કોમોડિટી લાઇવ: સોના અને ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ, ક્રૂડ $102ની નીચે સરક્યું | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના અને ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ, ક્રૂડ $102ની નીચે સરક્યું

આજે બેઝ મેટલમાં મિશ્રકામકાજ છે. લેડ, ઝિંક અને એલ્યુમિનિયમમાં ઘટાડો છે.. જ્યારે કોપર અને નિકલ ફ્લેટ ટુ પોઝિટિવ છે. એક તરફ અમેરિકામાં વ્યાજદર વધારાની શક્યતા ઓછી થઈ છે જેના કરાણે કિંમતોને સપોર્ટ મળ્યો છે. તો સપ્લાયની ચિંતાઓ પણ તેજી માટે જવાબદાર છે.

અપડેટેડ 11:58:19 AM Oct 05, 2026 પર
Story continues below Advertisement
સોનામાં કારોબારની વાત કરીએ તો US લેબર માર્કેટમાં સ્લોડાઉનથી વ્યાજદર વધારાની ચિંતા ઓછી થઈ.

રૂપિયામાં આજે શરૂઆતી મજબૂતી સાથેનું કામકાજ જોવા મળ્યું. આજે રૂપિયાની શરૂઆત શુક્રવારના 96.32ની સામે 10 પૈસાની મજબૂતી સાથે 96.21 પર થતી જોવા મળી. જોકે ત્યાંથી ફરી 96.26 તરફ રૂપિયો જતો જોવા મળ્યો હતો. ક્રૂડના ભાવમાં આવેલો ઘટાડાને કારણે આજે સામાન્ય મજબૂતી જોવા મળી હતી.

સોનામાં આજે સારી ઉછાળા સાથે શરૂઆત થયા બાદ ઉપલા સ્તરેથી દબાણ આવ્યું છે. mcx પર સોનાએ આજે 1 લાખ 51 હજાર પર શરૂઆત દર્શાવ્યા બાદ ઉપલા સ્તરેથી દબાણ આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે સોનું 4 ટકા જેટલું ઘટ્યું હતું. શુક્રવારે અમેરિકામાં આવેલા જોબ રિપોર્ટ બાદ આંતરાષ્ટ્રીય બજારમાં સોનાને ટેકો મળ્યો હતો. જોકે હજુ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4100ના સપોર્ટને જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો US લેબર માર્કેટમાં સ્લોડાઉનથી વ્યાજદર વધારાની ચિંતા ઓછી થઈ. USમાં સપ્ટમ્બરમાં 90 હજારના અનુમાન સામે 29 હજાર નવી નોકરી આવી. જૂન પછીના સૌથી મોટા સાપ્તાહિક ઘટાડા બાદ સોનામાં ઉછાળો. ગયા સપ્તાહે સોનું 4%, સપ્ટેમ્બરમાં 6% ઘટ્યું.


ચાંદીમાં આજે તેજી છે. ગયા સપ્તાહે આવેલા 5 ટકાના ઘટાડા બાદ આ સપ્તાહની શરૂઆત સારી થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 60 અને 62 ડોલરની રેન્જમાં ફસાયેલી છે.

આજે બેઝ મેટલમાં મિશ્રકામકાજ છે. લેડ, ઝિંક અને એલ્યુમિનિયમમાં ઘટાડો છે.. જ્યારે કોપર અને નિકલ ફ્લેટ ટુ પોઝિટિવ છે. એક તરફ અમેરિકામાં વ્યાજદર વધારાની શક્યતા ઓછી થઈ છે જેના કરાણે કિંમતોને સપોર્ટ મળ્યો છે. તો સપ્લાયની ચિંતાઓ પણ તેજી માટે જવાબદાર છે.

ક્રૂડમાં ગયા શુક્રવારના 102 ડોલરની નીચે કારોબાર છે. એક તરફ સ્ટ્રેટમાં બે જહાજો પર હુમલાના સમાચાર છે તો સાઉદીમાં પણ અરામકોની ફેસિલિટી પર હુમલો થયો છે. જોકે G7 દેશોએ પોતાના સ્પેશલ પર્પઝ રિઝર્માંથી પુરવઠો રિલિઝ કરવાની વાત કરી છે જેના કારણે ભાવને ટેકો મળ્યો છે.

ગુજરાતના ખેડૂતો માટે સરકારે બે મહત્વના નિર્ણય લીધા છે. સૌથી પહેલો નિર્ણય કે ટેકાના ભાવથી ખરીદી માટેના રિજસ્ટ્રેશનનો સરકારે સમય લંબાવ્યો છે. હવે 24 ઓક્ટોબર 2026 સુધી ખેડૂતો ટેકેના ભાવની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે. સરકાર દ્વારા મગફળી, મગ, સોયાબિન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ સાથે જ રવિ પાકની વાવણી માટેની પ્રમાણિત બિયારણ, સીડ મિનિ કિટ અને અન્ય લાભ માટે આઈ પોર્ટલ પરનું રિજસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આ રજિસ્ટ્રેશન 15 ઓક્ટોબર સુધી ખેડૂતો કરાવી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 05, 2026 11:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.