કોમોડિટી લાઇવ: કૉપરમાં રેકોર્ડ ઘટાડો, ભાવ 20% તૂટ્યા, મજબૂત ડૉલરથી સોના-ચાંદીની ચમક ઘટી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: કૉપરમાં રેકોર્ડ ઘટાડો, ભાવ 20% તૂટ્યા, મજબૂત ડૉલરથી સોના-ચાંદીની ચમક ઘટી

સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમમાં મામુલી પોઝિટીવિટી હતી, પણ કોપરમાં આશરે 2 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો, US દ્વારા સેમી ફિનિશ્ડ કોપર પ્રોડક્ટ પર 50% ટેરિફની જાહેરાત કર્યા બાદ કોપરની કિંમતોમાં વેચવાલી જોવા મળી. અને જૂન 2026માં ટેરિફની સમીક્ષા કરવામાં આવશે.

અપડેટેડ 01:25:21 PM Jul 31, 2025 પર
Story continues below Advertisement
ચાંદીમાં પણ વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 38 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે 1 ટકાના ઘટાડા સાથે 1 લાખ 11 હજાર 454ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા નબળો થઈ 87.42 પ્રતિ ડૉલરની સામે 87.69 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે US ફેડએ વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો અને ભારત પણ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી રહી છે.

સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા COMEX પર ભાવ 3300 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, અહીં ફેડ તરફથી વ્યાજ દર યથાવત્ રહેતા અને ડૉલર ઇન્ડેક્સમાં 1 મહિનાના ઉપલા સ્તરે કારોબાર હોવાથી કિંમતો પર દબાણ બનતું દેખાયું.

USમાં નહીં ઘટ્યા દર!


અનુમાન મુજબ ફેડનો નિર્ણય લેશે. ફેડએ વ્યાજ દરોમાં કાપ નહીં કર્યો. FOMCમાં 9:2ના નિર્ણયમાં વોટ પડ્યા. બજારમાં 46% લોકોને સપ્ટેમ્બરમાં દર ઘટવાની આશા છે.

ચાંદીમાં પણ વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 38 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે 1 ટકાના ઘટાડા સાથે 1 લાખ 11 હજાર 454ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી મામુલી વેચવાલી જોવા મળી, તેમ છતા બ્રેન્ટના ભાવ 73 ડૉલરની ઉપર સ્થિર રહ્યા, તો NYMEX ક્રૂડમાં 70 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. અહીં સપ્ટેમ્બર 2023 પછી જુલાઈમાં ક્રૂડ ઓઇલમાં સૌથી મોટો માસિક વધારો નોંધાયો હતો, વાસ્તવમાં અમેરિકાએ ભારતની નિકાસ પર ટેક્સ અને રશિયાની તેલ આયાત પર દંડની જાહેરાત કરી, આ સાથે જ અમેરિકાએ ઈરાન પર 7 વર્ષમાં સૌથી મોટા પ્રતિબંધો લાગુ કર્યા હોવાથી કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.

ક્રૂડ ઓઈલમાં કારોબાર જોઈએ તો કિંમતો વધીને આશરે 6 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. સપ્ટેમ્બર 2023 પછી જુલાઈમાં ક્રૂડ ઓઇલમાં સૌથી મોટો માસિક વધારો થયો. USએ ભારતની નિકાસ પર ટેક્સ,રશિયાની તેલ આયાત પર દંડ જાહેર કર્યો. રશિયા ભારતને તેલનો ટોચનો સપ્લાયર છે. 2025ના પ્રથમ છ મહિનામાં ભારતને 35% પુરવઠો રશિયાથી થયો હતો. અમેરિકાએ ઈરાન પર 7 વર્ષમાં સૌથી મોટા પ્રતિબંધો લાગુ કર્યા. ડીઝલ જેવા રિફાઇન્ડ ઉત્પાદનો અંગે ચિંતાઓ છે. આ સપ્તાહના અંતે OPEC+ની બેઠક પર ફોકસ રહેશે.

સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમમાં મામુલી પોઝિટીવિટી હતી, પણ કોપરમાં આશરે 2 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો, US દ્વારા સેમી ફિનિશ્ડ કોપર પ્રોડક્ટ પર 50% ટેરિફની જાહેરાત કર્યા બાદ કોપરની કિંમતોમાં વેચવાલી જોવા મળી. અને જૂન 2026માં ટેરિફની સમીક્ષા કરવામાં આવશે.

કોપરમાં કારોબાર જોઈએ તો રાતોરાત કિંમતો આશરે 18 ટકા કરતા વધુ ઘટી. સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોવા મળ્યો. USએ 50% ટેરિફની જાહેરાત કરી. માત્ર સેમી-ફિનિશ્ડ કોપર પ્રોડક્ટ પર જ ટેરિફ લાગશે. કોપરના વાયર,સળિયા, શીટ્સ, ટ્યુબ, કેબલ્સ પર ટેરિફ લાગશે. રિફાઇન્ડ કોપરની આયાત પર કોઈ ટેરિફ નહીં લાગે. LME પર US કોપરનું પ્રીમિયમ 30%થી ઘટી 5% થયું. જૂન 2026 માં ટેરિફની સમીક્ષા કરવામાં આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 31, 2025 1:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.