ડૉલરમાં મજબૂતીથી ઘટાડો આવ્યો. લિક્વિડિટી વધવાની અસર પણ જોવા મળી. 87% લોકોને USમાં દરમાં 0.25%ના ઘટાડાની આશા છે. US સાથે અત્યાર સુધીમાં ડીલ ન થઇ હોવાની પણ અસર છે. FIIsની વેચવાલીથી પણ ઘટાડો આવ્યો.
સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતો 6 સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટી. ડિસેમ્બરમાં વ્યાજ દર કાપની સંભાવનાએ સપોર્ટ મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈને 89.55 પ્રતિ ડૉલરની સામે 89.70 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઈલમાં આવેલી ખરીદદારીના કારણે રૂપિયા પર દબાણ બની રહ્યું છે.
રૂપિયામાં ઘટાડાના કારણો
ડૉલરમાં મજબૂતીથી ઘટાડો આવ્યો. લિક્વિડિટી વધવાની અસર પણ જોવા મળી. 87% લોકોને USમાં દરમાં 0.25%ના ઘટાડાની આશા છે. US સાથે અત્યાર સુધીમાં ડીલ ન થઇ હોવાની પણ અસર છે. FIIsની વેચવાલીથી પણ ઘટાડો આવ્યો.
ગઈકાલની તેજી બાદ આજે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, જ્યાં COMEX પર ભાવ 4200 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 27 હજારની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજ દર કાપની સંભવાના વધતા ગઈકાલે સોનાની કિંમતો 6 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી, જોકે ત્યાંથી થોડું દબાણ જોવા મળી રહ્યું છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતો 6 સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટી. ડિસેમ્બરમાં વ્યાજ દર કાપની સંભાવનાએ સપોર્ટ મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી અને રૂપિયામાં નરમાશની અસર રહેશે. US મેન્યુફેક્ચરિંગના આંકડા નબળા રહેતા ઘટાડો મર્યાદિત. USના રોજગાર અને PCE આંકડા પર બજારની નજર રહેશે.
સોના સાથે ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરેથી વેચવાલી આવતા અહીં વૈશ્વિક બજારમાં 58 ડૉલરની નીચે કારોબાર રહ્યો, તો સ્થાનિક બજારમાં આશરે 2000 રૂપિયાનો ઘટાડો ઉપલા સ્તરેથી જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં નરમાશ જોવા મળી, તો વૈશ્વિક બજારમાં પણ ડૉલર ઇન્ડેક્સમાં ખરીદદારીના કારણે મેટલ્સની ચમક ઓછી થઈ, જોકે LME પર કોપરમાં આજે પણ ભાવ ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે જોવા મળ્યા હતા.
કોપરમાં કારોબારની વાત કરીએ તો LME પર કિંમતો રેકોર્ડ સ્તરની પાસે પહોંચી. ચીનના મોટાભાગના સ્મેલ્ટર્સ 2026માં ઉત્પાદન ઘટીડી શકે છે. ચીનના સ્મેલ્ટર્સ ઉત્પાદન 10%થી ઘટાડે તેવી શક્યતા છે.
રશિયાના બ્લેક સી પોર્ટ પરથી તમામ લોડિંગ કામગીરી બંધ કરી દીધી હોવાથી, ક્રૂડની કિંમતોમાં ફરી ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જ્યાં બ્રેન્ટના ભાવ 63 ડૉલરની પાસે સ્થિર રહ્યા, તો NYMEX ક્રૂડમાં 59 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. એક તરફ US અને વેનેઝુએલા વચ્ચે વધતા તણાવથી ચિંતા બની રહી છે, જેની અસર પણ કિંમતો પર દેખાઈ રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1 ટકા જેટલી તેજી સાથે 438ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.
એગ્રી કૉમોડિટી પર ફોકસ જોઈએ તો મસાલા પેકમાં હળદરમાં મામુલી ખરીદી જોવા મળી રહી છે. જ્યારે ગુવાર પેક તરફથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે પણ એરંડા અને કપાસિયા ખોળમાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે.