શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 23 પૈસા નબળો થઈ 85.50 પ્રતિ ડૉલરની સામે 85.73 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 23 પૈસા નબળો થઈ 85.50 પ્રતિ ડૉલરની સામે 85.73 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ટેરિફની કૉમોડિટી પર અસર
અપેક્ષા કરતાં વધુ US ટેરિફને પગલે બજાર જોખમ લેવાથી દૂર રહેશે. ટ્રમ્પે બધા દેશો પર 10% બેઝલાઇન ટેરિફ લગાવ્યા.
જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર અસર
ટેરિફથી જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થશે. આયાત જકાત છૂટક હીરા પર વર્તમાન 0% થી 20% થઈ શકે છે. સોનાના દાગીના પર 5.5-7% સુધી હોઈ શકે છે. અમેરિકા ભારતના સૌથી મોટા ઘરેણાં એક્સપોર્ટ બજારોમાંનું એક છે. અમેરિકામાં ભારતીય ઝવેરાતની નિકાસ દર વર્ષે $11 બિલિયનથી વધુ છે.
ટેરિફથી સોનામાં વધશે તેજી?
ગ્લોબલ ટ્રેડ વૉર વધવાની આશંકાએ સેફ હેવનનો સપોર્ટ છે. સ્થાનિક બજારમાં સોનું 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. બેન્ક ઑફ અમેરિકાએ સોના પર પોતાના લક્ષ્યાંક વધાર્યા. વૈશ્વિક બજારમાં કિંમતો 3500 ડૉલર સુધી પહોંચી શકે છે.
જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર અસર
ટેરિફથી જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થશે. આયાત જકાત છૂટક હીરા પર વર્તમાન 0% થી 20% થઈ શકે. સોનાના દાગીના પર 5.5-7% સુધી હોઈ શકે છે. અમેરિકા ભારતના સૌથી મોટા ઘરેણાં એક્સપોર્ટ બજારોમાંનું એક છે. અમેરિકામાં ભારતીય ઝવેરાતની નિકાસ દર વર્ષે $11 બિલિયનથી વધુ છે.
ટેરિફથી સોનામાં વધશે તેજી?
ગ્લોબલ ટ્રેડ વૉર વધવાની આશંકાએ સેફ હેવનનો સપોર્ટ છે. સ્થાનિક બજારમાં સોનું 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. બેન્ક ઑફ અમેરિકાએ સોના પર પોતાના લક્ષ્યાંક વધાર્યા. વૈશ્વિક બજારમાં કિંમતો 3500 ડૉલર સુધી પહોંચી શકે છે. આજે MCX પર રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો છે. જૂન વાયદો 91,423 રૂપિયા સુધી પહોંચતો જોવા મળ્યો. 1 એપ્રિલએ 91,400ના હાઈ બનાવ્યા હતા, તેની આગળ આજે ભાવ પહોંચ્યા છે. 2025માં હાલ સુધી 20 વખત રેકોર્ડ હાઈ બનાવ્યા છે. એટલે ગ્લોબલ ટેરિફ વૉરની ચિંતાએ સોનાની આ તેજી હજૂ પણ આગળ વધતી દેખાઈ શકે છે. અને ટેરિફની ઇમ્પેક્ટ ખાસ કરીને જે કંપનીઓ એક્સપોર્ટ કરે છે, સોનાન ઘરેણા કે ડાયમંડના તેમના પર આવતી દેખાશે.
ટેરિફની જાહેરાત બાદ સોનામાં રેકોર્ડ સ્તરની ઉપર કામકાજ જોવા મળ્યું હતું, જ્યાં COMEX પર ભાવ 3165 ડૉલરના સ્તર સુધી પહોંચ્યા હતા, જોકે ત્યાર બાદ હાલ વૈશ્વિક બજારમાં 3140 ડૉલરના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, પણ સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ રહેતું દેખાયું હતું. ઉલ્લેખનિય છે કે ટ્રમ્પ દ્વારા અનુમાન કરતા વધુ ટેરિફની જાહેરાતથી ગ્લોબલ ટ્રેડ વૉર શરૂ થવાનો ડર અને USમાં મોંઘવારી વધવાની આશંકાએ સોનાને સેફ હેવનનો સપોર્ટ મળી રહ્યો છે.
ઉપલા સ્તરેથી ચાંદીમાં મોટો ઘટાડો આવતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે 2 ટકા જેટલા તૂટીને 34 ડૉલરની નીચે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 1 ટકાથી વધુની વેચવાલી સાથે 1 લાખની નીચે કિંમતો પહોંચતી દેખાઈ હતી.
બેઝ મેટલ્સમાં શરૂઆતી કારોબાર સ્થાનિક બજાર માટે નેગેટીવ રહ્યો, જ્યાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી રહી. કોપર અને ઝિંકમાં આશરે 1 ટકાથી વધુનું દબાણ જોવા મળ્યું હતું.
નબળી એનર્જી ડિમાન્ડના કારણે ક્રૂડમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ 74 ડૉલરની પણ નીચે પહોંચ્યા, જ્યારે NYMEX ક્રૂડમાં 2 ટકાથી વધુના ઘટાડા સાથે 70 ડૉલરની પાસે કામકાજ જોવા મળ્યું હતું. અહીં USમાં ઇન્વેન્ટરી વધવા સામે માગ નબળી રહેવાની ધારણાએ કિંમતો પર અસર જોવા મળી, તો બજારની નજર હવે OPEC+ની બેઠક પર બનેલી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
3 સપ્તાહના નીચલા સ્તરેથી આવેલી રિકવરી પર બ્રેક લાગી. બ્રેન્ટના ભાવ 74 ડૉલરની પણ નીચે આવ્યા. NYMEX ક્રૂડમાં 70 ડૉલરની પાસે કારોબાર નોંધાયો. ઉપલા સ્તરેથી ક્રૂડના ભાવ 3 ટકા તૂટતા દેખાયા. નબળી એનર્જી ડિમાન્ડની ચિંતાએ કિંમતો ઘટી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 1 ટકાથી વધુ ઘટીને 343ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.