2025 માં સોનાની માંગમાં વધારો નોંધાયો. ગ્લોબલ ETF હોલ્ડિંગ 801 ટન વધ્યું. બાર અને કોઈનની ખરીદી 12 વર્ષના ઉપલા સ્તરે છે. સેન્ટ્રલ બેંક 863 ટનના ભાવે ખરીદી કરી રહી છે.
કોમોડિટી રિપોર્ટ: આજે આપણે જોઈશું સોના-ચાંદીમાં આવેલ મજબૂતી અને ત્યારબાદ ઘટાડો એટલે હાલના વોલેટાઈલ કારોબાર જે આપણે સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેનું શું કારણ છે આગળ તેના ફંડામેંટલ્સ કેવા છે તેના પર ચર્ચા કરીશું. જે સોના-ચાંદીના રોકાણકારો છે તેને આગળ શું કરવું તે જાણીશું.
સોના પર વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
2025 માં સોનાની માંગમાં વધારો નોંધાયો. ગ્લોબલ ETF હોલ્ડિંગ 801 ટન વધ્યું. બાર અને કોઈનની ખરીદી 12 વર્ષના ઉપલા સ્તરે છે. સેન્ટ્રલ બેંક 863 ટનના ભાવે ખરીદી કરી રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં ખરીદદારી આવેલી. ભૌગોલિક તણાવ ઓછો થતા દબાણ થશે. રેકોર્ડ સ્તરેથી નફાવસુલીના કારણે કિંમતો તૂટી છે. માર્જિનમાં વધારાથી કિંમતો પર અસર છે.
શું બતાવે છે ગોલ્ડ-સિલ્વર રેશિયો?
બતાવે છે કે 1 ઔંસ સોના ખરીદવા માટે કેટલા ઔંસ ચાંદી જોઈએ. ફેબ્રુઆરીમાં હાલ ગોલ્ડ-સિલ્વર રેશિયો 55.15 પર આવી ગયો છે. ઘટતા રેશિયોનો મતલબ છે કે ચાંદીની માગ વધી રહી છે. રેશિયો ઘણો ઉંચો મતલબ સોના કરતા ચાંદી સસ્તી છે. રેશિયો ઘણો નીચો એટલે ચાંદીનો ભાવ સોના કરતા વધારે છે.
ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર
બ્રેન્ટમાં 69 ડૉલરના સ્તરેથી વેચવાલી ફરી આવી. US અને ઇરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશંકાએ કિંમતો ઘટી.