Annual Bank Closing પર આજે કરન્સી માર્કેટ બંધ છે, પણ શુક્રવારના ક્લોઝિંગ લેવલ જોઈએ તો ડૉલર સામે રૂપિયો 85.47 પ્રતિ ડૉલરના સ્તરની પાસે બંધ થયો હતો, જ્યારે ડૉલર ઇન્ડેક્સ 104-105ની રેન્જમાં યથાવત્ છે.
Annual Bank Closing પર આજે કરન્સી માર્કેટ બંધ છે, પણ શુક્રવારના ક્લોઝિંગ લેવલ જોઈએ તો ડૉલર સામે રૂપિયો 85.47 પ્રતિ ડૉલરના સ્તરની પાસે બંધ થયો હતો, જ્યારે ડૉલર ઇન્ડેક્સ 104-105ની રેન્જમાં યથાવત્ છે.
ડૉલર ઇન્ડેક્સ પર નજર
104-105ની વચ્ચે ડૉલર ઇન્ડેક્સ યથાવત્ રહેશે. માર્ચ મહિનામાં ડૉલરમાં 3.14%નો ઘટાડો નોંધાયો હતો. વેલ્સ ફાર્ગો ડૉલરમાં ઘટાડો અસ્થાઈ છે. ટ્રમ્પ ટેરિફ લાગવાથી તેજી આવશે. 1.5-11% સુધીને તેજી સંભવ છે. ટેરિફના દર પર ડૉલરમાં તેજી સંભવ છે. USમાં મંદીની શક્યતા 35% છે.
સોનાની કિમતો રેકોર્ડ સ્તરે યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં COMEX પર 3140 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, તો સ્થાનિક બજારમાં કિંમતો 91000ના સ્ત સુધી પહોંચતી દેખાઈ હતી, અહીં આવતીકાલથી US તરફથી રેસિપ્રોકલ ટેરિફ લાગવાના ડરથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, આની સાથે જ 2025ના પહેલા ક્વાર્ટરમાં સોનાની કિંમતો આશરે 18% વધતી દેખાઈ છે.
રેકોર્ડ ઉંચાઈ પર સોનું
COMEX પર રેકોર્ડ $3170ને પાર કારોબાર કર્યો. ટ્રમ્પની નીતિઓના કારણે સપોર્ટ મળ્યો. રશિયા પર ટ્રમ્પે કહ્યુ 25-50%નું ટેરિફ સંભવ છે. પુતિનએ યુદ્ધવિરામની વાત ન માની તો ટેરિફ લાગશે. ન્યૂક્લિયર ડીલ પર ઇરાન નહીં માન્યું તો હુમલા થશે.
ચાંદીમાં પણ પોઝિટીવિટી આગળ વધતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 34 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 1 લાખને પાર કામકાજ જોવા મળ્યું હતું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં ખરીદદારી રહી, જ્યાં સૌથી સારી મજબૂતી કોપર અને ઝિંકમાં દેખાઈ હતી, જોકે વૈશ્વિક બજારાં કોપરની કિંમતો ઉપલા સ્તરેથી ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, US તરફથી ટેરિફ લાગવાના ડરથી કોપરની કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે.
વૈશ્વિક બજારમાં કોપરમાં કારોબાર
કિંમતો ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી. US તરફથી ટેરિફ લાગવાના ડરથી વેચવાલી જોવા મળી. BNP પારિબાસ ટેરિફ લાગુ થતાં કોપરના ભાવ ઘટશે.
ક્રૂડ ઓઈલની તેજી પણ આગળ વધી જ્યાં બ્રેન્ટના ભાવ 75 ડૉલર તરફ આગળ વધ્યા, તો NYMEX ક્રૂડમાં 72 ડૉલર તરફ કારોબાર જોવા મળી રહ્યો છે..અહીં ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે અને રશિયા-ઇરાન તરફથી સપ્લાય વિક્ષેપના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
$75ની નજીક પહોંચી બ્રેન્ટની કિંમતો છે. WTIમાં પણ $71ની નજીક કારોબાર કરશે. ટ્રમ્પની નીતિઓના કારણે તેજી આવી. ટ્રમ્પે રશિયા પર 25-50%નું ટેરિફ સંભવ છે. પુતિનએ યુદ્ધવિરામની વાત ન માની તો ટેરિફ લાગશે. ન્યૂક્લિયર ડીલ પર ઇરાન નહીં માન્યું તો હુમલા થશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 354ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.
એગ્રી સ્પેસમાં આજે મસાલા પેકમાં એક્શન, જ્યાં હળદરમાં આશરે 5 ટકાથી વધુની તેજી રહી, જ્યારે જીરામાં એક ટકાથી વધુની વેચવાલી, પણ ગુવાર પેકમાં નોંધાયો ખરીદદારી સાથેનો કારોબાર થયો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.