કોમોડિટી રિપોર્ટ: ટ્રમ્પના ટેરિફ એટેકના કારણે કૉમેડિટી બજારમાં એક્શન
કિંમતો રાતોરાત 6 ટકા જેટલી ઘટી. ગ્લોબલ ટ્રેડ વૉર શરૂ થવાની આશંકાએ કિંમતો પર અસર રહેશે. OPEC આઉટપુટમાં કાપની ગતિ વધારી શકે છે. મે મહિનાથી આઉટપુટને બૂસ્ટ આપવા OPEC+ એક્શનમાં આવી શકે છે.
શનિવાર મધ્યરાત્રિથી લઘુત્તમ 10% ટેરિફ લાગુ થશે. સૌથી વધુ ટેરિફ 9 એપ્રિલ 12:01 AMથી લાગુ થશે.
આ સપ્તાહે ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ ઇક્વિટી માર્કેટ સાથે કૉમોડિટી બજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જ્યાં સોના-ચાંદીમાં કિંમતો રેકોર્ડ સ્તરેથી ઘટી, જોકે સેફ હેવન બાઈંગનો સપોર્ટ હજી પણ કિંમતોને મળી રહ્યો છે, જ્યારે ગ્લોબલ ટ્રેડ વૉર થવાની ચિંતાએ ક્રૂડમાં વેચવાલી વધી, અને બ્રેન્ટના ભાવ ફરી 70 ડૉલરની રેન્જમાં આવતા દેખાયા, પણ આ બધાની વચ્ચે ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા ડૉલર સામે રૂપિયામાં ઘણી મજબૂતી આવતી દેખાઈ, તો બેઝ મેટલ્સમાં સતત રેન્જબાઉન્ડ કારોબાર જ નોંધાઈ રહ્યો છે. હવે ટેરિફની અસર આ ક્ષેત્ર પર કેવી અને કેટલી રહેશે અને હવે કૉમોડિટીના આઉટલૂક કેવા બની રહ્યા છે તેની ચર્ચા કરીએ.
ટ્રમ્પ દ્વારા આખરે ટેરિફ લાદવામાં આવ્યો. તમામ ઇમ્પોર્ટ માલ પર ટેરિફ લાદવામાં આવશે. ઇમ્પોર્ટ પર ઓછામાં ઓછો 10% ટેરિફ લાગશે. ભારત અને ચીન સહિત 60 દેશો પર વધારાની ડ્યુટી છે. કેનેડા, મેક્સિકોને રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી.
રેસિપ્રોકલ ટેરિફ ક્યારે અમલમાં આવશે?
શનિવાર મધ્યરાત્રિથી લઘુત્તમ 10% ટેરિફ લાગુ થશે. સૌથી વધુ ટેરિફ 9 એપ્રિલ 12:01 AMથી લાગુ થશે.
સેક્ટર આધારિત ટેરિફ
ફાર્મા સેક્ટર ટેરિફની સીમાથી બહાર છે. અમેરિકા ફાર્મા અને અન્ય સેક્ટરની તપાસ કરશે. અમેરિકા સેમિકન્ડક્ટરની તર્જ પર તપાસ કરશે. સોના અને કોપર પર રેસિપ્રોકલ ટેરિફ વસૂલવામાં આવશે નહીં. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવશે નહીં. ઓટો અને ઓટો પાર્ટ્સની આયાત પર 25% ટેરિફ લાદવામાં આવશે.
ભારત પર રેસિપ્રોકલ ટેરિફ
ટ્રમ્પે 26% રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી અમારા સારા મિત્ર છે. ટ્રમ્પે ભારત અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યું. ભારત અમારા પર 52% ટેરિફ લાદે છે. અમે ફક્ત અડધો જ ટેરિફ, એટલે કે 26% લાદી રહ્યા છીએ.
ટેરિફ પર વ્હાઇટ હાઉસનું નિવેદન
ટેરિફ દૂર થવાથી US એક્સપોર્ટ વધશે. એક્સપોર્ટમાં $5.3 બિલિયનનો વધારો થશે.
સોનામાં કારોબાર
ટેરિફની જાહેરાત બાદ કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે 1.5% કિંમતો તૂટી. વૈશ્વિક બજારમાં કિંમતો 100 ડૉલરની રેન્જમાં રહી. બુલિયનને રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી. સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી સાથે 90300ને પાર કારોબાર છે. MCX પર કિંમતોમાં 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી છે.
ટ્રમ્પ ટેરિફની ચાંદી પર અસર
સપ્તાહની સારી શરૂઆત બાદ કિંમતો ઉપલા સ્તરેથી તૂટી. MCX પર મે મહિનામાં 97000ની નીચે કારોબાર નોંધાયો. 28 માર્ચએ કિંમતો 10,2000ને પાર પહોંચી હતી. એક સપ્તાહના નીચલા સ્તરે કારોબાર નોંધાયો. USમાં ચાંદીનો સ્પોટ ભાવ 33 ડૉલરની નીચે પહોંચતો દેખાયો. ટ્રમ્પએ બધા ઇમ્પોર્ટ પર 10% બેસલાઈન ટેરિફ લગાવવાની અસર છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
કિંમતો રાતોરાત 6 ટકા જેટલી ઘટી. ગ્લોબલ ટ્રેડ વૉર શરૂ થવાની આશંકાએ કિંમતો પર અસર રહેશે. OPEC આઉટપુટમાં કાપની ગતિ વધારી શકે છે. મે મહિનાથી આઉટપુટને બૂસ્ટ આપવા OPEC+ એક્શનમાં આવી શકે છે. બ્રેન્ટ એક દિવસમાં 6% તુટ્યું. એક વર્ષમાં -24% છે. ઓપેકે આઉટપુટ વધાર્યું.
USને ટેક્સટાઈલ એક્સપોર્ટ
FY24માં ભારતનું એક્સપોર્ટ $10 બિલિયનનું રહ્યું. અમેરિકા વાર્ષિક $80 બિલિયનનો ઇમ્પોર્ટ કરે છે.