કોમોડિટી લાઇવ: US CPI ડેટા બાદ સોનામાં રિકવરી, કોપર એક સપ્તાહના ઉપલા સ્તરે | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: US CPI ડેટા બાદ સોનામાં રિકવરી, કોપર એક સપ્તાહના ઉપલા સ્તરે

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો મજબૂત ઔદ્યોગિક માગથી ટેકો મળ્યો. ચીને મે મહિનામાં 93 GW સોલાર પેનલ ક્ષમતા ઉમેરી છે.

અપડેટેડ 12:28:28 PM Aug 13, 2025 પર
Story continues below Advertisement
કોપરના ભાવ સપ્તાહના ઉપલા સ્તરે છે. US-ચીન વચ્ચેની ટ્રેડ વાર્તા વધુ 90 દિવસ માટે લંબાઈ છે.

USની મોંઘવારીના આંકડાથી સપ્ટેમ્બરમાં વ્યાજદર કાપની આશા વધી. સપ્ટેમ્બરમાં વ્યાજદર કાપની 93% શક્યતા છે. USમાં જુલાઈમાં CPI મોંઘવારી 2.8%ના અનુમાન સામે 2.7% પર રહી.

અમેરિકામાં ઘટી મોંઘવારીની વાત કરીએ તો હવાઈ ભાડામાં ત્રણ વર્ષમાં સૌથી વધુ તેજી રહી. ખાણી-પીણી, અન્ય વસ્તુઓ છોડીને તમામના ભાવમાં ધીમી ગતીએ વધારો થયો.

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો મજબૂત ઔદ્યોગિક માગથી ટેકો મળ્યો. ચીને મે મહિનામાં 93 GW સોલાર પેનલ ક્ષમતા ઉમેરી છે.


કોપરના ભાવ સપ્તાહના ઉપલા સ્તરે છે. US-ચીન વચ્ચેની ટ્રેડ વાર્તા વધુ 90 દિવસ માટે લંબાઈ છે.

ક્રૂડમાં કારોબારની વાત કરીએ તો 2 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું ક્રૂડ. એપીઆઈએ US ક્રૂડ ઈન્વેન્ટરી 1.52 મિલિયન બેરલ વધી. EIA એટલે કે US ક્રૂડ ઓઈલ ઉત્પાદન 13.41 mbpdના શિખરે પહોંચશે. OPECએ 2025માં વૈશ્વિક માગમાં વધારાનું અનુમાન યથાવત્ રાખ્યું. OPECએ 2026માં વૈશ્વિક માગમાં 1.38 mbpdના વધારાનું અનુમાન આપ્યું. US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી: 2025માં 1.7 mbpdનો સ્ટોક સરપ્લસ રહેવાનું અનુમાન છે.

આંતરાષ્ટ્રીય માર્કેટમાં પામ ઓઇલની કિંમતો 4 મહિનાના ઉપલા સ્તરે પહોંચી છે.

એગ્રી કોમોડીટીમાં મિશ્ર કારોબાર ગુવારપેકમાં નરમાશ યથાવત, તો હળદળ અને ધાણામાં રિકવરીનો પ્રયાસ. માંગ ઓછી હોવાથી સિમત કારોબાર થતો જોવા મળી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 13, 2025 12:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.