કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $95ની પાસે | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $95ની પાસે

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, તો વૈશ્વિક બજારમાં પણ કોપરમાં આશરે 4 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર નોંધાયો.

અપડેટેડ 12:09:01 PM Nov 16, 2026 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 3 ટકા જેટલી તૂટીને 298ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા મજબૂત થઈ 94.25 પ્રતિ ડૉલરની સામે 94.21 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે બૉન્ડ યીલ્ડ અને ક્રૂડ ઓઈલમાં આવેલી વેચવાલીનો સપોર્ટ રૂપિયાને મળી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે સેનાની કિંમતો આશરે અડધા ટકાથી વધુ ઘટીને 1 લાખ 35 હજારના સ્તરની પાસે પહોંચતી જોવા મળી, જોકે COMEX પર 3900 ડૉલરની પણ નીચે કારોબાર જોવા મળ્યો હતો. અહીં USમાં ડિસેમ્બરમાં વ્યાજ દર વધારીની સંભાવના વધતા કિંમતો પર અસર જોવા મળી રહી છે.

સોનાને પગલે ચાંદીમાં પણ વેચવાલી રહી, સ્થાનિક બજારમાં ચાંદીમાં વધુ દબાણ સાથે આશપે 3 ટકાની વેચવાલી સાથે કિંમતો 1 લાખ 71 હજારની પાસે પહોંચતી દેખાઈ, જ્યારે વૈશ્વિક બજારમાં દોઢ ટકાના ઘટાડા સાથે ભાવ 48 ડૉલરની પણ નીચે આવતા જોવા મળ્યા હતા.


શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, તો વૈશ્વિક બજારમાં પણ કોપરમાં આશરે 4 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર નોંધાયો.

ક્રૂડ ઓઈલમાં વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ અડધા ટકાથી વધુ તૂટીને 95 ડૉલરની પાસે પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુની વેચવાલી રહી, અહીં US-ઈરાન વચ્ચે તણાવ યથાવત્ રહેતા અને વૈશ્વિક ઓઈલ સપ્લાય માંગ કરતાં 2 મિલિયન બેરલ પ્રતિ દિવસ જેટલું વધુ રહેતા કિંમતો પર અસર જોવા મળી રહી છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 3 ટકા જેટલી તૂટીને 298ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

એગ્રી કૉમોડિટીમાં કૉટન પર ફોકસ કરો. વૈશ્વિક અને સ્થાનિક પુરવઠામાં ઘટાડો જોવા મળ્યો, અપેક્ષા કરતાં ઓછું પાક ઉત્પાદન અને સ્પિનિંગ મિલો તરફથી મજબૂત માંગના કારણે ભાવ વધ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 16, 2026 12:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.