US FOMCની બેઠક પહેલા સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર, COMEX પર સોનું 1948ના સ્તરની ઉપર આવ્યું, પણ ચાંદીમાં જોવા મળ્યો 24 ડૉલરની નીચે કારોબાર. બજારને અમેરિકામાં વ્યાજ દર વધારો અટકવાની આશા.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નીચલા સ્તરેથી રિકવરી રહી
સોનાની કિંમતોમાં આજે પણ વોલેટાલિટી જોવા મળી, અહીં COMEX પર કિંમતો 1948 ડૉલરના સ્તરની ઉપર નીકળી, તો સ્થાનિક બજારમાં 59,340ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે USમાં મે મહિનામાં મોંઘવારી દર ઘટીને 2 વર્ષના નીચલા સ્તરની પાસે પહોંચી, જેના કારણે બજારને હવે વ્યાજ દર વધારો અટકે તેવી આશા બની રહી છે, જેનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે.
ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળી રહ્યો છે, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની નીચે જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં કિંમતો 72,393 રૂપિયાના સ્તરની આસપાસ રહેતી દેખાઈ રહી છે.
US FOMCની બેઠક પહેલા NYMEX ક્રૂડમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું, પણ ચાઈના તરફથી માગ સુધરવાની આશાએ બ્રેન્ટમાં ગઈકાલના મોટા ઘટાડા બાદ કિમતો રાતોરાત 3% વધી 74 ડૉલરની ઉપર નીકળતી દેખાઈ, વાસ્તવમાં ચાઈનાએ પહેલીવાર પોતાના લેન્ડિંગ રેટમાં ઘટાડો કર્યો છે, જેના કારણે ક્રૂડની માગ વધવાની આશા બની રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં દબાણ આવતા ભાવ 190ના સ્તરની આસપાસ પહોંચતા જોવા મળી રહ્યા છે.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નીચલા સ્તરેથી રિકવરી રહી, પણ US FOMCની બેઠક પહેલા LME પર મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર રહેતો દેખાયો.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જેમાં જીરામાં નરમાશ છે, પણ હળદર અને ધાણામાં તેજી જોવા મળી રહી છે. પણ ગઈકાલની રિકવરી બાદ આજે ફરી ગુવાર પેકમાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. તો કપાસિયા ખોળમાં પણ આશરે અડધા ટકાની નરમાશ જોવા મળી રહી છે.
હળદરમાં તેજી
3 દિવસના ઘટાડા બાદ કિંમતોમાં વધારો જોવા મળ્યો. 2 સપ્તાહમાં 3.25%થી વધુ ભાવ વધ્યા. 2 દિવસોમાં 3.25%થી વધારે કિંમતો વધી છે. આજે ₹7814 સુધી કિંમતો વધતી દેખાઈ છે. જૂનમાં હાલ સુધી 2% સુધીનો ઘટાડો નોંધાયો છે. મે મહિનામાં ભાવ 19% વધતા દેખાયા હતા.
ધાણામાં દબાણ
ભાવ લગભગ 2.5 વર્ષના નીચલા સ્તરે આવ્યા. જૂન વાયદો ગઈકાલે ₹5880 સુધી ઘટ્યો. જાન્યુઆરી 2021ના નીચલા સ્તરની પાસે કિંમતો પહોંચી. નવેમ્બર 2022થી સતત કિંમતોમાં ઘટાડો જોવામાં આવ્યા છે. નવેમ્બર 2022થી હાલ સુધી કિંમતો આશરે 60% ઘટી. જૂનમાં હાલ સુધી 7%થી વધુનો ઘટાડો નોંધાયો. 2023માં હાલ સુધી 27% કિંમતો ઘટી. કિંમતો ઓલ ટાઈમ હાઈથી 56% નીચે આવી. જૂન 2015માં ₹13444નો રેકોર્ડ બનાવ્યો હતો.
જીરામાં તેજી યથાવત્
સતત ચોથા મહિને કિંમતોમાં તેજી. ગઈકાલે ₹49230 સુધી જૂન વાયદો પહોંચ્યો હતો. મે મહિનામાં રેકોર્ડ ₹49280 સુધી કિંમતો પહોંચી હતી. જૂનમાં હાલ સુધી 10%થી વધારેની તેજી નોંધાઈ. 4 મહિનામાં હાલ સુધી 46%ની તેજી રહી. સપ્લાયમાં ઘટાડાના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો.