કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ

આ સપ્તાહે કિંમતોમાં રેકોર્ડ તેજી જોવા મળી. બ્રેન્ટમાં 109 ડૉલરને પાર કારોબાર નોંધાયો હતો. આ સપ્તાહે કિંમતોમાં આશરે 13 ટકાની તેજી નોંધાઈ. સાઉદી અરેબિયાનું ઓગસ્ટ મહિનાનું ક્રૂડ ઉત્પાદન 1990 બાદ સૌથી નીચા સ્તરે છે.

અપડેટેડ 01:34:14 PM Sep 11, 2026 પર
Story continues below Advertisement
Goldman Sachs, BoA એ તેજીની આશંકા વ્યક્ત કરી. રીજનલ ઈન્ફ્રાને વધુ નુકસાન, ક્રૂડ 102 ડૉલરને પાર છે.

આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, જેમાં પણ ક્રૂડ ઓઈલમાં ફરી તેજીનો ઉભરો આવતા બ્રેન્ટના ભાવ 108 ડૉલરને પાર પહોંચતા દેખાયા, જ્યારે USમાં મોંઘવારી વધતા ફેડ દ્વારા હવે વ્યાજ દરમાં વધારાની સંભાવના 72% થવાથી સોના-ચાંદીની કિંમતોમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, તો બાકી બેઝ મેટલ્સમાં પણ નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો, હવે આવી પરિસ્થિતિમાં કૉમોડિટીનું અને ખાસ કરીને એનર્જી પેકનું આઉટલૂક કેવું બની રહ્યું છે, અને તહેવારી સીઝન શરૂ થતા હવે અહીંથી આગળ અન્ય કૉમોડિટીમાં કેવા ટ્રેન્ડ જોવા મળશે તે અંગે ચર્ચા કરીએ.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

આ સપ્તાહે કિંમતોમાં રેકોર્ડ તેજી જોવા મળી. બ્રેન્ટમાં 109 ડૉલરને પાર કારોબાર નોંધાયો હતો. આ સપ્તાહે કિંમતોમાં આશરે 13 ટકાની તેજી નોંધાઈ. સાઉદી અરેબિયાનું ઓગસ્ટ મહિનાનું ક્રૂડ ઉત્પાદન 1990 બાદ સૌથી નીચા સ્તરે છે. US-ઈરાન વચ્ચે તણાવ વધતા સપ્લાયની ચિંતા વધી. ઈરાને કહ્યું યુદ્ધ સિવાય વિકલ્પ નથી રહ્યો. ટ્રમ્પે કહ્યું USમાં ચૂંટણી બાદ યુદ્ધ સમાપ્ત થશે અને ક્રૂડના ભાવ ઘટશે. ગત સપ્તાહે US ક્રૂડની ઈન્વેન્ટરી 0.3 મિલિયન BBLથી ઘટી.


ગ્લોબલ ઓઈલ હાલ સુધી 400 મિલિયન બેરલ જેટલું ઘટ્યું. પશ્ચિમ એશિયામાં તણાવથી ઓગસ્ટમાં ગ્લોબલ એક્સપોર્ટ ઘટ્યો.

યુદ્ધ પર ઈરાનનું નિવેદન

US સાથે વધુ મોટા યુદ્ધ માટે તૈયાર છે. હુમલા યથાવત્ રહ્યા તો જવાબી કાર્યવાહી કરીશું. કોઈપણ પરિસ્થિતિમાં આત્મસમર્પણ નહીં કરીએ. યુદ્ધ, પ્રતિબંધોથી આર્થિક દબાણ વધી રહ્યું છે.

ક્રૂડ ઓઈલ પર બ્રોકરેજ

Goldman Sachs, BoA એ તેજીની આશંકા વ્યક્ત કરી. રીજનલ ઈન્ફ્રાને વધુ નુકસાન, ક્રૂડ 102 ડૉલરને પાર છે. કિંમતો વધી $120-$150 પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. મોર્ગન સ્ટેનલીએ કહ્યું Q4 2026માં બ્રેન્ટ સરેરાશ $100/બેરલ છે. બાર્કલેઝે કહ્યું 2006માં બ્રેન્ટનું સરેરાશ અનુમાન $100 છે.

પ્રિશિયસ મેટલ્સમાં કારોબાર

US CPIના આંકડા બાદ સોના-ચાંદીમાં દબાણ. USમાં દર વધવાની સંભાવના 72% સુધી પહોંચી. સપ્તાહના અંતે સોનાની કિંમતો 2 ટકા જેટલી ઘટી. સપ્તાહના અંતે ચાંદીમાં 5 ટકા જેટલો ઘટાડો નોંધાયો. ડૉલરમાં ઘટાડાથી કિંમતોને સપોર્ટ મળ્યો હતો.

કોપરમાં કારોબાર

આ સપ્તાહે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી ફ્યુચર્સમાં ઘટાડો આવ્યો. કિંમતો આશરે 5 ટકા જેટલી ઘટી. ટેરિફની અનિશ્ચિતતા અને ગ્લોબલ સપ્લાઈ ઘટવાનો ડર છે. ચીનમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીની સીઝન શરૂ થઈ.

ઝિંકમાં કારોબાર

કિંમતો વધીને 2022 બાદના ઉપલા સ્તરે પહોંચી હતી. LME પર ભાવ 4000 ડૉલર પ્રતિ ઔંસની પાસે નોંધાયા હતા. ચીન સહિતની અનેક ખાણોમાં વિક્ષેપોથી સપોર્ટ મળ્યો હતો. પેરુમાં એન્ટામિના અને અલાસ્કામાં રેડ ડોગના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો.

એલ્યુમિનિયમમાં કારોબાર

કિંમતો વધીને 4 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ. જુલાઈમાં GCCનું એલ્યુમિનિયમ ઉત્પાદન વાર્ષિક ધોરણે 44% વધ્યું. LME પર ઈન્વેન્ટરી 36 વર્ષના નીચલા સ્તરે પહોંચી.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 11, 2026 1:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.