શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 22 પૈસા મજબૂત થઈને 91.98 પ્રતિ ડૉલરની સામે 91.76 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 22 પૈસા મજબૂત થઈને 91.98 પ્રતિ ડૉલરની સામે 91.76 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં વેચવાલી આગળ વધતા COMEX પર આશરે સાડા 3 ટકાથી વધુની વેચવાલી સાથે 4680 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે ગઈકાલે 4630 ડૉલર સુધી કિંમતો ઘટી ચુકી હતી, તો સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 1 લાખ 41 હજારની પાસે કિંમતો પહોંચતી દેખાઈ હતી. ઉલ્લેખનિય છે કે, કેવિન વૉશ ફેડના નવા ચેરમેન બન્યા હોવાથી શુક્રવારે ડૉલર ઇન્ડેક્સને સપોર્ટ મળતા સોનામાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જોકે ત્યાર બાદ વૈશ્વિક બજારમાં નીચલા સ્તરેથી થોડી રિકવરી પણ જોવા મળી હતી.
સોનામાં કારોબારની વાત કરીએ તો શુક્રવારે વૈશ્વિક બજારમાં ભાવ 5 ટકા જેટલા ઘટ્યા હતા. આજે COMEX પર નીચલા સ્તરેથી થોડી રિકવરી જોવા મળી. સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની વેચવાલી રહી. કેવિન વૉશને ફેડના નવા ચેરમેન બનાવવામાં આવતા ડૉલરમાં તેજી જોઈ. શુક્રવારે ડૉલર ઇડેક્સમાં તેજીના કારણે સોનાની કિંમતો વધારે તૂટી હતી. આજે ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી મામુલી વેચવાલી જોવા મળી.
ચાંદીમાં પણ દબાણ આગળ વધતા અહીં સ્થાનિક બજારમાં ભાવ આશરે 6 ટકા જેટલા ઘટીને 2 લાખ 50 હજારની નીચે આવ્યા, તો વૈશ્વિક બજારમાં સાડા 8 ટકાથી વધુના ઘટાડા સાથે 78 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો હતો. અહીં સ્પેક્યુલેટર્સ અને રોકાણકારો દ્વારા નફાવસુલીના કારણે કિંમતોમાં વેચવાલી રહી, ઉલ્લેખનિય છે કે શુક્રવારે ચાંદીની કિંમતોમાં આશરે 26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો રેકોર્ડ સ્તરેથી કિંમતોમાં મોટો ઘટાડો થયો. શુક્રવારે આશરે 26 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે સ્થાનિક બજારમાં કિંમતો આશરે 6 ટકા જેટલી ઘટી છે. સ્પેક્યુલેટર્સ અને રોકાણકારો દ્વારા નફાવસુલીના કારણે કિંમતો ઘટી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં 1 ટકાથી વધુનું દબાણ રહ્યું, અહીં વૈશ્વિક બજારમાં કોપરમાં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે શુક્રવારે ભાવ આશરે 3 ટકા તૂટ્યા હતા. ડૉલર ઇન્ડેક્સમાં ખરીદદારી આવતા બેઝ મેટલ્સની ચમક ઘટતી દેખાઈ હતી.
બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો કોપરના ભાવ આજે આશરે 2.5 ટકા જેટલા તૂટ્યા. શુક્રવારે કોપરની કિંમતો 3 ટકા જેટલી ઘટી હતી. જાન્યુઆરીમાં $14,500/tના રેકોર્ડ બનાવ્યા હતા. નિકલની કિંમતો 19 મહિનાના ઉપલા સ્તરેથી ઘટી છે. ઝિંકમાં 3 વર્ષના ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી.
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ઓછો થતાં ક્રૂડના ભાવમાં 4%નો ઘટાડો, બ્રેન્ટના ભાવ 4 ટકાથી વધુના ઘટાડા સાથે 66 ડૉલરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડ અને સ્થાનિક બજારમાં આશરે સાડા 4 ટકાનું દબાણ જોવા મળ્યું, ઉલ્લેખનિય છે કે, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સપ્તાહના અંતે કહ્યું કે- ઈરાન વોશિંગ્ટન સાથે ચર્ચા કરી રહ્યું છે, અને જલ્દી જ આનો નિર્ણય પણ લેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરીમાં US, કઝાકિસ્તાનમાં ઉત્પાદન આઉટેજને કારણે ભાવમાં વધારો થયો હતો.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઉપલા સ્તરેથી આશરે 2 ટકાથી વધારે તૂટી છે. બ્રેન્ટના ભાવ 4 ટકાથી વધુ ઘટીને 66 ડૉલરની પાસે કારોબાર થઈ રહ્યો છે. US-ઇરાન વચ્ચે તણાવ શાંત થવાની આશંકાએ કિંમતોમાં વેચવાલી જોવા મળી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 11 ટકાથી વધુ ઘટીને 356ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગરમ હવામાનની આગાહીએ કિંમતો પર અશર દેખાઈ રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.