કોમોડિટી રિપોર્ટ: USનો એક નિર્ણય, અને વૈશ્વિક બજારમાં મોટી હલચલ!
ડૉલર ઈન્ડેક્સ 100ના સ્તરની પાસે સ્થિર છે. સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી વેચવાલી. ફેડ દ્વારા ડિસેમ્બરમાં વધુ એક વ્યાજ દર વધારાના સંકેતો. USમાં દર વધતા ડૉલર અને બૉન્ડ યીલ્ડ વધ્યા.
મોંઘવારી હજૂપણ વધારે છે. મોંઘવારી 2 ટકા પર લાવવા પ્રતિબદ્ધ છે. પૉલિસીથી લક્ષ્ય મેળવવામાં મદદ મળશે. કમિટી પ્રાઈસ સ્ટેબિલિટીનું લક્ષ્ય પૂર્ણ કરશે.
US ફેડએ વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો, એ સાથે જ બેન્ક ઑફ જાપાને વ્યાજ દરમાં 1 ટકાનો વધારો કર્યો છે, હવે આ સેન્ટ્રલ બેન્કો તરફથી જે વ્યાજ દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે, તેની સીધી અસર કૉમોડિટી માર્કેટમાં જોવા મળી રહી છે, US ફેડ દ્વારા વ્યાજ દર વધતા સોના-ચાંદીની ચમક ઘટી, બેઝ મેટલ્સમાં નરમાશ જોવા મળી, અને ક્રૂડ એક વિલનની જેમ સામે આવ્યું, કારણ કે મોંઘા ક્રૂડના લીધે મોંઘવારી વધી, અને પરિણામે ફેડએ વ્યાજ દર વધારવા પડ્યા. આ બધાની અસર હવે કૉમોડિટી બજાર પર કેવી રહી અને આગળ આઉટલૂક કેવું રાખવું તે અંગે ચર્ચા કરીશું.
USમાં વધ્યા વ્યાજ દર
US ફેડએ વ્યાજ દર 0.25 ટકા વધાર્યા. USમાં વ્યાજ દરની રેન્જ 3.75%-4% પહોંચી. જુલાઈ 2023 બાદ પહેલીવાર દર વધ્યા. તમામ 12 સદસ્યો દર વધારવાના પક્ષમાં છે. આ વર્ષે વધુ એક વધારાના સંકેતો છે.
આગળનો રસ્તો સરળ નથી?
આ વર્ષે વધુ 1 રેટ હાઈકની આશા છે. વૉશએ પોતાનો ડૉટ પ્લૉટ સબમિટ નથી કર્યો. ફેડ'નો 'ડોટ પ્લોટ' એ ત્રિમાસિક ચાર્ટ છે જે દરેક નીતિ-નિર્ધારકના વ્યાજ દરના લક્ષ્યાંક અંગેના અનુમાનને દર્શાવે છે.
FOMCનું નિવેદન
મોંઘવારી હજૂપણ વધારે છે. મોંઘવારી 2 ટકા પર લાવવા પ્રતિબદ્ધ છે. પૉલિસીથી લક્ષ્ય મેળવવામાં મદદ મળશે. કમિટી પ્રાઈસ સ્ટેબિલિટીનું લક્ષ્ય પૂર્ણ કરશે.
શું બોલ્યા ફેડ ચેરમેન કેવિન વૉશ?
ફેડ ચેરમેન કેવિન વૉશે કહ્યું, મોંઘવારી લાંબા સમય સુધી ઉપલા સ્તરે છે. ફેડનું મુખ્ય ફોકસ પ્રાઈસ સ્ટેબિલિટી પર છે. અમેરિકાની એર્થવ્યવસ્થા મજબૂત થતી દેખાઈ રહી છે. ભૌગોલિક તણાવોના કારણે યીલ્ડ ઉપલા સ્તરે પહોંચી. પશ્ચિમ એશિયામાં તણાવે દરો વધારવાના નિર્ણયમાં ભૂમિકા ભજવી.
મેટલ્સ પર ફોકસ
ડૉલર ઈન્ડેક્સ 100ના સ્તરની પાસે સ્થિર છે. સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી વેચવાલી. ફેડ દ્વારા ડિસેમ્બરમાં વધુ એક વ્યાજ દર વધારાના સંકેતો. USમાં દર વધતા ડૉલર અને બૉન્ડ યીલ્ડ વધ્યા.