આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, અહીં મોનસૂન જલ્દી શરૂ થવાના કારણે ખરીફની વાવણીમાં વધારો થાય તેવા સંકેતો મળી રહ્યા છે, તો આ સપ્તાહે બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે 2 મોટા નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં અનાજ, દાળ, તેલિબીયા સહિત 13 ખરીફ પાકોની MSP વધારવાનો અને ખેડૂતોના દેવા પર વ્યાજમાં છૂટ વાળી સ્કીમ જાહેર કરવાનો સમાવેશ થયો છે. ખરીફ પાકની MSPમાં વધારાથી કેટલો ફાયદો થશે અને જલ્દી મોનસૂન શરૂ થતા વાવણીની સ્થિતી કેવી જોવા મળી શકે.