શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈને 89.88 પ્રતિ ડૉલરની સામે 90.03 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે USમાં જૉબ ઓપનિંગના આંકડા સુધરતા ડૉલરને સપોર્ટ મળતો દેખાયો હતો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈને 89.88 પ્રતિ ડૉલરની સામે 90.03 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે USમાં જૉબ ઓપનિંગના આંકડા સુધરતા ડૉલરને સપોર્ટ મળતો દેખાયો હતો.
સોનામાં ઉપલા સ્તરેથી મામુલી નરમાશ જોવા મળી, તેમ છતા COMEX પર ભાવ 4200 ડૉલરની ઉપર સ્થિર રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 30 હજારના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ 4200 ડૉલરની ઉપર સ્થિર છે. ચીને તેરમા મહિને સત્તાવાર રિઝર્વમાં ગોલ્ડ ઉમેર્યું. મજબૂત ETF ઇનફ્લો અને રોબસ્ટ ફિઝિકલ બાઈંગના કારણે સપોર્ટ મળ્યો.
ચાંદીમાં જોરદાર ઉછાળા સાથે વૈશ્વિક બજારમાં ભાવ 60 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 90 હજારને પાર કારોબાર નોંધાયો હતો. MCX પર કિંમતો આશરે ₹2,200/kg વધતી જોવા મળી હતી.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં નવા રેકોર્ડ ઉંચાઈએ કારોબાર થયો. રાતોરાત કિંમતો આશરે 4 ટકા વધતી દેખાઈ. US ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની 90% સંભાવના છે. 2025માં ડૉલર ઇન્ડેક્સ આશરે 8.5% ઘટ્યો. USના સર્વેમાં ચાંદીનો ક્રિટીકલ મિનરલ્સમાં ઉમેરો થયો.
સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. જોકે વૈશ્વિક બજારમાં કોપરના ભાવ રેકોર્ડ સ્તરની પાસે પહોંચ્યા, જ્યાં 2026 માટે ચાઈના સ્થાનિક ગ્રોથને ટોપ પ્રાયોરિટી આપશે તેવી આશાએ મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે.
કોપરમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કિંમતો રેકોર્ડ $11,770/tના સ્તરે પહોંચી. ચીન 2026 માટે સ્થાનિક વિકાસને પ્રાથમિકતા આપે તેવી આશા છે.
ક્રૂડ ઓઈલમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 63 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં 58 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, રશિયા-યુક્રેન વચ્ચેના શાંતિ કરાર પર બજારની નજર બનેલી છે, તે સિવાય USના વ્યાજ દર કાપ પર પણ બધાની નજર છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો રાતોરાત કિંમતો આશરે 2 ટકા ઘટી. રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ કરાર પર બજારની નજર રહેશે. USના વ્યાજ દર કાપને લઈ ફેડના નિર્ણય પર ફોકસ રહેશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકાથી વધુ ઘટીને 413ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.