શરૂઆતી કારોબાર રૂપિયો 2 પૈસા મજબૂત થઇને ₹90.64 પ્રતિ ડૉલરની સામે ₹90.62 પ્રતિ ડૉલર પર ખૂલ્યો.
શરૂઆતી કારોબાર રૂપિયો 2 પૈસા મજબૂત થઇને ₹90.64 પ્રતિ ડૉલરની સામે ₹90.62 પ્રતિ ડૉલર પર ખૂલ્યો.
સોનામાં આજે ફરી ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો. કોમેક્સ પર ભાવ $5,000/ozની નીચે આવ્યા. સ્થાનિક બજારમાં પણ લગભગ એખ ટકાના ઘટાડા સાથે કિંમતો દોઢ લાખના સ્તરની નીચે પહોંચી. ઉલ્લેખનિય છે કે સોનામાં રેકોર્ડ રેલી બાદ નફાવસુલીને કારણે સતત કિંમતોમાં વોલેટાલિટી જોવા મળી રહી છે. સાથે જ ડોલર ઇન્ડેક્સ પણ તાજેતરના તેના ઉચ્ચતમ સ્તરથી નીચે આવ્યો છે. જેના કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો કોમેક્સ પર ભાવ $5,000/ozની નીચે પહોંચ્યા. USના મોંઘવારીના ડેટા અપેક્ષા કરતાં નબળા છે. ડોલર ઇન્ડેક્સ તાજેતરના તેના ઉચ્ચતમ સ્તરથી નીચે આવ્યો છે.
આ સપ્તાહના માર્કેટ ડેટા
FOMC મીટિંગ મિનિટ્સ છે. US GDP એડવાન્સના અનુમાન છે.
સોનાની સરખામણીએ ચાંદીમાં વધારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આજે પણ ચાંદીમાં MCX અને કોમેક્સ પર કિંમતો 3% થી વધારે તૂટી છે.
આ તરફ બેઝ મેટલ્સમાં ઘટાડા તરફનો કારોબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં લાલ નિશાનમાં કારોબાર થઇ રહ્યો છે. કોપરમાં સૌથી વધારે વેચવાલીનું દબાણ છે. તો ગયા અઠવાડિયે એલ્યુમિનિયમના ભાવમાં પણ 2% ઘટાડો નોંધાયો હતો. મેટલ્સને લગતા સમાચાર પર નજર કરીએ તો અમેરિકા ટ્રમ્પ ટેરિફથી પ્રભાવિત ઉત્પાદનોની યાદીની સમીક્ષા કરી રહ્યું છે. ગ્રાહકોને ડ્યુટીથી નુકસાન થવાની ચિંતાથી અમુક વસ્તુઓને રાહત મળી શકે છે.
મેટલમાં ઘટાડો
ગયા અઠવાડિયે એલ્યુમિનિયમના ભાવમાં 2% ઘટાડો નોંધાયો. ટ્રમ્પ ટેરિફથી પ્રભાવિત ઉત્પાદનોની યાદીની સમીક્ષા કરી રહ્યું છે અમેરિકા. ગ્રાહકોને ડ્યુટીથી નુકસાન થવાની ચિંતાથી અમુક વસ્તુઓને રાહત મળી શકે છે. એક્સચેન્જ વેરહાઉસિસમાં સપ્લાઇ વધવાના કારણે LME કોપરમાં ઘટાડો થયો.
આ તરફ ક્રૂડમાં સુસ્ત કારોબાર થઇ રહ્યો છે. બ્રેન્ટનો ભાવ 68 ડૉલરની નીચે આવ્યો. તો નાઇમેક્સ ક્રૂડમાં પણ ફ્લેટ કારોબાર થઇ રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં કારોબાર દેખાઇ રહ્યો છે. ગયા અઠવાડિયે ક્રૂડના ભાવ ઘટાડા સાથે બંધ થયા હતા. સમાચાર છે કે OPEC એપ્રિલમાં સપ્લાઇમાં ફરી વધારો શરૂ કરી શકે.
ક્રૂડમાં કારોબારની વાત કરીએ તો ગયા અઠવાડિયે ભાવ ઘટાડા સાથે બંધ થયા હતા. મંગળવારે અમેરિકા-ઈરાન વચ્ચે ન્યૂક્લિયર ચર્ચા ફરી શરૂ થશે. OPEC એપ્રિલમાં સપ્લાઇમાં ફરી વધારો શરૂ કરી શકે છે. IEA 2026માં સપ્લાઇ સરપ્લસની સ્થિતિને પુનઃપુષ્ટ કરે છે.
તો આ તરફ શરૂઆતી કારોબારના નેચરલ ગેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં ભાવ લગભગ 7% ઘટીને 275ના સ્તરની નીચે પહોંચ્યા છે.
ઘઉંના એક્સપોર્ટને મંજૂરી
સરકારની 25 લાખ ટન ઘઉંના એક્સપોર્ટને મંજૂરી મળી છે. 5 લાખ ટન ઘઉંના લોટની પ્રોડક્ટ્સના એક્સપોર્ટને મંજૂરી મળી છે. હાલમાં, દેશમાં 75 લાખ ટન ઘઉંનો સ્ટોક છે. આ વર્ષે 334 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયુ છે. FCI પાસે 182 લાખ ટન ઘઉંનો સ્ટોક છે. 5 લાખ ટન ખાંડના એક્સપોર્ટને પણ મંજૂરી મળી. હવે કુલ 20 લાખ મિલિયન ટન ખાંડનું એક્સપોર્ટને કરી શકાશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.