ક્રૂડ ઓઈલમાં તેજી આગળ વધતા બ્રેન્ટના ભાવ હવે 100 ડૉલર તરફ આગળ વધતા દેખાયા, જ્યારે NYMEX ક્રૂડમાં દોઢ ટકાથી વધુની ખરીદદારી સાથે 94 ડૉલરને પાર કારોબાર થઈ રહ્યો છે. અહીં US-ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર કિંમતો પર જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સામાન્ય ખરીદદારી સાથે 274ના સ્તર દેખાઈ રહ્યા છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા નબળો થઈ 94.82 પ્રતિ ડૉલરની સામે 94.87 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ક્રૂડમાં ઉછાળો અને USના મોંઘવારીના આંકડા પહેલા ડૉલર ઈન્ડેક્સ અને બૉન્ડ યીલ્ડમાં મજબૂતીની અસર રૂપિયા પર બની રહી છે.
ક્રૂડ ઓઈલમાં તેજી આગળ વધતા બ્રેન્ટના ભાવ હવે 100 ડૉલર તરફ આગળ વધતા દેખાયા, જ્યારે NYMEX ક્રૂડમાં દોઢ ટકાથી વધુની ખરીદદારી સાથે 94 ડૉલરને પાર કારોબાર થઈ રહ્યો છે. અહીં US-ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર કિંમતો પર જોવા મળી હતી.
ક્રૂડ ઓઈલમાં કારોબારમાં કિંમતો વધીને 7 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. બ્રેન્ટના ભાવ 100 ડૉલરની પાસે પહોંચ્યા. અમેરિકન સેનાએ ઈરાનના 5 ક્રૂડ ઓઇલ કેરિયર્સનો નાશ કર્યો. ઈરાને જોર્ડન તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સામાન્ય ખરીદદારી સાથે 274ના સ્તર દેખાઈ રહ્યા છે.
પશ્ચિમ એશિયામાં તણાવ વધતા ક્રૂડના ભાવ વધ્યા જેથી સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી રહી, સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કિંમતો 1 લાખ 52 હજારની પાસે જોવા મળી, જ્યારે COMEX પર 4400 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો ઉપલા સ્તરેથી કિંમતોમાં ઘટાડો નોંધાયો. COMEX પર 4400 ડૉલરના સ્તરેથી ઘટાડો થયો. ક્રૂડ ઓઈલની કિંમતો વધતા સોનામાં દબાણ રહ્યું. આવતા સપ્તાહે ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારાની આશા છે.
સોનાને પગલે ચાંદીમાં પણ નરમાશ રહી, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 2 લાખ 40 હજારની નીચે આવ્યા, તો વૈશ્વિક બજારમાં 66 ડૉલરની પાસે કારોબાર નોંધાયો હતો.
સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, પણ LME પર કોપર અને એલ્યુમિનિયમમાં સારી ખરીદદારી યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં US તરફથી કોપર પર ટેરિફ લાગવાના ડર અને ઈન્વેન્ટરીમાં ઘટાડાથી કોપરને સપોર્ટ મળી રહ્યો છે.
બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો LME પર કોપરમાં રેકોર્ડ ઉપલા સ્તરે કારોબાર નોંધાયો. US દ્વારા કોપર પર ટેરિફ લાગવાનો ડર છે. USએ રિફાઇન્ડ કોપરની આયાત પર 15% ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. એલ્યુમિનિયમની કિંમતો વધીને 4 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. ઝિંકમાં 4 વર્ષના ઉપલા સ્તરની પાસે કારોબાર છે.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, ઘઉં પર ફોકસ, રાતોરાત કિંમતો 2 ટકા જેટલી વધી, સપ્લાઈ વિક્ષેપ અને અલ-નીનોની અસર રહેતા આ વર્ષે ખાદ્ય પદાર્થના ભાવ વધવાની સંભાવના વધી.