ઉપલા સ્તરેથી સોનાની કિંમતોમાં નરમાશ જોવા મળી, જોકે ત્યાર બાદ રિકવરી આવતા comex પર 2720 ડૉલરની ઉપર કારોબાર યથાવત્ છે, જ્યારે સ્થાનિક બજારમાં 78,070ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે કિંમતો ઉપલા સ્તરેથી ઘટતી જોવા મળી હતી.
ચાંદીમાં પણ મજબૂતી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 97,540ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.
ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી રિકવરી આવતા બ્રેન્ટના ભાવ 75 ડૉલરની ઉપર પહોંચ્યા, તો nymexમાં 71 ડૉલરની ઉપર કામકાજ થઈ રહ્યો છે. અહીં વેસ્ટ એશિયામાં તણાવને લઈ અનિશ્ચિતતા અને USમાં ઇન્વેન્ટરી વધતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 3 ટકાની તેજી સાથે 200ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
શિકાગો સોયા કોમ્પલેક્સ અને મલેશિયન વાયદામાં સતત બીજા દિવસે તેજી, તમામ આયાતી ખાદ્યતેલમાં વિદેશી તેજીને પગલે 10 થી 30 રૂપિયાનો ઉછાળો.