ખેડૂતો અને વેપારીઓને સારા પ્રાઈસ ડિસ્કવરીમાં મદદ મળશે. દક્ષિણ ભારતના નાના અને મધ્યમ સ્તરના ખેડૂતોને મદદ મળશે.
આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, એમાં પણ ચોખાના એક્સપોર્ટ પર વધારે, કેમ કે, USએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યા છે, તે સાથે જ ચોખાની વાવણીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, આ બધાની વચ્ચે MCX પર ફરીથી એલચીના વાયદા કારોબાર માટે ખોલવામાં આવ્યા છે. તો ભારતમાં હાલ મસાલા માર્કેટની સ્થિતી કેવી છે?
MCX પર શરૂ થયો એલચી ફ્યચર વાયદો
ખેડૂતો અને વેપારીઓને સારા પ્રાઈસ ડિસ્કવરીમાં મદદ મળશે. દક્ષિણ ભારતના નાના અને મધ્યમ સ્તરના ખેડૂતોને મદદ મળશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એક્સપાયરીનો કોન્ટ્રાક્ટ છે. પ્રતિ કોન્ટ્રાક્ટ સાઈઝ 100 કિલોગ્રામ છે. ટ્રેડિંગનો દિવસ- સોમવાર થી શુક્રવાર છે. ટ્રેડિંગનો સમય- સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. 4% છે ડેલી પ્રાઈસ લિમિટ. ભારતના મસાલા ઇન્ડસ્ટ્રી માટે મહત્વનું પલગું છે.
તેજસ ગાંધીનું કહેવુ છે કે હાલ જીરામાં ડિમાન્ડ કરતા સપ્લાય વધારે છે. ટૂંકાગાળે USના ટેરિફ ભારતીય એક્સપોર્ટને અસર કરશે. ભૌગોલિક તણાવના કારણે 20-25 ટકા એક્સપોર્ટ ડિમાન્ડ ઓછી છે. ભારતમાં તહેવારી સીઝન શરૂ થતા મસાલાની ડિમાન્ડ વધશે.
ચોખા નિકાસ પર ટેરિફની કેટલી અસર?
USએ ભારતથી ચોખા નિકાસ પર 25% અમેરિકાના ટેરિફ લગાવ્યા. IREFએ ટેરિફ મધ્યગાળા માટે અવરોધ રાખ્યા છે. IREF એટલે કે ઇન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશન. FY24માં ભારતે માત્ર 2.34 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી. FY24માં ગ્લોબલી 52.4 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ છે. પશ્ચિમ એશિયા હજૂ પણ ભારતનું સૌથી મોટું બાસમતીનું બજાર છે. ટેરિફ બાદ પણ ભારતીય ચોખા US માર્કેટમાં અફોર્ડેબલ છે.
કૉટન પર દબાણ
કૉટનની ગ્લોબલ માગમાં ઘટાડો આવ્યો. ઇન્ડસ્ટ્રીમાં અલ્ટરનેટિવ ફાઈબરની માગ વધી. બાસ, રિસાઈકલ કૉટનની માગ વધી. બ્લેન્ડેડ કૉટનની પણ માગમાં વધારો થયો. પર્યાવરણ ફ્રેન્ડલી વિકલ્પની માગ વધી. ટેક્સટાઈલમાં પ્યોર કૉટનની માત્ર 30% માગ છે.