ચાંદીમાં આજે સામાન્ય તેજી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં ફ્લેટ કામકાજ છે પણ MCX પર ખરીદી છે.
આજે રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. 95.16ના ગઈકાલના બંધની સામે આજે મજબૂતી સાથે 95 પર શરૂઆત થઈ હતી. ત્યાંથી મજબૂતી વધી છે અને 95ની નીચે રૂપિયો સરક્યો છે. ડિલર્સનું કહેવું છે કે rbi દ્વારા ઓફશોર માર્કેટમાં ડોલરમાં વેચવાલી કરવામાં આવી છે જેના કારણે રૂપિયામાં મજબૂતી આવી છે.
સોનામાં આજે પણ દબાણ છે. ગઈકાલે સોનાએ 2 સપ્તાહના નીચલા સ્તર બનાવ્યા હતા આજે પણ એ જ આજુબાજુ કામકાજ છે. ક્રૂડમાં વધારો. ફેડનું હોકિશ વલણ દબાણ બનાવી રહ્યું છે. સોનું 2 સપ્તાહના નીચલા સ્તર પાસે પહોંચ્યું. ક્રૂડમાં વધારો, ફેડનું હૉકિશ દબાણનું વલણ બનાવી રહ્યું છે. બજારને સપ્ટમેબ્રમાં 65% ફેડના વ્યાજદર વધારાની અપેક્ષા છે.
ચાંદીમાં આજે સામાન્ય તેજી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં ફ્લેટ કામકાજ છે પણ MCX પર ખરીદી છે.
મેટલમાં કારોબારની વાત કરીએ તો LME પર કોપરની ડિલવરી વધતા ઈન્વેન્ટરીમાં વધારો આવ્યો. કોંગો, ચિલીમાં માઈનિંગ બંધ થતાં સપ્લાયની ચિંતા વધી. ઝિંક મે 2002 બાદ સૌથી ઉપલા સ્તરે પહોંચ્યું. LME પર ગઈકાલે એલ્યુમિનિયમમાં ઉપલા સ્તરેથી દબાણ આવ્યું હતું. વર્ષના આધારે જુલાઈમાં ચીનની એલ્યુમિનિયમ નિકાસ 18.7% વધી.
ક્રૂડમાં કારોબારની વાત કરીએ તો બ્રેન્ટમાં $91ને પાર કારોબાર છે. US મિલ્ટ્રેીએ લારાક ટાપુ પર ઈરાનને રોકેટ લોન્ચર તોડી પાડ્યા. ઈરાનની IRGCએ UAE, જોર્ડનમાં US એરબેઝ પર હુમલો કર્યો. US સૈન્યએ ખર્ગ ટાપુ પર પણ હુમલાની ધમકી આપી. હોર્મુઝમાં એક સુપર ટેન્કરમાં આગ લાગી. માઈન્સ સાથે અથડાયા બાદ ટેન્કરમાં આગ લાગી. રશિયામાં રિફાઈનરીમાં હડતાળથી વૈશ્વિક રિફાઈનિંગ ક્ષમતા પર અસર રહેશે. રિફાઈન્ડ પ્રોડક્ટના માર્જિન શિખરે પહોંચ્યા.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, આજે મસાલા પેકમાં દબાણ આવ્યું. હળદરમાં આજે ફરી નફાવસૂલી તો ધાણામાં પણ દબાણ આવ્યું. ગઈકાલની તેજી બાદ ગુવાર પેકમાં દબાણ જોવાને મળી રહ્યું છે.