કોમોડિટી લાઈવ: વેસ્ટ એશિયા સંકટ વધવાના સંકેતો, સોના-ચાંદીમાં મોટી વેચવાલી
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકાએ અને મોંઘવારી વધવાના ડરની સાથે સપ્લાયની ચિંતાએ બેઝ મેટલ્સ માર્કેટના સેન્ટિમેન્ટ બગડતા દેખાયા.
સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ ઘટીને 262ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈ 94.46 પ્રતિ ડૉલરની સામે 94.47 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે, ઉલ્લેખનિય છે કે, ડૉલર ઈન્ડેક્સ 101 ડૉલરને પાર અને ક્રૂડ ઓઈલમાં આવેલી ખરીદદારીના કારણે અહીં દબાણ જોવા મળી રહ્યું છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમતો આશરે સવા એક ટકા જેટલી ઘટીને 1 લાખ 44 હજારની પાસે પહોંચી હતી, જ્યારે COMEX પર પણ 4100 ડૉલરના સ્તર તૂટતા જોવા મળ્યા, ક્રૂડ ઓઈલમાં વધતી તેજીથી મોંઘવારી વધવાની આશંકાએ USમાં વ્યાજ દરમાં વધારાના સંકેતો મજબૂત બનતા સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે.
સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ રહ્યું, અહીં બેઝ મેટલ્સ તરફથી પણ સપોર્ટ ન મળતા વધારે વેચવાલી જોવા મળી, જ્યાં સ્થાનિક બજારમાં આશરે અઢી ટકા જેટલા દબાણ સાથે ભાવ 2 લાખ તરફ આવ્યા, તો વૈશ્વિક બજારમાં અઢી ટકાથી વધુની વેચવાલી સાથે 56 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકાએ અને મોંઘવારી વધવાના ડરની સાથે સપ્લાયની ચિંતાએ બેઝ મેટલ્સ માર્કેટના સેન્ટિમેન્ટ બગડતા દેખાયા. જોકે ઈન્ડોનેશિયામાં ઉત્પાદન કાપના કારણે નિકલની કિંમતોમાં સારી મજબૂતી જોવા મળી, જ્યારે લેબર ડિસરપ્શન્સ અને પ્રતિકૂળ હવામાનને કારણે વૈશ્વિક બજારમાં કોપરમાં પણ તેજી સાથેનો કારોબાર નોંધાયો હતો.
વેસ્ટ એશિયા સંકેટ વધવાના સંકેતોથી ક્રૂડ ઓઈલની તેજી આગળ વધી જ્યાં, બ્રેન્ટના ભાવ આશરે દોઢ ટકાથી વધુ વધીને 110 ડૉલરને પાર પહોંચતો દેખાયો, તો NYMEX ક્રૂડમાં પણ દોઢ ટકા જેટલી તેજી સાથે 98 ડૉલરને પાર કિંમતો જોવા મળી. એ સાથે જ EIA મુજબ USમાં ઈન્વેન્ટરીમાં 30 લાખ બેરલથી વધુનો ઘટાડો નોંધાયો છે.
સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ ઘટીને 262ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, સોફ્ટ કૉમોડિટીમાં ઘઉં અને કૉટન પર ફોકસ, ઘઉંની કિંમતો રાતોરાત આશરે 2 ટકા જેટલી ઘટી, જોકે કૉટનની કિંમતોમાં દોઢ ટકાનો ઉછાળો, વૈશ્વિક અને સ્થાનિક સપ્લાયમાં ઘટાડો અને ચીન તથા કાપડ મિલો તરફથી મજબૂત માંગના કારણે કૉટનને સપોર્ટ.