સોનામાં કારોબાર
સોનામાં કારોબાર
વૈશ્વિક બજારમાં કિંમતો રેકોર્ડ સ્તરેથી તૂટી. આ સપ્તાહે 3% જેટલું સોનું ઘટ્યું. મંગળવારે 12 વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોયો. COMEXના રેકોર્ડ હાઈથી કિંમતો આશરે 6 ટકા જેટલી તૂટી. 2025માં હાલ સુધી ભાવ 55 ટકા વધતા જોયા. US-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશાએ કિંમતો પર દબાણ દેખાયુ.
ચાંદીમાં કારોબાર
સોના સાથે ચાંદીમાં પણ નફાવસૂલી આવી. આ સપ્તાહે ચાંદી 6% જેટલી ઘટી. 21 ઓક્ટોબરે 7%નો ઘટાડો આવ્યો હતો.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
બે સપ્તાહના ઉપલા સ્તરે ક્રૂડમાં કારોબાર દેખાય રહ્યો છે. 5 મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો દેખાયો. 5 મહિનાના નીચલા સ્તરેથી ક્રૂડ ઓઈલમાં રિકવરી. USએ રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી. EUએ રશિયાના શેડો ટેન્કરો, LNG આયાત પર નવા પ્રતિબંધો લગાવ્યા. USમાં ક્રૂડ ઇન્વેન્ટરી 0.96 મિલિયન bblથી ઘટી.
કોપરમાં કારોબાર
આ સપ્તાહે કોપરમાં 2.5%ની તેજી આવી. બેઈજિંગમાં ચાલી રહેલી બેઠકમાં નવા સ્ટિમુલસની આશા છે. ડોમિનિકામાં કોપરની ખાણ પડતા 80 કામદારો ફસાયા. ઈન્ડોનેશિયાની ખાણમાં કામકાજ અટકાવવામાં આવ્યું. ચીલીમાં આવેલી Codelcoની એક ખાણમાં પણ કામકાજ બંધ. આ બધાથી સપ્લાયમાં અવરોધ ઊભો થવાની આશાએ તેજી છે.
એલ્યુમિનિયમમાં તેજી
છેલ્લાં 1 મહિનામાં એલ્યુમિનિયમમાં 8%ની તેજી છે. 3 વર્ષના ઉચ્ચત્તમ સ્તરે એલ્યુમિનિયમના ભાવ છે. ચીને ઉત્પાદન 45 mt પર મર્યાદિત રાખવાનો નિર્ણય લીધો. આઈલેન્ડની મુખ્ય રિફાઈનરીમાં વીજળી કાપથી ઉત્પાદન પર અસર રહેશે. ઓસ્ટ્રેલિયામાં એક ખાણ બંધ થવાની તૈયારીમાં છે. આ વર્ષે LME પર એલ્યુમિનિયમના સ્ટોકમાં 25% નો ઘટાડો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.