કોમોડિટી રિપોર્ટ: સોનામાં આ સપ્તાહે રહ્યા ઉતાર ચઢાવ, સોનામાં શું અત્યારે કરી શકાય છે રોકાણ?
આ સપ્તાહે ક્રૂડમાં 10%નો ઉછાળો આવ્યો. 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યું ક્રૂડ. જુલાઈ મધ્ય બાદ સૌથી સારું સપ્તાહ રહ્યું. પશ્ચિમ એશિયામાં ફરી ઘર્ષણ વધ્યું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં શિપિંગ રૂટને લઈને અનિશ્ચિતતા વધી. રશિયા અને પશ્ચિમ એશિયામાં રિફાઈનરીઓમાં નુકસાન છે.
આ સપ્તાહે સોનામાં ભારે ઉતાર ચઢાવ રહ્યા છે. એક તરફ અમેરિકામાં વ્યાજદર વધે અને નહીં વધે તેવી અસમંજસ વચ્ચે ઉતાર ચઢાવ રહ્યા.
આ સપ્તાહે સોનામાં ભારે ઉતાર ચઢાવ રહ્યા છે. એક તરફ અમેરિકામાં વ્યાજદર વધે અને નહીં વધે તેવી અસમંજસ વચ્ચે ઉતાર ચઢાવ રહ્યા.. જોકે gdpના આંકડા આવ્યા બાદ ફરી એકવાર વડાપ્રધાન મોદી દ્વારા જરૂર વગર સોનું ન ખરીદવા માટેની અપીલ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે ફરી શું સેન્ટિમેન્ટ બની રહ્યા છે તેના પર ચર્ચા કરવી છે. આ સાથે જ ક્રૂડમાં આ અઠવાડિયે 10 ટકાનો ઉછાળો આવી ગયો છે. તેના પર પણ ચર્ચા કરીશું.
PM મોદીની મોટી અપીલ
PM મોદીએ ફરી સોનું ન ખરીદવા અપીલ કરી. 114 દિવસમાં PM મોદીની આ બીજીવાર અપીલ કરી છે. 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. પહેલી વાર 10 મે 2026 અપીલ કરવામાં આવી હતી.
PM કેમ કરી રહ્યા છે અપીલ?
FY26માં રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હતું ઈમ્પોર્ટ બિલ. 3 વર્ષમાં સોનાની આયાત પણ લગભગ બમણી થઈ. આયાત કરવા માટે ડોલર ચૂકવવા પડે છે. આયાત વધવાથી ડોલરની માગમાં વધારો થાય છે. ડોલરની માગ વધવાની રૂપિયો નબળો પડે છે. PM વિદેશી હુંડિયામણનો ભંડાર બચાવવા માગે છે. જરૂરિયાતનું 99% સોનું દેશમાં આયાત થાય છે. મોંઘા ક્રૂડથી ઈમ્પોર્ટ બિલમાં પહેલાથી દબાણ છે. ક્રૂડ અને સોનાની આયાતથી CASમાં વધારો થાય છે.
કેમ છે જરૂર?
સોનાની આયાત 30-40% ઘટે તો $20-25 અબજ બચશે. આયાત 50% ઘટે તે $36 અબજની બચત થશે. $36 અબજની બચત થાય તો CAD લગભગ અડધી થાય.
સોનાની ચાલ
ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વૉલરના નિવેદનથી કિંમતોને ટેકો મળ્યો. વૉલરે કહ્યું મોંઘવારી નહીં વધે તો વ્યાજદરમાં ફેરફાર નહીં થાય. સપ્ટેમ્બરમાં વ્યાજદર વધવાની શક્યતા ઘટી. સપ્ટમેબરમાં વ્યાજદર વધવાની શક્યતા માત્ર 50% રહી. ઓગસ્ટમાં ગોલ્ડ ETFમાં ઈનફ્લોમાં વધારો જોવા મળ્યો. જુલાઈના $3 અબજની સામે ઓગસ્ટમાં $17 અબજ ઈનફ્લો રહ્યો. ભારત અને ચીનમાં ફરી માગ વધવાની આશંકા છે. આ સંકેતો સોનામાં રોકાણ માટેની માગમાં વધારાના સંકેત છે. મોટાભાગના દેશની સેન્ટ્રલ બેન્કો દ્વારા ફરી સોનામાં ખરીદી કરી.
ક્રૂડમાં કારોબાર
આ સપ્તાહે ક્રૂડમાં 10%નો ઉછાળો આવ્યો. 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યું ક્રૂડ. જુલાઈ મધ્ય બાદ સૌથી સારું સપ્તાહ રહ્યું. પશ્ચિમ એશિયામાં ફરી ઘર્ષણ વધ્યું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં શિપિંગ રૂટને લઈને અનિશ્ચિતતા વધી. રશિયા અને પશ્ચિમ એશિયામાં રિફાઈનરીઓમાં નુકસાન છે. USમાં ડિઝલનો સરેરાશ ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો. ઈઝરાયેલના રક્ષા મંત્રીનું ઈરાનને લઈને દબાણ જોવા મળ્યુ. ઈઝરાયેલે કહ્યું ઈરાનના સૈન્ય, ઈન્ફ્રા, એનર્જી એકમોને નષ્ટ કરીશું. જે.ડી. વેન્સે કહ્યું સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો નહીં અટકે ત્યાં સુધી વાચીત નહીં થાય. 6 સપ્ટેમ્બરે OPECની બેઠક પર બજાર પર નજર રહેશે. ઓક્ટોબરની ઉત્પાદન નીતિમાં કોઈ ફેરફારની અપેક્ષા નહીં.