કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ
કિંમતો ઘટીને વર્ષ 2021ના નીચલા સ્તરની પાસે પહોંચી. ICE ખાતે ખરીદદારોનો રસ નબળો. બ્રાઝિલમાં વધુ ઉત્પાદન સામે માગમાં ઘટાડો. એશિયામાં પુષ્કળ ચોમાસાને કારણે ભારત, થાઇલેન્ડમાં ઉત્પાદન વધશે.
આશરે 3 મહિનાના નીચલા સ્તરે સોયાબીનની કિંમતો ઘટી. ઘટાડો હોવા છતા કિંમતો $1000/બુશેલને પાર કર્યો.
આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં કૉટન અને શુગર પર વધુ ફોકસ રહ્યું, US અને વિયેતનામ વચ્ચે ટ્રેડ ડીલ થવાથી ભારતીય કૉટન ઇન્ડસ્ટ્રીઝ પર તેની કેવી અને કેટલી અસર જોવા મળશે તે નિષ્ણાતો પાસેથી સમજીશું, સાથે જ શુગર અને પામ ઓઈલની વધતી કિંમતો વચ્ચે અહીં કેવું આઉટલૂક બની રહ્યું છે.
વાયદા પરથી હટશે પ્રતિબંધ?
2021માં SEBIએ 7 એગ્રી વાયદા પર પ્રતિબંધ મૂક્યો હતો. 20 ડિસેમ્બર 2021એ એગ્રી વાયદા પર પ્રતિબંધ મૂકાયો. ઇન્ડસ્ટ્રીની વાયદા પરથી પ્રતિબંધ હટાવવાની માગ છે.
ટ્રમ્પની ટ્રેડ ડીલ
વિયેતનામ સાથેના ડીલની જાહેરાત કરી. USમાં નિકાસ પર 20% ટેરિફ છે. વિયેતનામમાં US માલ પર '0' ટેરિફ છે. ટ્રાન્સશિપ માલ પર 40% ટેરિફ છે. અગાઉ ટ્રમ્પે 46%નો રેસિપ્રોક્લ ટેરિફ લાદ્યો હતો. ગયા વર્ષે વિયેતનામથી $137 બિલિયન મૂલ્યની આયાત છે. ડીલની જાહેરાત પછી વિયેતનામમાં કપડાં અને ફર્નિચરના શેરમાં વધારો થયો.
કપાસમાં કારોબાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટ્યા. 4 મહિનાના નીચલા સ્તરે ભાવ પહોંચ્યા. 62 સેન્ટ/પાઉન્ડથી નીચે આવ્યા ભાવ. પુરવઠામાં વધારો અને માંગમાં ઘટાડાના કારણે ભાવ ઘટ્યા. 2024-25માં બ્રાઝિલમાં રેકોર્ડ ઉત્પાદન થયુ. 21 જૂન સુધીમાં 4% વાવણી પૂર્ણ કરી. જૂનમાં બ્રાઝિલનો એક્સપોર્ટ 11% ઘટ્યો. ચીનમાં કપાસની માંગમાં ઘટાડો આવ્યો.
શુગરમાં કારોબાર
કિંમતો ઘટીને વર્ષ 2021ના નીચલા સ્તરની પાસે પહોંચી. ICE ખાતે ખરીદદારોનો રસ નબળો. બ્રાઝિલમાં વધુ ઉત્પાદન સામે માગમાં ઘટાડો. એશિયામાં પુષ્કળ ચોમાસાને કારણે ભારત, થાઇલેન્ડમાં ઉત્પાદન વધશે.
ખાદ્ય તેલની કિંમતોમાં ઉછાળો
પામ ઓઈલના ભાવમાં તેજી યથાવત્ છે. મલેશિયામાં ભાવ 4000 રિંગિતની પાસે પહોંચ્યા. 23 જૂનએ 4100 રિંગિતની ઉપર ભાવ પહોંચ્યા હતા.
એક્સપોર્ટ વધારવા પર જોર
મલેશિયાએ પામ પરથી એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડી. જૂન માટે ડ્યૂટી ઘટાડી 8.5% કરી હતી. પહેલા 9.5% લાગતી હતી પામ પર એક્સપોર્ટ ડ્યૂટી. 1-25 જૂન સુધી પામનું એક્સપોર્ટ આશરે 7% વધ્યું.
સોયાબીનમાં દબાણ
આશરે 3 મહિનાના નીચલા સ્તરે સોયાબીનની કિંમતો ઘટી. ઘટાડો હોવા છતા કિંમતો $1000/બુશેલને પાર કર્યો.