કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ
સપ્તાહના અતે કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. OPEC+ ઉત્પાદન ફરી વધારવા પર ચર્ચા કરી. જુલાઈમાં ઉત્પાદન 4.11 Lk bpd વધારવા પર ચર્ચા છે. મે મહિનામાં OPEC+એ 411,000 bpdનો ઉમેરો કર્યો. OPEC+ નવેમ્બર સુધીમાં 2.2 mbpd લાવશે. ઓછી ડિમાન્ડ સામે OPEC+ના વધુ ઉત્પાદનથી ચિંતા વધી.
આ સપ્તાહે કિંમતો ફરી નીચલા સ્તરેથી વધી. સપ્તાહના છેલ્લા દિવસ સુધી ભાવ 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યા.
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, કેમ કે મૂડીઝ દ્વારા USનું આઉટલૂક ડાઉનગ્રેડ થયા બાદ સોના-ચાંદીમાં ફરી એકવાર સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા કિંમતો રેકોર્ડ હાઈ તરફ આગળ વધતી દેખાઈ, તો નબળા ડૉલર અને ચાઈના તરફથી રાહત પેકેજની આશાએ બેઝ મેટલ્સના સેન્ટિમેન્ટ પણ સુધરતા દેખાયા, જોકે આ સપ્તાહ દરમિયાન ક્રૂડમાં ઘણી વોલેટાલિટી જોવા મળી, હવે આગળ કઈ કૉમોડિટીનું આઉટલૂક કેવું બની રહ્યું છે, ક્યાં છે રોકાણ કરવાની સારી તક, એ તમામ મુદ્દે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું.
સોનામાં કારોબાર
આ સપ્તાહે કિંમતો ફરી નીચલા સ્તરેથી વધી. સપ્તાહના છેલ્લા દિવસ સુધી ભાવ 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યા. COMEX પર ભાવ ફરી $3350 પ્રતિ ઔંસના સ્તરની પાસે પહોંચતા દેખાયા. MCX પર ભાવ ફરી 96000ને પાર પહોંચતા દેખાયા. અમેરિકામાં દેવાના સંકટથી સોનામાં ખરીદદારી વધી હતી. 2 સપ્તાહના ઉપલા સ્તરેથી રોકાણકારોએ નફાવસુલી કરી.
સોનામાં તેજીના કારણો
ડૉલર ઇન્ડેક્સ નબળો પડી 100ના સ્તરની નીચે આવ્યો. અમેરિકામાં નાણાકિય ચિંતાઓ યથાવત્. રોકાણકારોનું ધ્યાન સેફ હેવન તરીકે સોના તરફ વળ્યું.
ચાંદીમાં કારોબાર
સપ્તાહના અંતે કિંમતો 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી હતી. સ્થાનિક બજારમાં ભાવ 1 લાખ પ્રતિ કિલોના સ્તરની નજીક પહોંચ્યા. માગ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. ચાંદીનો સ્ટોક્સ અને બોન્ડ સાથે ઓછું રિલેશન છે. ગ્લોબલ અનિશ્ચિતતાના કારણે સોના સાથે ચાંદીમાં પણ ડિમાન્ડ વધી.
રશિયા સામે નવા પ્રતિબંધો
75 સંસ્થાઓ પર પ્રતિબંધો, કુલ યાદી 2400 પર પહોંચી. EU અને UKએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા.
કોપરમાં કારોબાર
ચાઈના તરફથી રાહત પેકેજની આશાએ કિંમતોને સપોર્ટ મળ્યો. ડૉલર ઇન્ડેક્સમાં નરમાશથી મેટલ્સમાં તેજી છે. 2025માં સપ્લાય વધવાની આશા છે. એલ્યુમિનિયમની કિંમતો ઉપલા સ્તરેથી આશરે 1 ટકા ઘટી.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
સપ્તાહના અતે કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. OPEC+ ઉત્પાદન ફરી વધારવા પર ચર્ચા કરી. જુલાઈમાં ઉત્પાદન 4.11 Lk bpd વધારવા પર ચર્ચા છે. મે મહિનામાં OPEC+એ 411,000 bpdનો ઉમેરો કર્યો. OPEC+ નવેમ્બર સુધીમાં 2.2 mbpd લાવશે. ઓછી ડિમાન્ડ સામે OPEC+ના વધુ ઉત્પાદનથી ચિંતા વધી. USમાં ક્રૂડની ઇન્વેન્ટરી વધતા કિંમતોમાં દબાણ છે. US ઇન્વેન્ટરી 1.32 મિલિયન bblથી વધી. US ઇક્વિટીમાં દબાણના કારણે કિંમતો પર અસર છે. કઝાકિસ્તાન તેલ ઉત્પાદનમાં 2%નો વધારો.
રશિયાના તેલ ઇમ્પોર્ટમાં વધારો
મે 2025માં ભારતનો ઇમ્પોર્ટ 18 લાખ બેરલ પ્રતિ દિવસ છે. ભારતનો ઇમ્પોર્ટ 10 મહિનાના ઉચ્ચત્તમ સ્તરે છે. રિફાઈનરીઓમાં સામાન્ય રશિયા ગ્રેડવાળા ESPO ક્રૂડની ડિમાન્ડ વધારે છે.