કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં સ્થિર કારોબાર, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં સ્થિર કારોબાર, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ

ગઈકાલે સોનામાં મોટા ઓપ્શન ટ્રેડના સમાચાર છે. ટ્રેડર્સે 1.16 લાખ 420ના કોલ વેચ્યા. SPDR Gold Shares ETFના કોલ વેચ્યા હતા. કોલની એક્સપાયરી 18 સપ્ટેમ્બરે થશે. 420 સ્ટ્રાઈક કોલ હાલ ઈન-ધ-મની છે.

અપડેટેડ 12:06:21 PM Aug 25, 2026 પર
Story continues below Advertisement
મોંઘા ક્રૂડની અસર પંપ પ્રાઈસ પર પડશે. ગેસની કિંમતો પહેલે થી જ રેકોર્ડ ઉંચાઈ પર છે. US સૉર ગ્રેડ ક્રૂડ Mars પ્રીમિયમ પર છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈ 95.75 પ્રતિ ડૉલરની સામે 95.73 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ડૉલર પ્રવાહ વધારી, રૂપિયાને મજબૂત બનાવવાના RBIના પ્રયત્નોની (જે સ્વેપ સ્કીમ)ની કોઈ મોટી મદદ નથી મળી, FCNR-B સ્કીમને કારણે ફોરેક્સ રિઝર્વમાં વધારો થયો ફમ રૂપિયો હજૂ પણ નબળો જ છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો COMEX પર કિંમતો વધીને $4,700/ઔંસની નજીક છે. ઓગસ્ટમાં સોનામાં 15 ટકા જેટલી તેજી નોંધાઈ. 2008 બાદ સોના માટે સૌથી સારો મહિનો છે. બોન્ડ માર્કેટમાં US સરકારના હસ્તક્ષેપથી ડિબેઝમેન્ટ ટ્રેડ ફરી શરૂ કર્યો. US ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટે લાંબાગાળાની આગામી નાણાકીય યોજનાનો સંકેત આપ્યો. ગોલ્ડ ETFsમાં રોકાણના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો.

સોનામાં ઓપ્શન ટ્રેડના સમાચાર


ગઈકાલે સોનામાં મોટા ઓપ્શન ટ્રેડના સમાચાર છે. ટ્રેડર્સે 1.16 લાખ 420ના કોલ વેચ્યા. SPDR Gold Shares ETFના કોલ વેચ્યા હતા. કોલની એક્સપાયરી 18 સપ્ટેમ્બરે થશે. 420 સ્ટ્રાઈક કોલ હાલ ઈન-ધ-મની છે. ટ્રેડર્સને કુલ $202 મિલિયન પ્રીમિયમ મળ્યું. તે જ ટ્રેડરએ 1.16 લાખ 430 કોલ ખરીદ્યા. 430 સ્ટ્રાઈક કોલ માટે $144 મિલિયન ચૂકવ્યા. આ ટ્રેડમાં નેટ ક્રેડિટ $58 મિલિયન રહ્યું.

ચાંદીમાં કારોબારની કિંમતો વધીને 2 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી. વૈશ્વિક બજારમાં ભાવ 70 ડૉલર પ્રતિ ઔંસની પાસે પહોંચ્યા હતા.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો બ્રેન્ટના ભાવ 92 ડૉલરની પાસે સ્થિર છે. અમેરિકાએ ઈરાન અને તેના વેપારી ભાગીદારો પર આર્થિક દબાણ વધાર્યું. ઓમાન નજીક UK નેવીના ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો.

USમાં ફ્યૂલ શોર્ટેજ

સપ્ટેમ્બરમાં એશયન રિફાઈનર્સ US ક્રૂડ ખરીદી વધારશે. ઓગસ્ટની સામે ખરીદી બમણી થવાની આશા છે. સપ્ટેમ્બરમાં US-એશિયા ટ્રેડ 40 મિલિયન બેરલ સંભવ છે. ઓગસ્ટમાં US-એશિયા ટ્રેડ 22 મિલિયન બેરલનું હતું.

Kplerનું અનુમાન

મોંઘા ક્રૂડની અસર પંપ પ્રાઈસ પર પડશે. ગેસની કિંમતો પહેલે થી જ રેકોર્ડ ઉંચાઈ પર છે. US સૉર ગ્રેડ ક્રૂડ Mars પ્રીમિયમ પર છે. Mars, WTIથી $2.5 પ્રતિ બેરલ મોંઘું છે. 7-14 ઓગસ્ટમાં US ક્રૂડ એક્સપોર્ટ 4 Mbdથી વધારે છે. 1-7 ઓગસ્ટમાં એક્સપોર્ટ આશરે 1 Mbd હતું.

કપાસ પર ફોકસ, દક્ષિણમાં ખેડૂતો દ્વારા વાવેતર વિસ્તાર વધતા કપાસનું વાવેતર ગત વર્ષ જેટલું રહ્યું, 21 ઓગસ્ટ સુધીમાં 108 લાખ હેક્ટરમાં થઈ વાવણી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં અત્યાર સુધી પડેલા સતત વરસાદથી કપાસના પાકને થયો ફાયદો.

શુગર બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો, કિલોનો ભાવ ₹60 થી ₹80 સુધી પહોંચ્યો, કમોસમી વરસાદ નડતા અને માંગ સામે પુરવઠો ઘટતા કિંમતો પર અસર, આ સાથે જ સુકા મેવામાં કિસમિસમાં 80%, બદામમાં 20% અને એલચીમાં 30%નો ભાવ વધારો નોંધાયો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2026 12:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.