આશરે 9 ટકા જેટલી વધી હતી. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા. USએ સપ્તાહના અંતે ઈરાનના ૩ ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા. ઈરાને US નેવીના યુદ્ધ જહાજો પર બેલિસ્ટિક મિસાઈલ હુમલા કર્યા. અમેરિકામાં ડિસ્ટિલેટનો સ્ટોક 5-વર્ષની સરેરાશ કરતાં 14% ઓછો છે. રશિયાની રિફાઇનિંગ ક્ષમતામાં વિક્ષેપથી કિંમતો પર અસર પડી.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ ઘટીને 277ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમતોમાં નરમાશ રહી જ્યાં ભાવ 1 લાખ 52 હજારની પાસે જોવા મળ્યા હતા, તો COMEX પર અડધા ટકાથી વધુની વેચવાલી સાથે કિંમતો 4400 ડૉલરની પાસે આવતી દેખાઈ હતી, ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટના મજબૂત JOBS DATAથી વ્યાજ દરો વધવાની આશંકા વધી હોવાથી સોનાની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે.

પ્રિશિયસ મેટલ્સમાં કારોબાર

ઓગસ્ટમાં US જોબ આંકડા અનુમાન કરતા મજબૂત રહ્યા. સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારાની સંભાવના વધીને 60% થઈ. COMEX પર સોનું 4400 ડૉલરની પાસે છે. વૈશ્વિક બજારમાં ચાંદી 65 ડૉલરની પાસે આવી.

ચાંદીમાં પણ સોનાને પગલે વેચવાલી રહી, જ્યાં સ્થાનિક બજારમાં કિંમતો 2 લાખ 37 હજારની પાસે જોવા મળી હતી, જ્યારે વૈશ્વિક બજારમાં અડધા ટકાથી વધુની વેચવાલી સાથે ભાવ 65 ડૉલરની પાસે પહોંચતા દેખાયા હતા.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, પણ LME પર એલ્યુમિનિયમમાં 3 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર નોંધાયો, પશ્ચિમ એશિયામાં તણાવ વધતા સપ્લાઈની ચિંતાએ એલ્યુમિનિયમ સાથે કોપરની કિંમતોમાં મજબૂતી યથાવત્ રહેતી દેખાઈ હતી.

બેઝ મેટલ્સમાં કારોબાર

LME પર એલ્યુમિનિયમમાં 3 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર દેખાયો. ઈન્વેન્ટરી ઘટતા સપ્લાઈની ચિંતાએ એલ્યુમિનિયમને સપોર્ટ મળ્યો. LME પર એલ્યુમિનિયમનો સ્ટોક 36 વર્ષના નીચલા સ્તરની નજીક છે. કોપરમાં પણ સપ્લાઈની અછતની ચિંતાએ કિંમતોમાં તેજી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 07, 2026 1:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.